ધ્વજ યોગને લીધે આ હોલિકા દહન વખતે આ ૫ રાશિઓની કિસ્મત ચમકી ઉઠશે

આખા દેશ માં અત્યારે હોલીકા દહન નો તહેવાર ઉજવવા ની તૈયારી થઇ રહી છે. આ વર્ષે ૯ માર્ચ ના દિવસે હોળી છે, જયારે ૧૦ માર્ચે ધૂળેટી છે. હિંદુ ધર્મ મુજબ એક મહત્વપૂર્ણ પર્વ બનવા જઈ રહ્યો છે. આ વર્ષે હોલિકા દહન તો ખુબ જ ખાસ રહેવાનો છે.

આ વર્ષે હોળી ના દિવસે ધ્વજ યોગ બનવા જઈ રહ્યો છે, જેનું કારણ એ છે કે બૃહસ્પતિ પોતાની રાશી ધનુ માં બેઠેલા છે. આ કારણે તેમની દ્રષ્ટિ ચંદ્ર પર પડી રહી છે. હોળી આ વખતે સોમવાર ના દિવસે છે.અને સોમવાર ના દિવસ ને ચંદ્ર નો દિવસ માનવામાં આવે છે. બસ આ જ કારણ છે કે ચંદ્ર ના પ્રભાવ ને લીધે હોલિકા દહન ખાસ બની જશે. આ ધ્વજ યોગ ને લીધે નીચે દર્શાવેલી ખાસ પાંચ રાશીઓ ને લાભ થવાનો છે.

વૃષભ રાશિ :


આ રાશિ ના લોકો પર ચંદ્રમાં ચતુર્થ ભાવ માં ગોચર કરવાના છે. જેને લીધે આવા લોકો પોતાના પરિવાર અને કામ ધંધા ની દ્રષ્ટીએ પોઝીટીવ બદલાવ જોવા મળશે. તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણય સફળ થશે અને તેની સારી અસર જોવા મળશે.

જે લોકો પોતાના માતા પિતા ની તબિયત ને લઈને ચિંતા માં છે તેમની ચિંતા દુર થઇ જશે. સાથે જ આ રાશિ ના લોકો ને ધનલાભ થવાનો યીગ પણ છે.

કન્યા રાશિ :

આ રાશિ માં ચંદ્રમાં દ્વાદશ ભાવ માં ગોચર કરશે. તેની સારી અસર આવા લોકો ના જીવન માં જોવા મળશે. જુના અટકેલા કામો હશે તે પૂર્ણ થવા નો યોગ પણ છે. આવા લોકો ના જીવન અને મનમાં શાંતિ બની રહેશે.

જો આવા લોકો વિદેશ જવા કે રહેવા માટે વિચારતા હોય તો મહેનત કરવાથી આ માટે સફળતા મળી શકે છે.

તુલા રાશિ :

આ રાશિ માં ચંદ્રમાં એકાદશ ભાવ માં ગોચર કરશે. જેને લીધે આ રાશિ ના લોકો ને કામ માં સફળતા મળી શકે છે. સરકારી નોકરી માટે જો કોઈ પ્રયત્ન કરી રહ્યા હોય તો તેમાં પણ સફળતા મળી શકે છે,જે લોકો ખરાબ આર્થિક સ્થિતિ ને લીધે પરેશાન છે તેમને પણ ધન લાભ થઇ શકે છે.

મકર રાશિ :

આ રાશિ ના લોકો ની જૂની બીમારીઓ દુર થશે. સુખ સુવિધાઓ માં વૃદ્ધિ થશે. સંબંધીઓ સાથે ના સંબંધ સુધરી જશે. આવા લોકો ને બધા જ કામ માં સફળતા મળશે. 

મીન રાશિ :

આ રાશિ ના લોકો ને નોકરી અને વ્યવસાય માં લાભ થશે. નોકરી કરવા વાળા લોકો ની પ્રગતિ થઇ શકે છે. જે લોકો નવો વેપાર ચાલુ કરવા ઈચ્છે છે તેના માટે ઉતમ સમય. 

લાભ મેળવવા કરો આ ઉપાયો :

  • ધ્વજ યોગ નો પૂરે પૂરો લાભ મેળવવા માટે હોલિકા દહન પર નીચે મુજબ ના  કેટલાક ખાસ ઉપાયો કરવા.
  • પાણી માં દુધ ભેળવી ને હોલિકા પર ચઢાવવું, આવું કરવાથી તેમના નસીબ સુધરી શકે છે.
  • ગાય છાણ ને સુકવી તેના પર સરસવ નું તેલ નાખી ને ધુમાડો કરવો.
  • હોલિકા ની ભષ્મ થી ઘર માં સ્વસ્તિક બનાવવા માટે લાભ થશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!