અસલી કુલી નંબર ૧ છે ભારતીય રેલ્વેની આ બહેનો – આ ફોટા ના દ્રશ્યોએ વરુણ ધવનનું દિલ જીત્યું

વરુણ ધવન બોલીવૂડ ના સૌથી એક્ટીવ અભિનેતા છે. તે અવાર નવાર ફિલ્મો ની સાથે સાથે સામાજિક મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય પણ આપે છે. વરુણ બીજા ને પ્રેરણા દેવા વાળા લોકો ના વખાણ કરવામાં પણ પાછા નથી હટતા.

આ દિવસો વરુણ પોતાની આવનારી ફિલ્મ “કુલી નંબર વન” ને લઈને ખુબ જ ચર્ચા માં છે. વરુણ એ હાલ માં જ તે ફિલ્મ ની શુટિંગ પૂરી કરી દીધી છે. એવા માં વરુણ એ પોતાના સોશિયલ મીડિયા પર આ ફિલ્મ થી જોડાયેલી એક ટ્વીટ કરી છે. આ ટ્વીટ માં વરુણ ધવન એ મહિલા કુલીઓ ના ખુબ જ વખાણ કર્યા હતા. તેઓએ ટ્વીટ માં લખ્યું હતું કે “આ છે કુલી નંબર ૧

કોઈ થી ઓચી છી નથી આ મહિલા કુલી :

વરુણ ધવન એ જે ટ્વીટ કર્યું છે તે ખરખર રેલ મંત્રાલય નું એક ટ્વીટ છે. આ ટ્વીટ માં રેલ મંત્રાલય એ રેલ્વે ની મહિલા કુલીઓ ની કેટલીક તસ્વીરો શેર કરી છે.મહિલા કુલીઓ ની આ તસ્વીરો ની સાથે રેલ મંતત્રાલય એ લખ્યું છે કે, “ભારતીય રેલ્વે માટે કામ કરી રહી આ બધી મહિલા કુલીઓ એ સાબિત કરી બતાવ્યું છે કે તે કોઈ થી ઓછી નથી. અમે તેને સલામ કરીએ છીએ”

લોકો ને પસંદ આવી રહી છે આ તસ્વીરો :

સોશિયલ મીડિયા માં લોકો ને આ મહિલા કુલીઓ ની આ તસ્વીરો પસંદ આવી રહી છે. સામાન્ય રીતે લોકો ના મનમાં જ એ ધારણા હોય વહે કે કુલી બનવા નું કામ માત્ર પુરુષો જ કરી શકે છે, આ મહિલાઓ નું કામ નથી. જોકે આ બધી તસ્વીરો માં મહિલા કુલીઓ એ સાબિત કરી દીધું છે કે તેઓ કોઈ થી ઓછા નથી.

આ બધી મહિલાઓ એ લોકો ને આ સંદેશ આપ્યો હતો કે કામ કોઈ પણ હોય મહિલાઓ પણ દરરેક વસ્તુ માં પુરુષો ની બરાબરી કરી શકે છે.એટલે તેઓ મહિલાઓ છે એટલે નબળી છે એવું ન વિચારી લેવું.

આ તારીખે રીલીઝ થશે “કુલી નંબર ૧” :

વરુણ ધવન ની ફિલ્મ કુલી નંબર વન માં તેમની સાથે સારા અલી ખાન પણ જોવા મળશે. આ પહેલી વખત છે કે આ બંને ની જોડી પડદા પર જોવા મળશે. હવે એ જોવા નું છે કે તેમની જોડી પડદા પર કેટલો કમાલ કરી શકે છે. સારા અને વરુણ એ ૨૩ ફેબ્રુવારી ના દિવસે ફિલ્મ નું શુટિંગ પૂરું કરી લીધું છે.

આ ફિલ્મ આ વર્ષે ૧ મેં ના દિવસે રીલીઝ થશે. આ ફિલ્મ એ ૧૯૯૫ માં બનેલી ફિલ્મ “કુલી નંબર ૧” ની રીમેક છે.ત્યારે તે ફિલ્મ માં ગોવિંદા અને કરિશ્માં કપૂર મુખ્ય ભૂમિકા માં હતા.આ ફિલ્મ બોક્સ ઓફીસ પર હીટ સાબિત થઇ હતી. આ ફિલ્મ ને દર્શકો એ ખુબ જ પસંદ કરી હતી.

પહેલા ની જેમ આ ફિલ્મ પણ વરુણ ધવન ના પિતા જ ડાયરેક્ટ કરવાના છે.હવે જોવાનું છે કે આ બાપ દીકરા ની જોડી કેવું કામ કરી શકશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!