કોરોનાના કહેરથી બચવા આટલી વસ્તુઓનો ઉપયોગ આજથી જ બંધ કરી દો – ડરવાને બદલે અવેરનેસ લાવો

આપણે બધા જ જાણીએ છીએ કે અત્યારે ચીન થી ફેલાવાના શરુ થયેલા કોરોના વાઈરસ અત્યારે આખી દુનિયા ના ૧૧૮ થી વધુ દેશો માં કહેર મચાવી રહ્યો છે. ચીન માં તો કોરોના વાઈરસ ના સૌથી વધુ કેસ જોવા મળ્યા જ છે, પરંતુ એના પછી યુરોપ માં પણ આ વાઈરસ ના ઘણા બધા કેસ જોવા મળ્યા છે.

ભારત માં પણ ફેલાયો છે કોરોના :

ચીન થી શરુ થયેલો આ વાઈરસ એ ભારત માં પણ ફેલાય રહ્યો છે અને અત્યાર સુધી કોરોના વાઈરસ ને કારણે ૨ વ્યક્તિઓ ના મૃત્યુ થયા છે. અને આ વાઈરસ ની અસર ના દર્દીઓ ની સંખ્યા વધી જ રહી છે. એવામાં આજે અમે તમને આ વાઈરસ થી બચવા માટે આજથી કેટલીક વસ્તુઓ નો આજથી જ બંધ કરવો પડશે તેના વિશે જણાવવા ના છીએ.

આ બાબતો નું રાખવું ધ્યાન :

  • કોરોના વાઈરસ થી બચવા માટે તમારે નીચેની બાબતો નું ધ્યાન રાખવું જોઈએ.
  • ભીડ થી દુર રહો અને લોકો સાથે સંપર્ક ટાળો.
  • ઘરમાં વાસી ખોરાક ન રાખો કે ન ખાવો.
  • બહાર નું જમવાનું ટાળો અને બને તો ગરમા ગરમ જ ખોરાક લેવો.
  • થઇ શકે તો કાચા શાકભાજી નું સૌથી વધુ સેવન કરવું.
  • બની શકે તો ગરમ પાણી પીવુ.
  • શાકભાજી કે ફળો ને ખાતા પહેલા સરખી રીતે ધોઈ લેવા.
  • હાથ વ્યવસ્થિત રીતે જમતા પહેલા અને જમ્યા બાદ ધોવા.

આ સિવાય હાથ ધોતી વખતે આપણે કેટલીક ભૂલો કરીએ છીએ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

સાબુ નો ઉપયોગ કરવો જોઈએ :

કેટલાક લોકો મને છે કે હાથ ધોતી વખતે સાબુ નો ઉપયોગ જરૂરી નથી એટલા માટે તેઓ માત્ર પાણીથી જ હાથ ધોઈ દેતા હોય છે. જોકે આ તેમની સૌથી મોટી ભૂલ હોય છે.કેમકે હાથ માં રહેલા બેક્ટેરિયા એ માત્ર પાણીથી દુર થતા નથી અને એટલા માટે સારા સાબુ નો ઉપયોગ કરવો જોઈએ.

હાથ ને શાંતિ થી ધોવા :

ઘણા લોકો હાથ સાબુ થી ધોવે તો છે પરંતુ ખુબ જ ઝડપથી હાથ ને ધોઈ લે છે, જેને લીધે પણ હાથ માં રહેલા બેક્ટેરિયા દુર થતા નથી. એટલા માટે હાથ ધોતી વખતે ક્યારેય ઉતાવળ કરવી નહિ અને હાથ ને શંતિ થી યોગ્ય રીતે જ ધોવા.

હાથ ને બરાબર સુકાવા દેવા :

ઘણા લોકો ઉપર ની બે ભૂલ કરતા નથી પણ તે ત્રીજી ભૂલ કરે છે. તે હાથ ને બરાબર રીતે ધોવે તો છે પરંતુ સરખી રીતે સુકાવા દેતા નથી.કોઈ પણ બેક્ટેરિયા એ સુકા હાથ કરતા ભીના હાથ માં જલ્દી થી ફેલાય છે. એટલા માટે જયારે પણ હાથ ધોઈએ છીએ તે પછી હાથ ને સારી રીતે સુકાવા દેવા જરૂરી છે.

દરવાજા ને હેન્ડલ ને અડવું નહિ :

મોટા ભાગના લોકો હાથ સારી રીતે ધોઈ ને બાથરૂમ ની બહાર જતી વખતે દરવાજા ના હેન્ડલ ને અડે છે જેને લીધે ફરીથી તેના હાથ માં બેક્ટેરિયા આવી જાય છે. એટલા માટે ક્યારેય હાથ ધોયા પછી બાથરૂમ ના હેન્ડલ ને સીધા હાથે અડકવું નહિ અને તેના બદલે ટીસ્યુ પેપર થી જ હેન્ડલ ને અડી ને દરવાજો ખોલવો જોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!