આ ૭ વિદેશી ક્રિકેટરોએ ભારતીય છોકરીઓ સાથે લગ્ન કરેલા – ૨ નંબરમાં ખુબ વિવાદ થયેલો

આ વાત બધા જ લોકો જાણે છે કે ક્રિકેટ અને ફિલ્મ જગત નો સંબંધ ખુબ જ જુનો છે. ઘણી બધી અભિનેત્રીઓ એ ક્રિકેટરો સાથે લગ્ન કરીને પોતાનું ઘર વસાવ્યું છે.આજે અમે તમને સાત એવા વિદેશી ક્રિકેટરો વિશે જણાવવા ના છીએ કે જેઓએ ભારતીય છોકરીઓ સાથે લગ્ન કર્યા છે.

સૈયદ ઝહિર – અબ્બાસ રીતા લુથરા :

પોતાના સમય ના પ્રખ્યાત પાકિસ્તાની ક્રિકેટર સૈયદ ઝહિર એ ભારતીય છોકરી રીતા લુથરા સાથે લગ્ન કર્યા હતા. સૈયદ ઝહિર એ રીતા લુથરા ની સાથે વર્ષ ૧૯૮૮ માં લગ્ન કર્યા હતા. લગ્ન પછી રીતા લુથરા એ પોતાનું નામ બદલી ને સમીના અબ્બાસ રાખી દીધું હતું.

ઝહિર અબ્બાસ વર્ષ ૧૯૬૯ થી લઈને ૧૯૮૫ સુધી પાકિસ્તાની ક્રિકેટ ટીમ માટે ઈન્ટરનેશનલ સ્તર પર ક્રિકેટ રમતા હતા.ઝહિર અબ્બાસ ને એશિયા ના બ્રેડમૈન પણ કહેવામાં આવતા  હતા. તેમની પહેલી મુલાકાત રીતા ની સાથે ઇંગ્લેન્ડ માં થઇ હતી.રીતા ત્યાં અભ્યાસ કરી રહી હતી.ઝહિર ઘણી વખત ત્યાં કાઉન્ટી ક્રિકેટ રમવા માટે જતા હતા. અહી જ બંને ની મુલાકાત થઇ અને તેમની વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. એ પછી તેઓ એક બીજા ની ખુબ જ નજીક આવી ગયા હતા. અને છેલ્લે તેઓ એ લગ્ન કરી લીધા હતા.

સાનિયા મિર્ઝા – શોએબ મલિક :

પાકિસ્તાન ટીમ ના ક્રિકેટર શોએબ મલિક એ ભારતીય ટેનીસ પ્લેયર સાનિયા મિર્ઝા ની સાથે લગ્ન કર્યા હતા.વર્ષ ૨૦૧૦ અપ્રેલ માં શોએબ અને સાનિયા એ બંને એ લગ્ન કરી લીધા હતા.

શોએબ એ મલિક પાકિસ્તાન ક્રિકેટ ટીમ ના ઓલરાઉન્ડર ક્રિકેટર છે.આ વર્ષે ૧૯૯૯ માં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યા હતા. આજ ના સમય માં પણ આ કપલ ભારત અને પાકિસ્તાન ચર્ચા માં રહ્યા હતા. સાનિયા મિર્ઝા એ પોતાના બાળપણ માં મિત્ર ની સાથે સગાઇ તોડી ને શોએબ ની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

ગ્રેન મેટલેન્ડ – સુખવિંદ કૌર ગીલ :

ન્યુઝીલેન્ડ ના પૂર્વ ક્રિકેટર ગ્રેન મેટલેંડ ના ભારતીય મૂળ ની એક મહિલા સુખવિંદર કૌર ની સાથે લગ્ન કર્યા હતા.સુખવિંદર કૌર એ લગ્ન પછી પોતાનું નામ બદલી ને સુખી ટર્નર રાખી દીધું હતું. ન્યુઝીલેન્ડ ના ખુબ જ સારા ઓપનર બેટ્સમેન રહી ચુકેલા ગ્રેન ટર્નર આજ ના સમય માં ન્યુઝીલેન્ડ ક્રિકેટ સિલેકશન કમીટી ના હેડ અને તેમની પત્ની સુખવિંદર ન્યુઝીલેન્ડ ની પ્રખ્યાત નેતા છે.

