બીજી દીકરીને જન્મ આપીને ઈશા દેઓલ રડવા લાગેલી – કારણ જાણી હેમા માલિનીને આશ્ચર્ય થયુ

બોલીવૂડ ની ડ્રીમ ગર્લ હેમા માલિની પોતાના કરિયર માં એક થી વધુ એક સારી ફિલ્મો કરી ચુકી છે. ફિલ્મો સિવાય તે પોતાના અંગત જીવન ને લઈને પણ ઘણી વખત ચર્ચા માં હોય છે. તેમની પુત્રી ઈશા દેઓલ એ પણ પોતાની માતા ની જેમ ઘણી ફિલ્મો માં કામ કરવાનું ઈચ્છ્યું હતું પરંતુ નસીબ એ તેનો સાથ ન આપ્યો. આના પછી તેણે એક બિઝનેસમેન ની સાથે લગ્ન કરી લીધા હતા.

લગ્ન પછી તેણે એક બાળકી ને જન્મ આપ્યો હતો અને જયારે તેણે બીજી વખત પણ એક બાળકી ને જન્મ આપ્યો ત્યારે તે રળવા લાગી હતી, તેના દિલ ની વાત હેમા આવી રીતે સમજી ગઈ હતી.

૧૦ જુને આપ્યો હતો જન્મ :

૧૦ જુન ૨૦૧૯ ના દિવસે ઈશા એ પોતાની બીજી દીકરી ને જન્મ આપ્યો હતો. ઈશા એ પોતાની બીજી દીકરી નું નામ મિરાયા રાખ્યું છે. હમણાં તે માતૃત્વ નો આનંદ માણવા ની સાથે પુસ્તકો પણ લખી રહી છે. એક્ટ્રેસ હોવા ની સાથે જ ઈશા એક લેખક પણ છે. 

હાલ માં જ તેની એક પુસ્તક “અમ્મા મિયા” લોન્ચ થઇ છે. પહેલી દીકરી આરાધ્યા બાદ જયારે ઈશા એ બીજી દીકરી ને જન્મ આપ્યો ત્યારે તે એક બિમારી ની શિકાર થઇ ગઈ હતી. ઈશા રાત દિવસ રળતી જ રહેતી હતી અને તેની સારી થઇ જવા માટે પ્રાર્થના કરતી હતી.

આ બિમારી ની શિકાર હતી :

ઈશા એ આ વિશે ઈશા એ એક ચેનલ શો માં જણાવ્યું હતું કે, ઈશા દેઓલ જે બિમારી ની શિકાર થઇ ગઈ હતી તે બિમારી હાર્મોન્સ ના ઉતાર-ચઢાવ ને લીધે થાય છે. લોકો આ બીમારી ને પોસ્ટમાર્ડેમ પણ કહે છે. આ બીમારી ને લીધે માણસ નો મૂળ વારંવાર બદલાઈ જાય છે અને ઇશા આ બિમારી ની શિકાર થઇ ગઈ હતી. 

આ વિશે ઈશા એ ખબર ન હતી પરંતુ ઈશા મુજબ એક દિવસ તેની માતા એટલે કે હેમા એ આ વાત નોંધી અને તેને ગંભીરતા થી લેવા માટે લોહી નું ચેકઅપ કરાવ્યું.

આવું જણાવ્યું હતું ઈશા એ :

ઈશાએ જણાવ્યું હૂત કે “મેં માં ની સલાહ માની અને લોહી નું ચેકઅપ કરાવ્યું. જેના પછી હું એક જ મહિના માં સારી થઇ ગઈ. આવી જ હાલત મારી બીજી દિકરી ના જન્મ સમયે પણ થઇ ગઈ હતી, જોકે માં એ મારી સમસ્યા ને સમજી અને મારો સાથ આપ્યો”.

ઈશા એ બોલીવૂડ ના પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્ર અને હેમા માલિની ની પુત્રી છે.ઈશા દેઓલ એ વર્ષ ૨૦૧૨ માં એક બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કરી લીધા હતા.ઈશા એ પોતાના જીવન માં ઘણી ફિલ્મ કરી છે જેમાં ના તુમ જાનો ના હમ, કારગીલ, ક્યાં દિલ ને કહા, ધૂમ, નો એન્ટ્રી, કાલ, દસ, ક્યા દિલ ને કહા વગેરે જેવી ઘણી બધી ફિલ્મો કરી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!