બોલીવુડના ૧૨ સિતારાઓના સ્ટંટમેન – આ રીયલ હીરો સાથે કામ કરીને જ આખો એક્શન સીન આ રીતે બને છે

બોલીવૂડ ફિલ્મો માં અવાર નવાર ઘણા બધા જોખમી સ્ટંટ સીન જોવા મળે છે. આ જોખમી સ્ટંટ કરવા માટે મોટા ભાગે બધા એકટરો ના એક બોડી ડબલ હોય છે. આ વ્યક્તિ તે હીરો જેવા જ કપડા પહેરે છે અને મેકઅપ કરે છે અને એ પછી પોતે સ્ટંટ કરે છે. આજે અમે તમને બોલીવૂડ સિતારાઓ ના કેટલાક સ્ટંટમેન વિશે જણાવવા ના છીએ કે જેઓ પ્રખ્યાત છે.

સલમાન ખાન (એક થા ટાઇગર) :

સલમાન ખાન ને લોકો એ ઘણા બધા એક્શન સીન કરતા જોયા હશે. આ બધા સીન જોવા લોકો ને ખુબ જ પસંદ આવે છે. સલમાન ની “એક થા ટાઇગર” માં પણ ઘણા બધા એક્શન સીન હતા. આ ફિલ્મો માં વધુ પડતા સ્ટંટ Jawed El Berni નામના વ્યક્તિ એ સલમાન ના રૂપ માં કર્યા હતા.

કેટરીના કૈફ (ધૂમ ૩) :

ધૂમ ૩ ફિલ માં આમીર ખાન ની સાથે હિરોહીન તરીકે કેટરીના કૈફ હતી. આ ફિલ્મ માં કેટરીના ના પણ ઘણા બધા સ્ટંટ હતા. આ બધા સ્ટંટ તેમની સ્ટંટ ડબલ છોકરી એ કર્યા હતા.જોકે “કમલી” ગીત માં જે બધા સ્ટંટ હતા તે તો કેટરીના એ પોતે જ કર્યા હતા.

હ્રીતિક રોશન (મોહેંજો દડો) :

હ્રીતિક ની શાનદાર બોડી ને જોઈ ને એવું લાગે છે કે તેઓ પોતે પોતાના સ્ટંટ જાતે કરતા હશે. પરંતુ મોહેંજો દડો ફિલ્મ માં એવું નથી થયું. આ ફિલ્મ માં જેટલા પણ એક્શન સ્ટંટ જોવા મળ્યા હતા તે બધા એક સ્ટંટ સ્પેશ્યાલીસ્ટ ની એક ટીમ એ કર્યું હતું.

અભિષેક બચ્ચન (રાવન) :

રાવન ફિલ્મ માં અભિષેક બચ્ચન ના બધા જ ખતરનાક સ્ટંટ એમ એસ બલરામ એ કર્યા હતા. બલરામ અને અભોષેક ની ઉંચાઈ અને બાંધો લગભગ એક જેવા જ છે. આજ કારણે કોઈ ને એવી ખબર નથી પડતી કે અભિષેક એ આ સ્ટંટ નથી કર્યા પરંતુ તેમના સ્ટંટ મેન એ કર્યા છે.

આમિર ખાન (ધૂમ ૩) :

ધૂમ ૩ ફિલ્મ માં ઘણા બધા બાઈક ના સ્ટંટ કરવામાં આવ્યા છે, જેને આમિર એ નહિ પરંતુ સ્પેશિયલ બાઈક રાઈડર એ કર્યા હતા.

અક્ષય કુમાર (ચાંદની ચૌક ટુ ચાઈના) :

આમ તો બોલીવૂડ ના સૌથી ફીટ અને પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમાર પોતાના સ્ટંટ જાતે જ કરવાનું પસંદ કરે છે પરંતુ કેટલાક ખાસ મોકાઓ પર તેઓને પણ પોતાના સ્ટંટ મેન નો ઉપયોગ કરવો પડે છે.

પ્રિયંકા ચોપડા (મેરી કોમ) :

આમ તો પ્રિયંકા એ મેરી કોમ ફિલ્મ માં મહિલા બોક્ષર બનવા માટે ખુબજ મહેનત કરી હતી, પરંતુ કેટલાક ખાસ ફાઈટીંગ સિન માં એક્સપર્ટ મહિલા બોક્સર રાખવામાં આવી હતી.

શાહરૂખ ખાન (ફૈન અને ડોન) :

શાહરૂખ ખાન એ ફૈન ફિલ્મ માં ડબલ રોલ કર્યો હતો. આમાં કેટલાક જોખમી સ્ટંટ શાહરૂખ ના સ્ટંટ મેં એ કર્યા હતા. આવી જ રીતે શાહરૂખ ની ફિલ્મ ડોન ના છેલ્લે તેઓ છત પર જે જોખમી સ્ટંટ કરે છે તેમાં પણ સ્ટંટ મેન નો ઉપયોગ થયો હતો.

રાની મુખર્જી (મર્દાની) :

મર્દાની ફિલ્મ માં રાની ના ઘણા બધા એક્શન સીન હતા જેને તેમની બોડી ડબલ એ કર્યા હતા.

ડિમ્પલ કપાડિયા :

ફિલ્મ જગત માં રેશમા નામની એક મહિલા છે કે જે છેલ્લા ૩૦ વર્ષ થી સ્ટંટ કરે છે. ઘણી બધી અભિનેત્રીઓ ની બોડી ડબલ બની ચુકી રેશમાં એ એક્ટ્રેસ ડિમ્પલ કપાડિયા ના સ્ટંટ પણ કર્યા હતા.

હેમા માલિની :

રેશમા જ એ છોકરી છે કે જેણે શોલે ફિલ્મ માં હેમા માલિની ના કેટલાક સ્ટંટ કર્યા હતા.ખાસ કરીને હેમા જયારે ધન્નો ની સાથે ઘોડા ગાડી દોડાવે છે તે સીન.

રણવીર સિંહ (બાજીરાવ મસ્તાની) :

રણવીર ની બાજીરાવ મસ્તાની ફિલ્મ માં તલવાર થી લડાઈ ના ઘણા બધા સીન છે, જેને પ્રોફેશનલ તલવારબાજો એ પરફોર્મ કર્યા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!