અમેરિકામાં આજથી કોરોના વેક્સીનનું મૂલ્યાંકન કરવાનું થયું ચાલુ – આટલા દિવસમાં દવા શોધાઈ જશે

દુનિયા ભાર માં ઘણી બધી દવા બનાવનાર કંપનીઓ અત્યારે કોરોના વાઈરસ ની વેક્સીન બનાવવા માં લાગી છે, પરંતુ કોઈ પણ કંપની ને હજી સુધી સફળતા મળી નથી. આ વાઈરસ ના ફેલાવા ને લગભગ ત્રણ મહિના થઇ ગયા છે.પરંતુ આ વાઈરસ ની દવા હજી સુધી મળી નથી. આ વાઈરસ ને લીધે અત્યાર સુધી માં ૫ હજાર થી વધુ લોકો ના મૃત્યુ થઇ ગયા છે.જયારે દોઢ લાખ થી વધુ લોકો ને આ વાઈરસ ની અસર થઇ છે.

કોરોના વાઈરસ થી એક બાજુ કોઈ ને કોઈ વ્યક્તિ નું મૃત્યુ થઇ રહ્યું છે, અને બીજી બાજુ એક નવી આશા બંધાઈ છે. એક કંપનીએ કોરોના વાઈરસ ની વેક્સીન બનાવી લીધી છે અને હવે તેની વેક્સિન નું પરીક્ષણ કરવાનું ચાલુ થશે.

અમેરિકા ના એક અધિકારીએ આપી જાણકારી :

અમેરિકા ની સરકાર ના એક અધિકારી દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબા કોરોના ની વેક્સીન નું મૂલ્યાંકન કરવાનું ચાલુ થઇ ગયું છે.જેનાથી પહેલા પ્રતિભાગી ને આ વેક્સીન આપવામાં આવી હતી. આ વ્યક્તિ એ પોતાનું નામ હાલ તો ગુપ્ત રાખવા માટે કહ્યું છે અને આ મૂલ્યાંકન ની ઘોષણા પણ હજી સાર્વજનિક રીતે થઇ નથી. 

આ સંસ્થા એ આપ્યા પૈસા :

કોરોના ની આ વેક્સીન તૈયાર કરવા માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાન (એનઆઈએચ) એ પૈસા આપ્યા છે અને આ પરીક્ષણ “કેન્સર પર્મનન્ટ વોશીન્ગ્ટન હેલ્થ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ” દ્વારા થઇ રહ્યું છે.આ મૂલ્યાંકન માં ૪૫ યુવા અને સ્વસ્થ સ્વેચ્છાકર્મીઓ ની સાથે શરુ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ મુજબ દરરેક પ્રતિભાગી ને અલગ અલગ માત્ર માં આ વેક્સીન આપવામાં આવશે. આ પરીક્ષણ થી ડોક્ટર એ જાણવા માંગે છે કે શું આ વેક્સીન થી કોઈ પ્રકાર ની આડઅસર થાય છે કે નહિ.

લાગી શકે છે હજી વધુ સમય :

કોરોના વાઈરસ માટે ની વેક્સીન તો બનાવી લેવામાં આવિ છે પરંતુ તેના સફળ મૂલ્યાંકન પછી જ તેને બજાર માં વેચવામાં આવશે. જનસ્વાસ્થ્ય અધિકારીઓ નું માનીએ તો હજી પણ લોકો ને આ વેક્સીન માટે ઘણા વધુ સમય ની સામનો કરવો પડશે અને કોઈ પણ સફળ વેક્સીન માં ઈક વર્ષ થી ૧૮ મહિના સુધી નો સમય લાગી શકે છે.

દુનિયા ના ૧૫૬ દેશો માં ફેલાઈ ગયો છે આ વાઈરસ :

કોરોના વાઈરસ ની સફળ દવા ની શોધ અત્યારે દુનિયાભર ના સંગઠનો કરી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી માં આ વાઈરસ ની સફળ દવા મળી શકી નથી. કોરોના એ એક ઘાતક વાઈરસ છે અને આ વાઈરસ ને લીધે મૃત્યુ પણ થઇ શકે છે.કોરોના વાઈરસ ની શરૂઆત તો ચીન થી થઇ હતી પરંતુ હવે તે દુનિયા ના ૧૫૬ દેશો માં ફેલાઈ ચુક્યા છે. ભારત માં અત્યાર સુધી કોરોના ના ૧૦૭ કેસો મળી આવ્યા છે, જેમાંથી ૧૦ લોકો સજા થઇ ગયા છે. આ સાથે જ અમેરિકા માં આ વાઈરસ ની અસર હજાર થી પણ વધુ લોકો ને થઇ ગઈ છે. 

અમેરિકા એ જાહેર કરી ઈમરજન્સી :

કોરોના વાઈરસ ને ફેલાવાથી રોકવા માટે અમેરિકા એ દેશ માં ઈમરજન્સી જાહેર કરી છે. ભારત એ પણ આ વાઈરસ થી બચવા માટે બીજા દેશો ની યાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને વિઝા પણ રદ્દ કરી દીધા છે. આ વાઈરસ ને કારણે ચાઈના માં સૌથી વધુ લોકો ના મૃત્યુ થયા છે અને આ વાઈરસ ચાઈના થી ફેલાતા ઇટલી સુધી પહોચી ગયો છે.

ઇટલી માં આ વાઈરસ એ હજારો લોકો ને અસર કરી છે.ચીન અને ઇટલી ની હાલત ને જોતા ભારત અને અમેરિકા ની સરકાર બને એટલા પ્રયત્નો કરી રહી છે કે જેનાથી આ વાઈરસ ને ફેલાતો અટકાવી શકાય.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!