આવી લાલચ આપીને ગીતા બસરાને ભજ્જી એ પટાવેલી – આવી દિલચસ્પ પ્રેમ કહાની વાંચવી ગમશે જ

ભલે ગીતા બસરા નું ફિલ્મ નું કરિયર ખુબ જ નાનું રહ્યું હોય પરંતુ તે પોતાના ચાહકો ની વચ્ચે પોતાની એક અલગ જ ઓળખ ઉભી કરી ચુકી છે.ક્રિકેટર હરભજન સિંહ ની સાથે લગ્ન કર્યા બાદ તે ક્રિકેટ ના ચાહકો ની ભાભી પણ બની ચુકી છે. 

ગીતા બસરા ના ઇન્સ્ટાગ્રામ માં મોટા ભાગ ના ફોલોવર્સ તેમને ભાભી લખી ને જ કમેન્ટ કરે છે.  ગીતા બસરા એ કાલે જ પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો.આજે અમે તમને ગીતા બસરા ના જીવન થી જોડાયેલી કેટલીક વાતો વિશે જણાવવા ના છીએ.ગીતા બસરા નો જન્મ ઇંગ્લેન્ડ માં થયો હતો અને તેમનો ઉછેર પણ ત્યાં જ થયો હતો. તે પહેલા થી જ એક એક્ટ્રેસ બનવા ઈચ્છતી હતી અને તેથી જ તે ઇંગ્લેન્ડ થી મુંબઈ આવી ગઈ હતી.

ગીતા અને હરભજન સિંહ ની પ્રેમ કહાની છે ખુબ જ દિલચસ્પ :

ગીતા બસરા એ જણાવ્યું હતું કે ફિલ્મ જગત એ તેમને ખુલા દિલ થી અપનાવી હતી.ગીતા બસરા એ ક્રિકેટર હરભજન સિંહ ની સાથે લગ્ન કર્યાં છે અને તેમની અને હરભજન સિંહ ની એક દીકરી છે જેનું નામ હિનાયા હીર છે.આ બંને ની પ્રેમ કહાની ખુબ જ દિલચસ્પ છે.

પોતાની પ્રેમ કહાની વિશે હરભજન ઘણી વાર જણાવી ચુક્યા છે. તેઓએ કહ્યું હતું કે તેઓએ પહેલી વાર ગીતા ને “વહ અજનબી” ગીત માં જોઈ હતી. જયારે તેઓએ પહેલી વાર ગીતા ને જોઈ ત્યાર થી જ તેને પસંદ કરવા લાગ્યા હતા.

આવી રીતે થઇ હતી પહેલી મુલાકાત :

હરભજન સિંહ એ પોતાના મિત્ર ને કહ્યું કે તે ગીતા ને મળવા માંગે છે.તેઓ એ પોતાના ઘણા મિત્ર ને કહ્યું હતું કે તેઓ ગીતા ની સાથે કોઈ રીતે તેમને મળાવી દે. અને છેલ્લે હરભજન સિંહ ને કોઈ રીતે ગીતા બસરા નો નંબર મળી જ ગયો.તેઓએ પોતાના વિશે જણાવતા ગીતા ને મેસેજ કર્યો અને કહ્યું કે તેઓ તેમની સાથે ચા કે કોફી પર મળવા માંગે છે.

ગીતા એ ત્રણ ચાર દિવસો સુધી તો હરભજન સિંહ ના મેસેજ નો જવાબ આપ્યો નહિ. હરભજન સિંહ તે સમયે સાઉથ આફ્રિકા માં હતા અને તેઓ એ ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો.જયારે તેઓ ભારત પાછા આવ્યા ત્યારે ગીતા એ તેમને મેચ જીતવા માટે અભિનંદન આપ્યું અને લખ્યું કે આખા દેશ ને તેમના પર ગર્વ છે. હરભજન સિંહ એ તેમને રીપ્લાય કર્યો કે તેમના પ્રશ્ન નો આ ખુબ જ સારો જવાબ છે.

આ લાલચ ને લીધે મળવા તૈયાર થઇ ગીતા :

જયારે આઈપીએલ શરૂઆત થઇ ત્યારે ગીતા એ તેમને મેસેજ કરી ને હરભજન સિંહ પાસે થી આઈપીએલ ની બે ટીકીટો માંગી. જેના પછી હરભજન સિંહ એ તેમને આ બે ટીકીટ આપી અને આ આઇપિએલ મેંચ દરમિયાન તેઓ ની મુલાકાત થઇ હતી.

હરભજન સિંહ એ એક ઈન્ટરવ્યું માં કહ્યું હતું કે ગીતા ને કદાચ લાગ્યું હશે કે ટીકીટ આપી છે તો તેમને મળવું જોઈએ.તેઓએ કહ્યું કે પહેલી મુલાકાત થયા બાદ તેમની મિત્રતાની શરૂઆત થઇ ગઈ પરંતુ ગીતા એ ખુબ જ રાહ જોવડાવી.

રીપોર્ટ મુજબ ગીતા એ હરભજન ને કહ્યું હતું કે પહેલા ફ્રેન્ડશીપ કરીએ અને પછી જોઈ એ કે આગળ શું કરવું છે.ખબરો મુજબ ગીતા ને પટાવવા માટે યુવરાજ સિંહ એ હરભજન સિંહ ની ઘણી મદદ કરી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!