એક સમયે ઉઘાડા પગે સ્કુલે જતી હતી, આજે અમેરિકામાં કંપની ચલાવે છે – આ રીતે ચમકી કિસ્મત

કહેવાય છે કે નસીબ માં લખેલું હોય છે તે જરૂર મળે છે અને એવું જ કઈક જ્યોતિ રેડ્ડી નામની મહિલા ની સાથે થયું હતું. જ્યોતિ રેડ્ડી નો જન્મ ગરીબ પરિવાર માં થયો હતો પરંતુ આજે તે અમેરિકા માં પોતાની કંપની ચલાવી રહી છે અને ખુબ જ સારું જીવન જીવે છે.

જ્યોતિ રેડ્ડી એ પોતાના જીવન માં ખુબ જ સંઘર્ષ કર્યો છે. જયારે તે નવ વર્ષની હતી ત્યારે તેમના પિતા એ તેમને અને તેમની નાની બહેન ને અનાથ આશ્રમ માં મોકલી દીધી હતી. જ્યોતિ રેડ્ડી નો પરિવાર ખુબ જ મોટો હતો. જેને કારણે તેમના પિતા એ આ પગલું ભર્યું હતું.

પાંચ ભાઈ બહેન છે પરિવાર માં :

જ્યોતિ નો જન્મ આંધ્ર પ્રદેશ ના વારંગલ જીલ્લા ના ગુડેમ માં થયો હતો અને તેમના પરિવાર માં કુલ પાંચ ભાઈ બહેનો હતા.તેમના પિતા એક સામાન્ય ખેડૂત હતા અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. જ્યોતિ રેડ્ડી અને તેમની બહેન ને પેટ ભરીને જમવાનું મળી શકે એટલા માટે તેઓ એ તે બંને ને અનાથ આશ્રમ માં મોકલી દીધા હતા. પરંતુ જ્યોતિ તેમની બહેન ની સાથે અનાથ આશ્રમ માં રહી ન શક્યા અને ઘરે પાછા આવી ગયા. જ્યોતિ રેડ્ડી મુજબ તેમને દરરેક સમય એ પોતાના પિતા અને માં ની યાદ આવતી હતી. જેને કારણે તેઓ પાછા આવી ગયા હતા.

ઘરે આવી ને કર્યું આવું :

ઘર આવ્યા બાદ જ્યોતિ રેડ્ડી એ પોતાના અભ્યાસ માં ખુબ જ ધ્યાન આપ્યું. જ્યોતિ મુજબ તે ઉઘાડા પગે ચાલીને સ્કુલ એ જતી હતી અને તેમની સ્કુલ અઢી કિલોમીટર દુર હતી. સ્કુલ માં જ્યોતિ હમેશા પાછળ વાળી સીટ પર બેસતી હતી કેમકે તેના કપડા ખરાબ રહેતા હતા.

પિતાજી ની ઘર ચલાવવા માં મદદ થઇ શકે તેના માટે જ્યોતિ રેડ્ડી એ અભ્યાસ ની સાથે સાથે વોકેશનલ ટ્રેનીંગ પણ લીધી હતી. જેથી તે કપડા સીવી ને પૈસા કમાઈ શકે. એટલું જ નહિ પૈસા કમાવવા માટે અનાથાલય ના સુપ્રિટેન્ડેન્ટ ના ઘર નું કામ પણ કરતી હતી.

આવી રીતે ભરી ફી :

જ્યોતિ રેડ્ડી મુજબ પોતાની ફી ભરવા માટે તેઓએ એ સુપ્રિટેન્ડેન્ટ પાસે થી ૧૧૦ રૂપિયા ઉધાર લીધા હતા એન આંધ્રા બાલિકા કોલેજ માં બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફીઝીક્સ વિષયો માં એડમીશન લીધું હતું.ગ્રેજ્યુએશન કરીને જ્યોતિ રેડ્ડી ને સરકારી સ્કુલ માં નોકરી મળી ગઈ અને આ કામ માટે જ્યોતિ ને ૪૦૦ રૂપિયા મળતા હતા.

આ પછી જ્યોતિ ના પિતાજી એ તેમના લગ્ન કરાવી દીધા હતા.જે સમયે જ્યોતિ ના લગ્ન થયા હતા ત્યારે તેની ઉમર ૧૬ વર્ષ ની જ હતી. લગ્ન ના ત્રણ વર્ષ પછી જ્યોતિ ને ઘરે બે દીકરીઓ બીના અને બિંદુ ઓ જન્મ થયો હતો.

સ્કુલ ના છોકરાઓ ને ભણાવવા સિવાય કરતી હતી આ બધા કામ :

પરિવાર નું ગુજરાન ચલાવવા માટે જ્યોતિ સ્કુલ ના બાળકો ને ભણાવવા સિવાય પેટીકોટ સીવવા નું પણ કામ કરતી હતી. તે સમયે તેને જન શિક્ષા નિલયમ વારંગલ માં લાઈબ્રેરીયન ની નૌકરી પણ મળી ગઈ હતી. આ નૌકરી કરતા કરતા તેણે ડો. ભીમરાવ આંબેડકર ઓપન યુનીવર્સીટી થી બીએ નો અભ્યાસ કર્યો અને આના પછી તેઓએ વર્ષ ૧૯૯૭ માં કાકાતીયા યુનીવર્સીટી થી પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડીગ્રી પણ મેળવી અને કમ્પ્યુટર સાઈન્સ માં પીજી ડીપ્લોમાં કર્યું હતું.

વર્ષ ૨૦૦૦ માં ચમકી ગયા નસીબ :

જ્યોતિ રેડ્ડી નું નસીબ વર્ષ ૨૦૦૦ માં ચમકી ગયું. જયારે તેઓને અમેરિકા માં નોકરી ની ઓફર મળી. નૌકરી કરવા માટે જ્યોતિ ને પોતાના પરિવાર ને છોડવો પડ્યો અને જ્યોતિ ને પોતાની બંને દીકરીઓ ને હોસ્ટેલ મોકલવી પડી. 

અમેરિકા માં જઈને જ્યોતિ એ ગેસ સ્ટેશન માં નોકરી કરી અને બેબી સિટિંગ, વિડીયો શોપ માં પણ કામ કર્યું.દોઢ વર્ષ સુધી અમેરિકા કામ કર્યા બાદ જ્યોતિ ભારત પાછી આવી ગઈ.

અમેરિકા જઈને ખોલી આ કંપની :

ભારત આવ્યા બાદ તેણે ફરી અમેરિકા જઈને એક કંપની શરુ કરી.જ્યોતિ એ વિઝા પ્રોસેસિંગ માટે એક કન્સલ્ટીંગ કંપની ખોલી. તેણે પોતાની આ કંપની ને કિઝ સોફ્ટવેર સોલ્યુશન નું નામ આપ્યું.ત્રણ વર્ષ માં જ તેની આ કંપની ખુબ જ સારી ચાલવા લાગી અને જ્યોતિ ની આ કંપની માં આજે ૧૦૦ થી વધુ લોકો કામ કરે છે અને આ કંપની નું ટર્નઓવર અત્યારે ૧.૫ કરોડ ડોલર થી વધુ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!