એક જમાનામાં ગોવિંદા અને નીલમ વચ્ચે ગાઢ પ્રેમ હતો – ગોવિંદાએ સગાઇ પણ તોડી નાખેલી અને …

ગોવિંદા બોલીવૂડ જગા ના એક ખુબ જ જાણીતા અભિનેતા છે, તેઓ પોતાના જમાના માં સૌથી પ્રખ્યાત અભિનેતા છે, તેઓએ એક થી એક ચડીયાતી ફિલ્મો કરી છે, ગોવિંદા કોમેડી ફિલ્મો માટે પ્રખ્યાત છે. તેઓ એ પોતાની ફિલ્મ ની કોમેડી થી જ લોકો નું દિલ જીતી લીધું હતું

પરંતુ એવું નથી કે તેઓ એ માત્ર કોમેડી ફિલ્મો જ કરી છે તેઓ એ એક્શન ફિલ્મો પણ કરી છે અને તેમાં પોતાનું પાત્ર ખુબ જ સારી રીતે ભજવ્યું છે.ગોવિંદા ની ફિલ્મ કોમેડી હોય કે પછી એક્શન ફિલ્મ લોકો તેમની ફિલ્મો ને ખુબ જ પસંદ કરતા હતા.

અંગત જીવન ને લઈને પણ રહેતા ચર્ચા માં :

ગોવિંદા નું નામ તેમની ફિલ્મો સિવાય તેમના અંગત જીવન માટે પણ ચર્ચા માં રહેતું હતું. એક સમયે તેમનું નામ બોલીવૂડ ની જાણીતી અભિનેત્રી નીલમ કોઠારી ની સાથે જોડવામાં આવ્યું હતું અને એવું કહેવામાં આવે છે કે તેઓ નીલમ ને પ્રેમ કરતા હતા અને એના માટે તેઓ એ પોતાની સગાઇ પણ તોડી નાખી હતી.

નીલમ એઆ રીતે કરી હતી ફિલ્મ જગત માં એન્ટ્રી :

નીલમ ને તેના જમાનાની સૌથી સુંદર એક્ટ્રેસ માનવામાં આવતી હતી, તેઓએ બોલીવૂડ ની ઘણી બધી ફિલ્મો માં કામ કર્યું હતું, નીલમ એકવાર મુંબઈ ફરવા માટે આવી હતી ત્યારે તેમને ડાયરેક્ટર રમેશ બહાલ એ જોઈ હતી અને તેમને ફિલ્મ ની ઓફર આપી હતી.

એ પછી તેમણે ફિલ્મ “જવાની” થી બોલીવૂડ માં એન્ટ્રી કરી હતી, તેઓ એ બોલીવૂડ ના ઘણા બધા અભિનેતાઓ સાથે ફિલ્મો કરી છે અને તેઓએ ગોવિંદા ની સાથે પણ ઘણી ફિલ્મો કરી છે.પરંતુ નીલમ ની ફિલ્મ “જવાની” બહુ સારું કામ ન કરી શકી અને તે એક ફ્લોપ ફિલ્મ સાબિત થઇ હતી. પરંતુ તે દેખાવ માં ખુબ જ સુંદર હતી જેને લીધે તેને બીજી પણ ઘણી ફિલ્મો ની ઓફર મળી હતી અને તેના પછી તેની ઘણી ફિલ્મો સુપર હીટ બની ગઈ હતી.

અત્યારે છે પોતાના બીઝનેસ માં વ્યસ્ત :

ભલે જ અત્યારે નીલમ ફિલ્મો થી દુર હોય પરંતુ અત્યારે તે પોતાના બીઝનેસ માં ખુબ જ વ્યસ્ત છે અને ૮૦ અને ૯૦ ના દશક માં નીલમ અને ગોવિંદા ની જોડી ખુબ જ પ્રખ્યાત થઇ ગઈ હતી. ગોવિંદા અને નીલમ એ વર્ષ ૧૯૮૬ માં “ઈલ્ઝામ” ફિલ્મ માં કામ કર્યું હતું અને આ જ ફિલ્મ થી નીલમ ને ખુબ જ નામના મળી હતી આ બંને ના રોલ ને દર્શકો એ ખુબ જ પસંદ કર્યા હતા.

ગોવિંદા પસંદ કરતા હતા નીલમ ને :

એવું કહેવામાં આવે છે કે ગોવિંદા અભિનેત્રી નીલમ પસંદ કરવા લાગ્યા હતા. એક ઈન્ટરવ્યું માં ગોવિંદા એ કહ્યું હતું કે જયારે તેઓ નીલમ ને પહેલી વાર મળ્યા હતા ત્યારે જ તેની સાથે પ્રેમ કરી બેઠા હતા પરંતુ તે વખતે તેઓ પોતાની પત્ની સુનીતા ને ડેટ કરી રહ્યા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે નીલમ ને લીધે ગોવિંદા અને સુનીતા ની વચ્ચે ઘણા વાદ વિવાદો થયા હતા.

ત્યાં સુધી કે ગોવિંદા એ નીલમ માટે પોતાની સગાઇ પણ તોડી નાખી હતી અને તેઓ નીલમ ની સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા પરંતુ તેની માતા એ સુનીતા ને વચન આપ્યું હતું જેને લીધે તેમને સુનીતા ની સાથે જ લગ્ન કરવા પડ્યા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!