કોરોનાથી મૃત્યુ પામનાર ભારતના પ્રથમ વ્યક્તિ કર્ણાટકના મોહમ્મદ હુસ્સેનનો કેસ વાંચીને રુંવાડા ઉભા થઇ જશે

અત્યારે કોરોના વાઈરસ એ આખા વિશ્વ માં કહેર મચાવ્યો છે, અને હજારો લોકો ના મૃત્યુ પણ થયા છે. ભારત માં પણ અત્યાર સુધી માં બે લોકો ના મૃત્યુ આ કોરોના વાઈરસ ને કારણે થઇ ચુક્યા છે. એવામાં આજે અમે તમને કોરોના વાઈરસ ને કારણે મૃત્યુ પામનાર ભારત ના પહેલા વ્યક્તિ કર્નાટક ના મોહમ્મદ હુસ્સેન વિશે જણાવીશું. આ કેસ વિશે જાણી તમારા રુંવાડા ઉભા થઇ જશે. તો ચાલો જાણીએ તેમના વિશે.

તાજેતર માં જ ગયા હતા સાઉદી અરેબિયા :

કોરોના વાઈરસ ને કારણે મૃત્યુ પામનાર પહેલા ભારતીય મોહમ્મદ હુસ્સેન એ થોડા સમય પહેલા જ સાઉદી અરેબિયા થી પરત આવ્યા હતા, હમણાં જ તેમનું રેસ્પીરેટરી કોમ્પ્લીકેશન ના કારણે ગુલબર્ગમાં મૃત્યુ થયું છે.

નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી માં મોકલ્યા હતા તપાસ માટે :

૨૯ મી જાન્યુવારી ના દિવસે સાઉદી અરેબિયા ગયેલા મોહમ્મદ હુસ્સેન ભાઈ એ ૨૯ ફેબ્રુવારી એ ભારત પરત આવ્યા હતા. પરત આવ્યા બાદ જ તેમને તરત જ બેન્ગ્લુરું ખાતે ની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી માં તપાસ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ તેના રીપોર્ટ હજી આવવા ના બાકી હતા. 

ઘરના ૩૦ લોકોને ઘરમાં જ રહેવા કહ્યું હતું :

તે જીલ્લા ની હેલ્થ ઓથોરીટી એ મોહમ્મદ ના ઘરના ૩૦ સભ્યો ને ઘર માં જ રહેવા કહ્યું હતું કેમકે તે બધા જ લોકો મોહમ્મદ હુસ્સેન ના સંપર્ક માં આવી ચુક્યા હતા. જોકે તે સમય સુધી માં કર્ણાટક માં કોરોના વાઈરસ ના ચાર કેસ તો પહેલે થી જ જોવા મળી ચુક્યા હતા, જેમાંથી ત્રણ તો કન્ફર્મ થઇ જ ચુક્યા હતા. જોકે તે સમય સુધી માં કોરોના વાઈરસ ને લીધે એક પણ મૃત્યુ થવાના કેસ મળ્યા ન હતા.

એરપોર્ટ ના થર્મલ રીડીંગ માં કઈ જ ન આવ્યું :

જયારે મોહમ્મદ હુસ્સેન પરત આવ્યા હતા ત્યારે જ એરપોર્ટ પર ના થર્મલ રીડીંગ દ્વારા તેમને ચેક કરવામાં આવ્યા હતા પરંતુ તે રીડીંગ માં કોરોના ના કોઈ પણ જાતના લક્ષણો જોવા મળ્યા ન હતા. જેથી તેમને ઘરે જવાની મંજુરી આપી દેવામાં આવી હતી.

ઘરે આવી ને જોવા મળ્યા લક્ષણો :

જયારે મોહમ્મદ પોતાના ઘરે આવ્યા ત્યારે તેમને શરદી, ઉધરસ અને ફ્લુ ના લક્ષણો જોવા મળ્યા હતા, એટલા માટે તેમની તપાસ કરવા માટે પ્રાઈવેટ ડોક્ટર ને બોલાવવા માં આવ્યા હતા. જેના પછી તેઓ ને કાલબર્ગી ની એક પ્રાઈવેટ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. 

આ હોસ્પિટલ માં તેમની બીજી બધી બીમારીઓ જેમકે ન્યુમોનિયા, અસ્થમા, હાઈપર ટેન્શન અને હાઈ બ્લડ પ્રેશરમ માટે ની સારવાર કરવામાં આવી હતી.

૯ માર્ચે ફરી દેખાયા લક્ષણો :

૯ મી માર્ચ ના રોજ ફરી એક વાર મોહમ્મદ હુસ્સેન ને શ્વાસોચ્છવાસ ની સમસ્યા ને કારણે ફરી એકવાર હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. આ વખતે હોસ્પિટલવાળા ઓ એ તેમના ગળાના સ્વેબ અને લોહી ના નમુના લઇને બેંગ્લોર ની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી માં મોકલી દીધા હતા. 

પરંતુ તેમના આ રીપોર્ટ આવ્યા પહેલા જ ડોકટરો ની સલાહ ન હોવા છતાં પણ મોહમ્મદ હુસ્સેન ના કુટુંબીજનો એ તેજ દિવસે તેમને તે હોસ્પિટલ માંથી ખસેડી ને હૈદરાબાદ ની એક મોટી હોસ્પિટલ માં દાખલ કર્યા હતા. આ હોસ્પિટલ માંથી પણ તેમના સ્નેહીજનો એ એવો આગ્રહ કર્યો હતો કે તેમને જલ્દી થી જ રજા આપી દેવામાં આવે.

આ પછી ગયા આ હોસ્પિટલ માં :

આ પછી મોહમ્મ્દ હુસ્સેન અને તેમના સ્નેહીજનો એ અપોલો હોસ્પિટલ અને બંજારા હિલ્સ ના વિસ્તાર માં આવેલી કેર હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી. આ હોસ્પિટલ માં જતા ની સાથે જ તેમને એક અલગ જ આઇશોલેશન વોર્ડ માં રાખી દેવામાં આવ્યા હતા. અહી ના મેડીકલ સ્ટાફે આ આઇશોલેશન માં જરૂરી પ્રોટોકોલ ને પૂર્ણ કર્યા હતા.

આ પછી હોસ્પીટલે જણાવ્યું કે મોહમ્મદ ભાઈ ને કોરોના વાઈરસ નો ચેપ લાગ્યો છે, એટલા માટે તેમને ગાંધી હોસ્પિટલ માં શિફ્ટ કરી દેવામાં આવે જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ મોહમ્મદ ભાઈ ના સ્નેહીજનો એ તેમને ગાંધી હોસ્પિટલ માં નહિ પરંતુ તેમના મૂળ સ્થળે એટલે કે ગુલબર્ગા લઇ જવા નું કહ્યું અને ત્યાં લઇ જતી વખતે રાત્રે ૯:૩૦ વાગ્યે મોહમ્મદ ભાઈ નું મૃત્યુ થયું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!