કોરોના વાઇરસને લઈને ભારતીય વૈજ્ઞાનિકોને એ આ સિદ્ધિ હાંસલ કરી – ગર્વ થશે વાંચીને

આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા ઘણા મહિનાઓ થી ચીન ના વુહાન શહેર થી ફેલાવા ના શરુ થયેલ કોરોના એ તબાહી મચાવી દીધી છે, હવે અત્યાર સુધી માં કોરોના ના સૌથી વધુ કેસ ચીન માં જોવા મળ્યા છે, પરંતુ હવે ત્યાં કોરોના વાયરસ ના કેસો ઓછો થવા લાગ્યા છે અને ઇટલી, ઈરાન, સ્પેન અને યુ.એસ.એ માં હવે કોરોના ના કેસો વધવા લાગ્યા છે. આ વાયરસ ને ફેલાતો અટકાવવા માટે ઘણા બધા શહેરો તથા રાજ્યો ને લોક કરી દેવામાં આવ્યા છે.

ઘણા વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે કોરોના ની દવા :

ખુબ જ ઝડપ થી ફેલાઈ રહેલા આ કોરોના વાઈરસ ની અસર દુર કરવા માટે ની દવા કે રસો શોધી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ પણ દેશના વૈજ્ઞાનિકો ને સફળતા મળી નથી. ભારત ના વૈજ્ઞાનિકો પણ આ વાઈરસ ની અસર ને દુર કરવા માટે ની રસી શોધી રહ્યા છે.

ભારત ના વૈજ્ઞાનિકો ને મળી આ સફળતા :

કોરોના વાઈરસ ને લોકો થી આઈસોલેટ કરવા માટે ચીન, જાપાન, અમેરિકા અને થઈલેન્ડ બાદ ભારત એવો પાંચમો દેશ બન્યો છે કે જ્યાંના વૈજ્ઞાનિકો ને આ કોરોના વાઈરસ ને આઈસોલેટ કરવા માટે સફળતા મળી ગઈ છે. આમ તો ભારત ની વસ્તી પ્રમાણે કોરોના ને ભારત માં આઈસોલેટકરવો ખુબ જ અઘરું છે પણ હવે ભારત ને પણ આ વાઇરસ થી આઈસોલેટ કરવા માટે ની સફળતા મળી ગઈ છે.

જોવા મળ્યા આટલા બધા કેસો :

અત્યાર સુધી માં વાત કરીએ તો કોરના વાઈરસ ના વિશ્વભર માં ૧,૬૯,૬૦૫ કેસો જોવા મળ્યા છે, જેમાંથી ૬૫૧૮ લોકો ના મૃત્યુ થયા છે, ૭૭,૭૭૬ જેટલા લોકો આ વાઈરસ ની અસર થી મુક્ત થઇ ગયા છે. આમાં ભારત માં ૧૦૧ પોઝીટીવ કેસ થયા છે જેમાંથી બે વ્યક્તિઓ ના મૃત્યુ થયા છે અને ત્રણ લોકો ને આ વાઈરસ ની અસર થી મુક્ત કરી દેવામાં આવ્યા છે.

ICMR ના વૈજ્ઞાનિકે કહ્યું આવું :

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ ના વૈજ્ઞાનિક રમન ગંગાશંકર ના જણાવ્યા મુજબ કોરોના વાઈરસ ને સરળતા થી લોકો થી દુર રાખી શકાય તેમ નથી એટલે કે લોકો ને આ વાઈરસથી અઈસોલેટ રાખવું ખુબ જ મુશેકલ છે એવામાં ભારત ના વૈજ્ઞાનિકો ને કોરોના વાઈરસ નાં આઈસોલેશન માં સફળતા મળી છે તે ખુબ જ મોટી અને ગર્વ કરવા જેવી વાત છે.

ટેસ્ટીંગ કરવું બનશે ખુબ જ સરળ :

આગળ ભારતીય વૈજ્ઞાનિક રમન ગંગાશંકર એ જણાવ્યું કે કોરોના ને અઈસોલેટ રાખવામાં સફળતા મળ્યા બાદ તેની રસી કે દવા શોધવામાં અને તેના ટેસ્ટીંગ માં ખુબ જ સરળતા રહેશે. ખુબ જ સરળ ભાષા માં સમજાવીએ તો વૈજ્ઞાનિકો એ કોરોના ના દર્દી ના શરીર માંથી કોરોના નાં વાઈરસ ને બહાર કાઢવામાં સફળ થયા છે. હવે સીધી સાધી વાત એ છે કે કોઈ પણ વાઈરસ ની અસર થી મુક્તિ માટે ની દવા કે રસી એ તે વાઈરસ માંથી જ બનતી હોય છે જેને લીધે હવે કોરોના વાઈરસ નું ટેસ્ટીંગ અને તેની દવા કે રસી બનાવવી એ ખુબ જ સરળ થઇ જશે.

કોરોના ની કોઈ ચોક્કસ સારવાર નથી :

કોરોના વાઈરસ ની કોઈ દવા કે રસી હજી સુધી શોધાઈ નથી એટલા માટે અત્યારે એઇડ્સ ની સારવાર માં વપરાતી રસી નો ઉપયોગ કોરોના ના દર્દીઓ પર કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજી સુધી એ વિશે ખબર પડી નથી કે તે કોરોના ના દર્દીઓ ને કેટલોક ફાયદો કરે છે.

૬૫ જેટલી લેબ કાર્યરત છે આખા દેશ માં :

કોરોના વાઈરસ ના ટેસ્ટીંગ માટે આખા દેશ માં કુલ ૬૫ લેબો કાર્યરત છે,આ લેબો માં અત્યાર સુધી માં ૫૯૦૦ લોકો ના કુલ ૬૫૦૦ નમૂનાઓ મેળવી લેવામાં આવ્યા છે અને આ લેબો ની ક્ષમતા ૯૦ જેટલા નમૂનાઓ ને તપાસવા ની છે.આ લેબો રાતદિવસ કામ કરી રહી છે. હવે રાહ એ વાત ની જોવા ની છે કે ક્યારે વૈજ્ઞાનિકો ને કોરોના વાઈરસ ની દવા કે રસી બનાવવા માં સફળતા મળે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!