બાપાને લીધે બધા સામે ધ્રુસકે ધ્રુસકે રડેલી આલિયા – મહેશ ભટ્ટે આવું કહીને દિલ દુખાવેલું

મહેશ ભટ્ટ ફિલ્મ જગત ના પ્રખ્યાત અને જાણીતા ડાયરેક્ટર છે. તેમની દીકરી આલિયા ભટ્ટ પણ બોલીવૂડ ની જાણીતી અભિનેત્રી છે. ગઈ કાલે આલિયા ભટ્ટ નો ૨૭ મો જન્મદિવસ હતો. આલિયા ભટ્ટ ને બોલીવૂડ માં ઘણી નાની ઉમર થી જ એક્ટિંગ શરુ કરવા વાળી અભિનેત્રી ના રૂપ માં પ્રખ્યાત થઇ ગઈ છે. 

આલિયા ભટ્ટ એ પોતાના ફિલ્મો કરિયર માં “હાઇવે”, “ઉડતા પંજાબ”, “રાઝી” અને “ગલી બોય” જેવી ઘણી બધી ફિલ્મો માં કામ કર્યું છે. આલિયા એ કરણ ઝોહર ની ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર” થી બોલીવોડ માં પોતાની એન્ટ્રી કરી હતી.  પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મ ના ઓડીશન દરમિયાન મહેશ ભટ્ટ એ તેને બધા ની વચ્ચે દિલ દુખાવા વાળી વાત કહી દીધી હતી. જેને લીધે આલિયા તે સમયે ધ્રુસકે ધ્રુસકે રળી હતી. આ વાત નો ખુલાસો આલિયા ભટ્ટ એ પોતે જ કર્યો હતો.

એક ઈન્ટરવ્યું માં કહ્યું હતું આવું :

પહેલી ફિલ્મ માં કામ કર્યા બાદ થી જ આલિયા ભટ્ટ ની ફેન ફોલોવિંગ ખુબ જ સારી થઇ ગઈ હતી. એક ઈન્ટરવ્યું દરમિયાન આલિયા એ આ વાત કહી હતી કે જયારે હું પહેલી ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર” ના ઓડીશન માટે જવાની હતી ત્યારે મારા પપ્પા એ મને રોવળાવી હતી. 

આલિયા એ જણાવ્યું કે ખબર નહિ કેમ મેં તેઓને તે સમય પ્રેમ થી એક મેસેજ મોકલ્યો હતો.મેં તેનાથી પહેલા તેમને ક્યારેય નોતું જણાવ્યું કે મારી અંદર શું ચાલી રહ્યું છે.આ સાથે આલિયા એ જણાવ્યું હતું કે હું ખુબ જ સિક્રેટીવ છું અને હું પોતાની વાતો ને બધા ની સાથે શેર કરતી નથી. પરંતુ “સ્ટુડન્ટ ઓફ ધ યર” ના ઓડીશન વખતે મેં પપ્પા ને મેસેજ કરીને જણાવ્યું હતું કે હૂ ખુબ જ નર્વસ છું ત્યારે પપ્પા એ મને કહ્યું કે તું ઓફીસ એ આવી જા.મને એવું લાગ્યું કે કદાચ તે મારી સાથે એકલા માં વાત કરવા ઇચ્છતા હશે.

ઓફિસે થયું હતું આવું :

આલિયા એ કહ્યું કે જયારે હું ઓફીસ સે પહોચી ત્યારે ત્યાં પહેલા થી જ ઇમરાન હાશમી, મારી મોટી બહેન પૂજા, કાકા મુકેશ ભટ્ટ ની સાથે બીજા ઘણા બધા લોકો હતા. આલિયા ભટ્ટ એ આગળ કહ્યું હતું કે તે ખુબ જ ગભરાઈને પપ્પા ની ઓફીસ માં ગઈ હતી. ઓફીસ માં ગઈ ત્યારે મને પપ્પા એ પૂછ્યું કે શું તું નર્વસ છો? તેઓ એ મને કહ્યું કે ચાલ હવે બધાની સામે આવી ને ઉભી રહી જા. પછી તેઓએ કહ્યું કે શું હજી તું નર્વસ છો? આલિયા એ કહ્યું કે પપ્પા ની આ વાત સાંભળી ને પેલા તો મને ગુસ્સો આવ્યો અને પછી વાત કરતા કરતા હું રોવા લાગી હતી. તે સમયે મને એ ડર લાગતો હતો કે મારું બાળપણ થી જ અભિનય કરવાનું સપનું ટુટી ન જાય.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!