કોરોનાએ મુકેશ અંબાણીની એશિયાના નં.૧ અમીરની જગ્યા છીનવી લીધી – હવે આ વ્યક્તિ છે પહેલા નંબર પર

કોરોના વાઈરસ ને કારણે બજારો માં ખુબ જ સુસ્તી જોવા મળી રહી છે અને આ વાઈરસ ને લીધે આખી દુનિયાની અર્થવ્યવસ્થા માં ખુબ જ ખરાબ અસર જોવા મળી રહી છે.કોરોના વાઈરસ ને લીધે શેર બજાર માં ખુબ જ મોટું ગાબડું પડ્યું છે અને તેને લીધે દરરેક કંપનીઓ ના શેર ના ભાવ નીચે પડ્યા છે. આ વાઈરસ ને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ફાયદા ને ખુબ જ અસર થઇ વહે અને આ કંપની ના શેર માં ખુબ જ ઘટાડો જોવા મળ્યો હતો.

સોમવારે ઘટયા હતા ૧૩ ટકા :

સોમવારે શેર બજાર માં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના શેર ની કીમત માં ૧૩ ટકા નો ઘટાડો જોવા મળ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના શેર માં આટલો મોટો ઘટાડો ૧૧ વર્ષ પહેલા થયો હતી અને વર્ષ ૨૦૦૯ પછી આવું પહેલી વાર બન્યું છે કે જયારે આ કંપની ના શેર માં એટલા બધા ઘટ્યા હતા.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના શેર માં આવેલા આ ઘટાડા ને મુકેશ અંબાણીએ એશિયા ના સૌથી અમીર વ્યક્તિ હોવા નો ખિતાબ છીનવી લીધો છે.તેમની કંપની ના શેર માં થયેલા ઘટાડા ને કારણે મુકેશ અંબાણી ની કુલ સંપતિ ૪૧.૮ અરબ ડોલર રહી ગઈ છે કે જેમાં ૫.૮ અરબ ડોલર જેટલો ઘટાડો થઇ ગયો છે.

આ વ્યક્તિ બન્યા એશિયા ના સૌથી અમીર વ્યક્તિ :

મુકેશ અંબાણી ની સંપતિ ઓછી થવા ને લીધે તેઓ એશિયા ના સૌથી અમીર વ્યક્તિ ને બદલે એશિયા ના બીજા નંબર ના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. આ સાથે જ પહેલા સ્થાન પર ચીન ના જૈક માં આવી ગયા છે.

હવે ચીન ના જૈક માં એ એશિયા ના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.તેમની સંપતિ ૪૪.૫ અરબ ડોલર છે.મુકેશ અંબાણી નું દુનિયા ના અમીર લોકો માં ૧૯ મુ સ્થાન છે. જયારે જૈક માં નું સ્થાન આ લીસ્ટ માં ૧૮ માં ક્રમે છે.

આ રીતે થઇ અસર વેપાર માં :

કોરોના વાઈરસ ને લીધે વેપાર જગત માં ખુબ જ નુકસાન થઇ રહ્યા છે. ઈરાક માં આ વાઈરસ ફેલાયા બાદ કાચા તેલ ની કીમત ઘટી ગઈ છે.આ કાચા તેલ ની કિમત ઘટી જવા ને કારણે તેનો અસર  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના વેપાર પર પડી રહી છે.

આ સિવાય શેર બજાર માં થયેલા ઘટાડા ને લીધે પણ રોકાણકારો એ પોતાના શેર ને વેંચી દેવાનું શરુ કરી દીધું છે અને તેને લીધે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના શેર ના ભાવ માં ખુબજ ઘટાડો થઇ ગયો છે.

શું છે કોરોના વાઈરસ ?

કોરોના વાઈરસ એક જીવલેણ વાઈરસ છે, કે જે ધીરે ધીરે દુનિયા ભાર માં ફેલાઈ રહ્યો છે.આ વાઈરસ ને મહામારી ઘોષિત કરી દેવા માં આવ્યો છે.આ વાઈરસ ને કારણે ૪૦૦૦ લોકો ના મૃત્યુ થઇ ગયા છે અને ૧ લાખ થી વધુ લોકો ને આ વાઈરસ ની અસર થઇ ગઈ છે.

અત્યાર સુધી કોરોના વાઈરસ ની દવા મળી નથી. સાથે જ કોરોના વાઈરસ ને કારણે ભારત એ એવા દેશો ના વિઝા રદ કરી દીધા છે કે જ્યાં આ વાઈરસ ફેલાઈ ગયો છે.જે દેશો માં આ વાઈરસ ફેલાયેલો છે ત્યાં લાંબા સમય થી કામ ધંધાઓ બંધ હાલત માં છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!