અનુપમ ખેર અને કિરણ ખેરની પ્રેમ કહાનીનો આ પહેલું ઘણાને નહિ ખબર હોય – સમાજના વિરુદ્ધ જઈને કરેલું આવુ

અભિનેતા અનુપમ ખેર અને તેમની પત્ની કિરણ ખેર ની પ્રેમ કહાની કોઈ ફિલ્મ થી ઓછી નથી. આ બન્ને લાંબા સમય થી એક બીજાને ઓળખતા હતા.પરંતુ તેના પછી આ બંને એ લગ્ન કર્યા નહિ અને પોતાના માટે અલગ અલગ જીવનસાથી શોધી લીધા હતા.પરંતુ નસીબ માં તેમનું અલગ અલગ રહેવાનું લખ્યું ન હતું એટલે તેઓ ફરી પાછા એક થઇ ગયા હતા.

અનુપમ એ મધુમાલતી સાથે અને કિરણ એ આમની સાથે કર્યા હતા લગ્ન :

અભિનેતા અનુપમ ખેર એ પહેલા મધુમાલતી સાથે લગ્ન કર્યા હતા અને કિરણ એ ગૌતમ નામના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન ના થોડા સમય પછી જ આ બંને ને એવી ખબર પડી ગઈ કે તેમના આ અલગ અલગ લગ્ન વધુ સમય સુધી ટકશે નહિ.જેના પછી આ બંને એ પોત પોતાના સાથી પાસે થી તલાક લઇ લીધા હતા.

કિરણ એ કહ્યું હતું એક ઈન્ટરવ્યું માં આવું :

એક ઈન્ટરવ્યું માં કિરણ એ જણાવ્યું હતું કે તેણીએ પહેલા ગૌતમ સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ થોડા સમય પછી જ તેને એ વાત ની ખબર પડી ગઈ કે તેના આ લગ્ન વધુ સમય ટકશે નહિ.તે સમયે કિરણ અને અનુપમ ઘણા સારા મિત્ર હતા અને સાથે નાટક માં કામ પણ કરતા હતા.કિરણ એ સાથે કહ્યું હતું કે મને યાદ છે જ્યારે અમે બંને નાદિરા બબ્બર ના નાટક માટે કલકતા જી રહ્યા હતા. તે મુસાફરી માં જ મને ખબર પડી કે અનુપમ અને મારી વચ્ચે ની બોન્ડીંગ જ કઈક અલગ છે.

વર્ષ ૧૯૮૫ માં કર્યા હતા લગ્ન :

અનુપમ પણ ને પણ લગ્ન થયા બાદ ખબર પડી ગઈ કે તેમના આ લગ્ન વધુ સમય સુધી નહિ ચાલે એટલા માટે તેઓએ પણ આ લગ્ન ના સંબંધ ને તોડવા નું નક્કી કરી લીધું અને તેમની પત્ની થી અલગ થઇ ગયા હતા. 

મધુમાલતી થી અલગ થઇ ને અનુપમ એકદમ એકલા થઇ ગયા હતા અને બીજી બાજુ કિરણ પણ પોતાના પતિ થી અલગ થઇ ને એકલા થઇ ગયા હતા.પછી આખરે કિરણ અને અનુપમ એ વર્ષ ૧૯૮૫ માં એકબીજા ની સાથે લગ્ન કરી લીધા હતા. આ બંને નો એક પુત્ર પણ છે જેનું નામ સિકંદર ખેર છે.

આટલી બધી ફિલ્મો માં કર્યું છે કામ :

અનુપમ ખેર એ ૫૦૦ થી પણ વધુ ફિલ્મો માં કામ કર્યું છે.હિન્દી ફિલ્મો સિવાય પણ તેઓએ હોલીવૂડ માં પણ ઘણી ફિલ્મો માં કામ કર્યું છે. વર્ષ ૧૯૮૪ માં આવેલી “સારાંશ” ફિલ્મ અનુપમ ખેર ની પહેલી હીટ ફિલ્મ હતી. સાથે જ વર્ષ ૧૯૮૯ માં આવેલી ફિલ્મ ” રામ લખન” માટે પણ અનુપમ ખેર ને ફિલ્મફેસ્ટીવલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

સફળ થવા માટે કર્યા છે ઘણા સંઘર્ષો :

અનુપમ ખેર એ પોતાને સફળતા મેળવવા માટે ઘણા સંઘર્ષો કરવા પડ્યા છે. અનુપમ એક કશ્મીરી પંડિત છે. અનુપમ ખેર ઘણી બધી ફિલ્મો માં કામ કર્યું છે. આ ફિલ્મો માં “લમ્હે”, “ખેલ”, “ડર”, “દિલવાલે દુલ્હનિયા લે જાએંગે”, “વિજય” જેવી ઘણી બધી ફિલ્મો નો સમાવેશ થાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!