એક સમયે બુટીકમાં ૫૦૦ રુ લઈને નૌકરી કરતો હતો – આજે બોલીવુડ સ્ટાર્સ ને કપડા પહેરાવે છે

ભારત માં જે ટોપ ના ડિઝાઈનર છે, તેમાં એક નામ મનીષ મલ્હોત્રા નું પણ આવે જ છે.આ તે વ્યક્તિ છે કે જેઓ એ ઘણા બોલીવૂડ સિતારાઓ માટે ડ્રેસ ડિઝાઈન કર્યા છે.અર્જુન કપૂર, કિયારા અડવાણી, કરણ ઝોહર, પ્રિયંકા ચોપડા, શ્રીદેવી અને સારા અલી ખાન જેવા ઘણા સ્ટાર્સ એ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલા ડ્રેસ પહેર્યા છે.

મનીષ મલ્હોત્રા જે ડ્રેસ ડીઝાઈન કર્યા છે, તેને પહેરી ને બોલીવૂડ ના ઘણા બધા સ્ટાર્સ એ માત્ર રેમ્પ પર ચાલી શકે છે, પરંતુ રેડ કાર્પેટ પર પણ આ ડ્રેસ ને પહેરી ને ચાલતા જોવા મળી રહ્યા છે.ભલે જ મનીષ મલ્હોત્રા આજે બોલીવૂડ ના જાણીતા ડિઝાઈનર બની ગયા છે અને  ટોપ ડિઝાઈનર માં તેમની ગણતરી થઇ રહી હોય, પરંતુ અહી સુધી પહોચવા માટે મનીષ મલ્હોત્રા એ ઘણી મહેનત કરી છે.

શરૂઆત ના જણાવ્યા આ રાઝ :

હ્યુંમંસ ઓફ બોમ્બે ને મનીષ મલ્હોત્રા તરફથી હાલ માં એક ઈન્ટરવ્યું મળ્યું છે. આમાં મનીષ મલ્હોત્રા એ પોતાના કરિયર ની શરૂઆત ના રાઝ ને ખોલી ને રાખી દીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે તેમણે કઈ રીતે પોતાના કરિયર ની શરૂઆત કરી હતી અને ત્યારે તેમને કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો.

મનીષ મલ્હોત્રા એ જણાવ્યું હતું કે તેઓ પંજાબી પરિવાર ના છે. બાળપણ થી જ તેમની માતા એ તેમનો સાથ આપ્યો હતો.મનીષ મુજબ અભ્યાસ માં તેઓ કયારેય સારા ન હતા.આ જ કારણ હતું કે જેને લીધે તેઓ વધુ અભ્યાસ ન કરી શક્યા. ફિલ્મો જોવાનો તો તેમને બાળપણ થી શોખ હતો.જેવી કોઈ નવી ફિલ્મ રીલીઝ થાય કે તરત જ તેઓ તે ફિલ્મ ને જોવા માટે પહોચી જતા હતા.

બાળપણ થી આર્ટ માં હતો રસ :

બાળપણ થી જ મનીષ ને આર્ટ માં રસ હતો.એવા માં જયારે તેઓ છઠ્ઠા ધોરણ માં હતા ત્યારે જ તેઓ એ પેઈન્ટીગ ક્લાસ જોઈન કરી લીધા હતા અને પેન્ટિંગ બનાવવાનું શીખવા લાગ્યા. જયારે તેમની માતા ખરીદી કરવા જતા હતા ત્યારે તેઓ પણ તેમની સાથે જતા હતા અને તેમને સાડી ને સિલેક્ટ કરવા માં મદદ કરતા હતા.તેઓ ને આ કામ માં ખુબ જ મજા આવતી હતી.ધીરે ધીરે આ જ તેમનું પેશન બની ગયું.

બુટીક માં માત્ર ૫૦૦ રૂપિયા માં કરતા હતા કામ :

મનીષ જયારે કોલેજ માં આવ્યા હતા ત્યારે તેઓ મોડેલીંગ કરવાનું શરુ કરી દીધું હતું.પરંતુ જરૂરિયાત પૈસા ની પણ હતી.એવા માં તેઓ ને પૈસા કમાવા માટે એક બુટીક માં કામ કરવાનું શરુ કરી દીધું હતું. આ જ બુટીક માં કામ કરવા દરમિયાન તેઓ એ ડ્રેસ ડિઝાઈનિંગ ની ઘણી બધી વસ્તુ શિખી ગયા હતા, કે જે ખુબ જ લાભકારી સાબિત થયું હતું.બુટીક માં કામ કરવા દરમિયાન મનીષ મલ્હોત્રા મુજબ તેમને માત્ર ૫૦૦ રૂપિયા જ મળતા હતા.

શિખવા માટે કરતા હતા કામ :

મનીષ જણાવે છે કે પૈસા તો તેમની પાસે હતા નહિ કે જે થી તે વિદેશ જઈને ડ્રેસ ડિઝાઈનિંગ વિશે શીખી શકે.જેને લીધે તેઓ એ બુટીક માં જ કામ કરવાનું ચાલુ રાખ્યું અને ત્યાજ શીખવા નો નિર્ણય લઇ લીધો હતો. પગાર ખુબ ઓછો હોવા છતાં પણ તેઓ ત્યાં કામ કરતા રહ્યા આ પાછળ તેમની મુજબ એક મોટું કારણ હતું.

તેમને ત્યાં શિખવા મળતું હતું અને ત્યારે તેમને આનાથી વધુ કઈ બીજું ન જોતું હતું.આવી રીતે વર્ષો પહેલા ૫૦૦ રૂપિયા કમાવવા વાળા મનીષ મલ્હોત્રા આજે બોલીવૂડ ના જાણીતા ડિઝાઈનર બની ગયા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!