બ્યુટી ક્વીન જેકલીને ૧૧ વર્ષે બોલીવુડના કડવા સત્ય પરથી પડદો ઉઠાવ્યો – ફિલ્મ માટે આવી ડીમાંડ કરવામાં આવી હતી

બોલીવૂડ માં જેટલી ચમક જોવા મળે છે, એવા જ કાળા પડદા પણ છે. જે સામાન્ય લોકો સુધી પહોચી નથી શકતી. વર્ષ ૨૦૧૮ માં #મી ટુ કેમ્પેન ચાલ્યું હતું. જેના દ્વારા ઘણા બધા કેસ સામે આવ્યા હતા કે જે આશ્ચર્ય ચકિત કરી દે તેવા હતા અને હવે બોલીવૂડ ની એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીસ કેટલાક એવા કાળા સત્ય વિશે જણાવી રહી છે કે જે સાંભળી ને તમારા હોશ ઉડી જશે.

જૈક્લીન એ બોલીવૂડ ના કેટલાક કાળા સત્યો પરથી પડદો ઉઠાવ્યો હતો અને જો તમે હિન્દી સિનેમા ના પ્રશંસક હોય તો તમારે આ વિશે જરૂર જાણવું જોઈએ.

જૈક્લીન ફર્નાન્ડીસ એ જણાવ્યું આવું :

શ્રીલંકન એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીસ હવે બોલીવૂડ નું જાણીતું નામ બની ચુકી છે. ફિલ્મ જગત માં તેઓએ ફિલ્મ થી વધુ પોતાની બોલ્ડ ઈમેજ લોકો ના દિલમાં બનાવી લીધી છે. આ સમયે ફિલ્મ અટેક ની શુટિંગ માં વ્યત છે અને સાથે જ તે બીગ બોસ – ૧૩ માં રનર અપ રહી ચુકી આસિમ રિયાઝ ની સાથે એક મ્યુઝીક વિડીયો માં પણ કામ કર્યું હતું.

પરંતુ હાલ માં જ જૈક્લીન એ ફિલ્મ જગત માં પોતાની એન્ટ્રી અને સંઘર્ષ ના દિવસો વિશે વાત શેર કરી હતી. તેણે જણાવ્યું હતું કે, “મને શરૂઆત માં જ કહેવામાં આવ્યું હતું કે નોઝ જોબ કરાવી લો અને નામ પણ બદલી લો. તે સમયે મને ફિલ્મ જગત વિશે વધુ જાણકારી ના હતીજેને લીધે મેં વિચાર્યુ હતું કે કદાચ આ બધું કરિયર માટે જરૂરી હશે.મેં એ નક્કી કરી લીધું કે મારે માત્ર મારા મગજ થી જ કામ લેવું પડશે”

આ નામ રાખવાનું કહેવામાં આવ્યું હતું :

જૈક્લીન એ સાથે જ કહ્યું હતું કે “શરૂઆત માં હું ખુબ જ શાંત અને સ્થિર થઇ ગઈ હતી કેમકે હું બોલીવૂડ માં નવી હતી. ધીરે ધીરે સારી વસ્તુઓ મેં વિચાર્યું હતું એ મુજબ થવા લાગ્યું અને તે સમયે મને કહેવામાં આવ્યું હતું કે હું મારું નામ બદલી ને મુસ્કાન રાખી દવ.’

આ સાથે જ તેણે કહ્યું કે, “શરૂઆત માં મને ખુબ જ અજીબ સલાહો આપવામાં આવી હતી. કોઈ એ મને કહ્યું હતું કે મારે મારી આઈ બ્રો ડાર્ક કરાવી લેવી જોઇએ, પરંતુ મેં વાત ન માની હતી.એટલું જ નહિ મને બોલીવૂડ માં શ્રીલંકા ની હોવાને કારણે ભેદભાવ નો સામનો કરવો પડ્યો હતો. મને યાદ છે કે જયારે મેં દિવાળી પર એક વાર સાડી પહેરી હતી, ત્યારે લોકો એ કહ્યું હતું કે એટલી બધી મહેનત શા માટે કરી રહી છો. આ વાત હું હજી સુધી નથી ભૂલી શકી”

મિસ શ્રીલંકન બની ચુકી છે :

જૈક્લીન એ મિસ શ્રીલંકન નો ખિતાબ જીતી ચુકી છે અને તે ત્યાં ની ખુબ જ સારી અભિનેત્રી છે. વર્ષ ૨૦૦૯ માં ફિલ્મ અલાદીન થી તેણે બોલીવૂડ માં એન્ટ્રી કરી હતી. તેમાં તેની સાથે રીતેશ દેશમુખ અને અમિતાભ બચ્ચન મુખ્ય પાત્ર માં હતા.

આ પછી તેણે બોલીવૂડ માં ઘણી બધી ફિલ્મો કરી છે જેમાં હાઉસફુલ, કિક, રેસ-૩, જુડવા-૨, હાઉસફુલ-૨, જેવી ઘણી બધી ફિલ્મો માં કામ કર્યું હતું. ફિલ્મ જગત માં રહેવા દરમિયાન તેઓએ ફિલ્મ મેકર સાજીદ ખાન નો ખુબ જ સપોર્ટ મળ્યો હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે તેની સાથે સંબંધ માં પણ હતી પરંતુ આ ખબર પર બંને એ કોઈ વાત ન કરી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!