સુખવિંદર કૌર એ જયારે ગ્રેન ને પહેલી વાર જોયા હતા ત્યારે જ તે તેની સાથે પ્રેમ કરી બેસી હતી. આના પછી આ બંને એ વર્ષ ૧૯૭૩ માં લગ્ન કરી લીધા હતા.

મોહસીન ખાન – રીના રોય :

પાકિસ્તાન ના પૂર્વ ક્રિકેટર મોહસીન ખાન અને રીના રોય એ વર્ષ ૧૯૮૩ માં લગ્ન કર્યા હતા. ૮૦ ના દશક માં રીના રોય બોલીવૂડ ની ખુબ જ પ્રખ્યાત અભિનેત્રી હતી. તે સમય માં મોહસીન ખાન પણ પાકિસ્તાન ના ખુબ જ પ્રખ્યાત બેટ્સમેન હતા.

આ દરમિયાન મોહસીન ની નજર અભિનેત્રી રીના રોય પર પડી હતી. તે સમયે રીના એ શત્રુઘ્ન સિન્હા ની સાથે સંબંધ માં હતી.લોકો ને શત્રુઘ્ન સિન્હા અને રીના રોય ની ફિલ્મો જોવી ખુબ જ પસંદ હતી.આના પછી શત્રુઘ્ન સિન્હા એ એકાએક પૂનમ ની સાથે લગ્ન કરી ને બધાજ લોકો ને અચંભિત કરી દીધા હતા.

શત્રુઘ્ન સિન્હા સાથે થી અલગ થઇ ને રીના રોય નો અફેયર મોહસીન ખાન ની સાથે ચાલવા લાગ્યો હતો.જેના પછી બંને એ લગ્ન કરી લીધા હતા.

મુથૈયા મુરલીધરન – મધી મલાર રામમૂર્તિ :

શ્રીલંકા થી સફળ થયેલા બોલર મુથૈયા મુરલીધરન એ ચેન્નઈ ની રહેવા વાળી છોકરી મધી મલાર રામમૂર્તિ ની સાથે વર્ષ ૨૦૦૫ માં લગ્ન કર્યા હતા. મધી મલાર એ મલાર હોસ્પિટલ ના સ્વર્ગીય ડોક્ટર રામમૂર્તિ ની પુત્રી છે. 

શોન ટેટ –  માશુમ સિંઘા :

ઓસ્ટ્રેલીયા ના પૂર્વ બોલર શોન ટેટ એ ભારતીય મહિલા માશુમ સિંઘા ની સાથે લગ્ન કર્યા હતા. ૪ વર્ષ સુધી એક બીજા ને ડેટ કર્યા બાદ તેઓ એ વર્ષ ૨૦૧૪ માં લગ્ન કરી લીધા હતા. શોન એ પોતાના ક્રિકેટ ના કરિયર માં કુલ ૩ ટેસ્ટ મેચ, ૩૫ વનડે મેચ અને ૨૧ ટી-૨૦ મેચ રમ્યા હતા.

હસન અલી – શામિયા આરઝુ :

હસન અલી ભારતીય મૂળ ની મહિલા ની સાથે લગ્ન કરવા વાળા ચોથા પાકિસ્તાની ક્રિકેટર હતા.હસન અલી એ ભારત ના હરિયાણા શહેર ની રહેવા વાળી શામિયા આરઝુ ની સાથે લગ્ન કર્યા હતા. શામિયા ફ્લાઈટ ઇન્જિનીયર છે અને તેઓએ ફરીદાબાદ ની એક યુનીવર્સીટી માંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!