એક્સ બોય ફ્રેન્ડ ને લઈને દીપિકાએ ખોલ્યા આ રાઝ – કહ્યું મેં એને રંગે હાથો પકડી લીધો અને પછી…

બોલીવૂડ ની જાણીતી એક્ટ્રેસ દીપિકા પાદુકોણ એક ખુબ જ સુખી લગ્ન જીવન વિતાવે છે. દીપિકા પાદુકોણ એ વર્ષ ૨૦૧૭ માં બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ ની સાથે લગ્ન કરી લીધા કે જે તેને ખુબજ પ્રેમ કરે છે અને સાથે જ ખુબ જ સમ્માન પણ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે રણવીર સિંહ ની સાથે લગ્ન પહેલા દીપિકા પોતાના સંબંધ અને બ્રેકઅપ ને લીધે ડિપ્રેશન માં હતી.

એક ઈન્ટરવ્યું દરમિયાન બોયફ્રેન્ડ ને લઈને કહ્યું આવું :

એક ઈન્ટરવ્યું માં દીપિકા એ પોતાના એક્સ બોયફ્રેન્ડ ને લઈને એક ખુલાસો કર્યો હતો. જે ખુબ જ આશ્ચર્ય પમાડે તેવી વાત છે. આ વિશે દીપિકા એ કહ્યું કે તેમના એક્સ બોયફ્રેન્ડ એ તેની સાથે ચીટીંગ કરી હતી, પરંતુ એ પછી તેણે તેની માફી માંગી લીધી અને દીપિકા એ તેને માફ પણ કરી દીધો હતો.

પરંતુ દીપિકા ને પાછળ થી આ નિર્ણય ને લીધે પછતાવો થયો અને તેઓએ એ આ વિશે એક ઈન્ટરવ્યું માં ખુલી ને વાત કરી હતી.

દીપિકા એ  રંગે હાથ પકડી લીધો હતો :

એક ઈન્ટરવ્યું દરમિયાન દીપિકા એ કહ્યું હતું કે “મારા માટે સેક્સ નો મતલબ માત્ર શારીરિક સંબંધ બનાવવો જ નહિ, પરંતુ ભાવનાઓ પણ જોડાયેલી હોય છે. હું જયારે પણ કોઈ ની સાથે સંબંધ માં રહી ત્યારે મેં તેને ક્યારેય દગો નથી આપ્યો. જો હું તેને દગો આપું કે તેની સાથે ચીટીંગ કરું તો તેની સાથે સંબંધ માં જ કેમ રહું ? આનાથી સારું કે હું એકલી જ રહું અને મસ્તી કરું.પરંતુ બધા લોકો એવું નથી વિચારતા. એટલા માટે જ મારે પહેલા ઘણી બધી તકલીફો નો સામનો કરવો પડ્યો હતો” પોતાના એક્સ બોયફ્રેન્ડ નું નામ જણાવ્યા વગર જ દીપિકા એક જણાવ્યું કે “હું પાગલ જ હતી કે મેં તેને બીજી તક આપી હતી, જોકે મેં તેને ચીટ કરતા રંગે હાથ પકડી લીધો હતો. જેના પછી તે ખુબ જ મિન્નત કરવા લાગ્યો, તો મેં તેને માફ કરી દીધો હતો એ મારી સૌથી મોટી મૂર્ખતા હતી.”

આવી ગઈ હતી ડીપ્રેશન માં :

દીપિકા એ આગળ કહ્યું કે આ બધી સમસ્યાઓ થી બહાર નીકળવા માં મને ઘણો સમય લાગ્યો. જોકે અત્યારે હું આ બધી વસ્તુઓ થી બહાર છું. અને મને હવે કોઈ પણ તેવી સમસ્યાઓ માં પાછી નહિ મોકલી શકે.

જયારે મને તેણે પહેલી વાર છેતરી હતી ત્યારે મને એવું લાગ્યું હતું કે તે સંબંધ માં અથવા તો મારા માં જ કઈક ખૂટે છે. પરંતુ જયારે કોઈ ની આદત જ છેતરવા ની હોય તો તેને બદલી ન શકાય.મેં મારા સંબંધ માં ઘણું બધું આપ્યું પરંતુ મને બદલામાં તેમાંથી કઈ ના મળ્યું.

એક્સ બોયફ્રેન્ડ ના નામ લીધા વગર કહ્યું આવું :

દીપિકા એ આગળ જણાવ્યું કે જયારે કોઈ સંબંધ માં દગો મળે છે ત્યાં માન સમ્માન જળવાતો નથી. વિશ્વાસ તૂટી જાય છે, કેમકે આ બધા તમારા સંબંધ ના પાયાઓ હોય છે કે જેને ક્યારેય તોડવા ન જોઈએ. 

જોકે દીપિકા પાદુકોણ એ પોતાની વાત માં પોતાના એક્સ બોયફ્રેન્ડ નું નામ ન લીધું હોય પરંતુ તેની વાતો પરથી એવું લાગે જ છે કે તે રણબીર કપૂર ની વાત કરી રહી છે. કેમકે રણબીર કપૂર થી અલગ થયા બાદ જ દીપિકા ડિપ્રેશન માં ચાલી ગઈ હતી, અને આ વાત ને તે પોતે સ્વીકારી ચુકી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!