કોરોના વાઈરસ સામે ફાઈટ આપીને સાજો થયેલો પહેલો ભારતીય – આવું મહેસુસ થયું અને આ રીતે સારવાર થઇ

દિલ્લી માં કોરોના વાઈરસ નો જે પહેલો કેસ થયો હતો તે મયુર વિહાર ના રોહિત દત્તા નો હતો. રોહિત દત્તા પોતાની ઇટલી યાત્રા પરથી પાછા ફર્યા હતા અને તેઓ દિલ્લી માં કોરોના વાઈરસ ના પહેલા દર્દી હતા. ૪૫ વર્ષ ના રોહિત દત્તા હવે એકદમ સજા થઇ ગયા છે અને હોસ્પિટલ વાળા લોકો એ તેમને રાજા પણ આપી દીધી છે. 

રોહિત દત્તા એ મીડિયા ની સાથે ની વાત માં પોતાની સારવાર વિશે જણાવ્યું હતું. રોહિત દત્તા ને શનિવાર એ સફરદંગ હોસ્પિટલ માંથી રાજા આપી દેવા માં આવી અને તેઓ કોરોના ની અસર થી સંપૂર્ણ પણે મુક્ત થઇ ગયા છે, તેમને એવું કહેવામાં આવ્યું હતું. રોહિત ને હોસ્પિટલ માં આઇશોલેશન માં રાખવામાં આવ્યા હતા કે જે કોઈ પ્રાઈવેટ વોર્ડ ના વી આઈ પી ને જેમ રાખવામાં આવે છે તેમ જ.તેઓ ને હોસ્પિટલ માં સારું જમવાનું આપવામાં આવતું હતું અને તેઓ પોતાના પરિવાર જનો સાથે વાત પણ કરી રહ્યા હતા.

ડો. હર્ષવર્ધન એ કર્યો કોલ :

રોહિત મુજબ જયારે તેમની સારવાર હોસ્પિટલ માં ચાલી રહી હતી ત્યારે તેમની તબિયત વીશે પૂછવા માટે પોતે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન એ વિડીયો કોલ કર્યો હતો. ઘણી વાર સુધી તેઓએ રોહિત ની સાથે વાત કરી હતી અને તેમને હિંમત પણ આપી હતી. રોહિત એ અંદાજે ૧૦ થી ૧૨ મિનીટ સુધી હર્ષવર્ધન ની સાથે વાત કરી હતી.

આ વાતચિત માં હર્ષવર્ધન એ રોહિત ને જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની તબિયત વિશે જાણવા માંગે છે. મોદી જી એ પણ તેઓ જલ્દી સજા થઇ જાય, તે માટે પ્રર્થના કરી છે. રોહીત એ કહ્યું કે બધા ને એવું લાગે છે કે ખબર નહિ હું સ્વસ્થ થઇ શકીશ કે નહિ પરંતુ ડોકટરો ને પૂરો વિશ્વાસ હતો કે મને કાઈ જ નહિ થાય.

ટેસ્ટીંગ માં મોકલવામાં આવ્યા બે સેમ્પલ :

રોહીત એ જણાવ્યું કે તેમની સારવાર દરમિયાન ૯ થી ૧૧ માર્ચે બીજી વખત તેમના સેમ્પલ લઈને ટેસ્ટીંગ માં મોકલવામાં આવ્યા અને તે સમયે તેમની રીપોર્ટ નેગેટીવ આવી હતી. જેના પછી તેઓ ને ૧૪ તારીખે રજા આપી દીધી હતી. જોકે રાજા દીધા બાદ પણ ડોકટરો એ તેમને ૧૪ દિવસ સુધી ઘર માં બધા જ લોકો થી અલગ રહેવા માટે કહ્યું અને હવે તેઓ કોરોના વાઈરસ થી પૂરી રીતે મુક્ત થઇ ગયા છે.

સરકાર ના પ્રયત્નો ના કર્યા વખાણ :

રોહિત એ પોતે સરકાર દ્વારા કોરોના ને નિયંત્રણ માં રાખવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો ના ખુબ જ વખાણ કર્યા અને લોકો ને જણાવ્યું કે તેઓ ગભરાય નહિ અને ઘર માં બંધ થઇ ને રહે નહિ. ખુબ જ સાવધાન રહે અને કોરોના ના લક્ષણો ની જાણ થતા તરતજ હોસ્પિટલ માં ટેસ્ટ કરાવવા માટે પહોચી જાય. 

રોહિત ના જણાવ્યા મુજબ આરએમએલ હોસ્પિટલ માં કોરોના ના દર્દીઓ ના ટેસ્ટીંગ માટે ખુબ જ સારી સુવિધાઓ છે અને ચેકઇન કાઉન્ટર પણ બનાવેલું છે.ત્યાં જઈને એક ફોર્મ ભરવાનું હોય છે, જેના પછી ડોક્ટર તમારી ટેસ્ટ કરી દે છે.

આવી રીતે લેવામાં આવે છે સેમ્પલ :

કોરોના વાઈરસ ની પરખ માત્ર નાક અને ગાળા ના સ્વેબ દ્વારા જ કરવામાં આવે છે. ઘણા લોકો ને એવું લાગે છે કે સેમ્પલ દેતી વખતે તેમનું લોહી લેવામાં આવશે પરંતુ આ વાત સાચી નથી. આ વાઈરસ ની ટેસ્ટ ખુબ જ સરળ છે અને સેમ્પલ આપતી વખતે કોઈ પણ પ્રકાર નું દર્દ થતું નથી. રોહિત ના જણાવ્યા મુજબ જો સાચી દવા અને ડોક્ટર નું સુપરવિઝન મળે તો આ બીમારી થી બચી શકાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!