અભિષેક સાથે મેચિંગ કપડા પહેરીને જયારે બીગ બી બહાર નીકળ્યા – લોકોએ કહ્યું ‘દીકરાને પણ….’

બોલીવૂડ ના મહાનાયક અમિતાબ બચ્ચન વિશે કોઈ ને પરિચય આપવા ની જરૂર નથી. બોલીવૂડ માં અમિત જી નું નામ ખુબ જ સમ્માન  થી લેવામાં આવે છે.બીગ બી નું બોલીવૂડ નું કરિયર ખુબ જ મોટું રહ્યું છે.૭૬ વર્ષ ની ઉમર માં પણ અમિતાભજી ઘણી બધી ફિલ્મો કરવામાં વ્યસ્ત છે.

અમિતાભ ને જેટલી નામના મળી છે એટલી નામના અભિષેક ને નથી મળી. અભિષેક આમ તો સારા અભિનેતા છે પરંતુ તેની સરખામણી હમેશા તેના પિતા સાથે કરવામાં આવે છે.બસ આજ કારણ છે કે લોકો અભિષેક ને વધુ ભાવ નથી દેતા અને અમિતાભ બચ્ચન ની તુલના માં તેને નીચો દેખાડે છે.હવે એવું જ કઈક હાલ માં જ અમિતાભ બચ્ચન ના સોશિયલ મીડિયા અકાઉન્ટ માં કમેન્ટ સેક્શન માં થયું હતું.

અમિતાભ એ કરી હતી આ તસ્વીર શેર :

અમિતાભ જી એ પોતાના સોશિયલ મીડિયા ના અકાઉન્ટ માં એક ખુબ જ સારી તસ્વીર શેર કરી હતી.આ તસ્વીર માં અમિતાભ અને અભિષેક બંને એ એક જ સરખા કપડા પહેર્યા હતા.તેઓએ આ તસ્વીર માં સફેદ રંગના કુર્તા પજામો અને સાથે લાલ રંગનું જેકેટ પહેર્યું હતું.

આ ફોટો શેર કરતા ની સાથે અમિતાભજી એ લખ્યું હતું કે, “બડે મિયા તો બડે મિયા, છોટે મિયા સુભાન અલ્લાહ !! જયારે તમારો દીકરો તમારી જેવા જ કપડા અને શુઝ પહેરવા નું ચાલુ કરી દે ત્યારે તે તમારો મિત્ર બની જાય છે.”

કેટલાક ને લાગી સારી તો કેટલાકે કહ્યું આવું :

જણાવી દઈએ કે અમિતાભ એ પોતાની અને અભિષેક ની એક જેવા કપડા માં તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ માં શેર કરી હતી.જ્યાં કેટલાક લોકો ને આ તસવીર માં રહેલા બાપ દીકરા ની જોડી પસંદ આવી તો કેટલાક લોકો એ અભિષેક ની મજાક ઉડાવ્યો.

ઉદાહરણ તરીકે અમિતાભ ની “બડે મિયા તો બડે મિયા છોટે મિયા સુભાન અલ્લાહ!!” વાળી વાત પર એક ચાહકે કહ્યું કે “સર અમે તો માત્ર બડે મિયા ના ચાહક છીએ” આ સિવાય બીજા એક વ્યક્તિ એ કહ્યું હતું કે “દીકરા ને પણ તમારા જેવો કાબેલ બનાવી લીધો હોત તો સર”

પહેલા પણ નીકળી ચુક્યા જે એક જેવા કપડા પહેરીને :

જણાવી દઈએ કે આ પહેલી વાર નથી કે આ બાપ દીકરો એક જેવા કપડા પહેરી ને નીકળ્યા હોય. આનાથી પહેલા પણ આ બંને સાથે એક જેવા કપડા પહેરી ને જોવા મળી ચુક્યા છે.આ બાપ દીકરા ની જોડી બંટી ઔર બબલી અને “પા” ફિલ્મ માં સાથે કામ પણ કરી ચુકી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!