બે ગરીબ ઓટો વાળાઓને મળ્યું સોના થી ભરેલ બેગ અને પછી જે થયું એ તમે કલ્પી પણ નહિ શકો

આજના જમાના માં ઈમાનદાર લોકો ખુબ જ ઓછા મળે છે. ખાસકરીને જયારે વાત લાખો રૂપિયા ની હોય તો કોઈ ને પણ લાલચ આવી જાય છે.આજકાલ લોકો ના શોખ પણ એવા હોય છે કે તેઓ જલ્દી પૈસાદાર બનવાનું સપનું જુએ છે.એવા માં જો કોઈ ને છપ્પડ ફાડી ને પૈસા મળી જાય તો તેને ખુશી કઈક અલગ જ હોય છે.

વિચારો કે તમે રસ્તા પર જતા હોવ અને તમને સોના થી ભરેલું એક બેગ મળી જાય તો તમે શું કરશો ? ખરેખર મોટા ભાગના લોકો ખુશ થઇ જાય અને છાના મુના પોતાના ઘરે લઇ જઈ ને પોતાની તિજોરી માં રાખી દેશે. પરંતુ તેઓ એવું નથી વિચારતા કે જેનું સોના થી ભરાયેલ બેગ ખોવાઈ ગયું હશે તેનો શું હાલ થયો હશે.હવે બીજા કોઈ ના વિશે તો ખબર નહિ પણ પુણે ના બે ઈમાનદાર રીક્ષા વાળાઓને આ વિચાર જરૂર આવ્યો હતો.

આ છે આખી ઘટના :

થયું આવું હતું કે પુણે ના રેલ્વે સ્ટેશન ની નજીક પાર્કિંગ બુથ માં એક બેગ પડેલું મળ્યું હતું. એવા માં પેસેન્જર ની રાહ જોઈ રહેલા બે રિક્ષાવાળાઓ અતુલ ટીલેકર અને ભારત ભોસલે ની નજર આ બેગ પર પડી.જયારે આ બંને એ આ બેગ ખોલ્યું તો તે બેગ આખું સોના નું ભરેલું હતું.

એવા માં આ બંને એ પોતાની ઈમાનદારી નો પરિચય આપ્યો અને કોઈ પણ જાતની લાલચ વગર આ બેગ ને સીધું પોલીસ સ્ટેશન લઇ ગયા.અહી પોલીસ એ તે બેગ ના સાચા માલિક દીપક ચિતરાલા ને સોપી દીધું.જણાવી દઈએ કે દીપક એ પણ પોતાના બેગ ના ખોવાઈ જવાની રીપોર્ટ લખવી હતી.

અહી દીપક ભાઈ ના નસીબ સારા હતા કે આ બેગ બે ઈમાનદાર રીક્ષા વાળાઓ ના હાથ માં આવ્યું હતું. જો આ બેગ કોઈ લાલચુ માણસ ના હાથ માં આવ્યું હોત તો તેમને લાખો રૂપિયા નું નુકસાન થઇ જાત. સુત્રો ના જણાવ્યા મુજબ બેગ ની અંદર ૭.૫ લાખ રૂપિયા નું સોનું હતું.

આ રીતે આપ્યું પોતાની ઈમાનદારી નું બીજું સબુત :

જો તમે આ બંને રીક્ષા વાળા ની ઈમાનદારી વિશે જાણીને ઈમ્પ્રેસ થઇ ગયા હોય તો તમને બીજી એક વાત પણ જણાવીએ છીએ કે જયારે સોના થી ભરેલા બેગ ના માલિક દીપક ને જયારે બેગ સોપવામાં આવી ત્યારે તેણે આ બંને રીક્ષા વાળા ઓ ને થોડા પૈસા આપવા નો પ્રયત્ન કર્યો પરંતુ પોતાની ઈમાનદારી નું બીજું સબુત આપતા તે બંને રિક્ષાવાળાઓ એ આ પૈસા લેવા ની પણ નાં પાડી દીધી હતી.

સોશિયલ મીડિયા માં પણ થઇ રહ્યા છે વખાણ :

બીજી બાજુ સોશિયલ મીડિયા માં પણ આ બંને રિક્ષાચાલકો ના ખુબ જ વખાણ થઇ રહ્યા છે.લોકો નું કહેવું છે કે આજ ના જમાના માં જો બધાજ લોકો આવા ઈમાનદાર બની જાય તો આ દુનિયા કેવી સુંદર થઇ જાય.પરંતુ કળવું સત્ય એ છે કે આ કલયુગ છે અને અત્યારે ઈમાનદાર લોકો ખુબ જ ઓછા જોવા મળે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!