ફિલ્મોથી દુર રહીને પણ અનીલ કપૂરની નાની દીકરી કરોડો કામી લ્યે છે – આ કામ કરે છે

બોલીવૂડ માં જેટલા પ્રખ્યાત એક્ટર્સ છે, તેમના બાળકો મોટા ભાગે પોતાના માતા પિતા ને ફોલો કરીને અભિનય ની દુનિયા માં આવી જાય છે. જોકે ઘણી વખત બાળકો આવું નથી કરતા. તેમણે પોતાના ટેલેન્ટ મુજબ તેઓ ને કઈક અલગ જ કરવાની ઈચ્છા છે.આજ કારણ છે કે બોલીવૂડ માં પણ કેટલાક સ્ટારકિડ્સ એવા હોય છે કે જે માતા પિતા નું ફિલ્મી બેકગ્રાઉન્ડ થી હોવા છતાં પણ તે હિરોહીન ન બને. એવી જ એક સ્ટાર કીડ છે રિયા કપૂર.

આ અભિનેતા ની દીકરી છે રિયા :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રિયા એ બોલીવૂડ ના દિગ્ગજ અભિનેતા અનીલ કપૂર ની નાની દીકરી છે. આપણે બધા જ અનીલ કપૂર ની મોટી દીકરી સોનમ કપૂર ને તો સારી રીતે ઓળખીએ જ છીએ. સોનમ નું ફિલ્મ જગત માં ખુબ જ સારું નામ છે.

સોનમ એ પોતાના કરિયર માં ઘણી બધી ફિલ્મો કરી છે જેમાં કેટલીક હીટ ગઈ છે અને કેટલીક ફ્લોપ ગઈ છે. સોનમ તો બોલીવૂડ એક્ટ્રેસ ના રૂપ માં આગળ વધી રહી છે, પરંતુ તેની નાની બહેન રિયા ની સ્ટોરી અલગ જ છે.

રિયા પસંદ કરે છે પડદા ની પાછળ રહી ને કામ કરવું :

રિયા ફિલ્મ જગત નો હિસ્સો તો છે જ પરંતુ તે પડદા ની પાછળ રહી ને કામ કરવા નું પસંદ કરે છે.રિયા કપૂર એ એક ફિલ્મ પ્રોડ્યુસર અને ફેશન સ્ટાઇલીસ્ટ છે. હાલ માં જ ૫ માર્ચ ના દિવસે રિયા એ પોતાનો ૩૩ મો જન્મ દિવસ ઉજવ્યો હતો.એવા માં આજે અમે તમને રિયા ના જીવન થી જોડાયેલી કેટલીક વાતો વિશે જણાવીશું.

ન્યુયોર્ક થી કર્યો છે અભ્યાસ :

મુંબઈ ના ચેમ્બુર માં જન્મી રિયા કપૂર એ પોતાનો અભ્યાસ ન્યુયોર્ક માં કર્યો છે. તેઓએ “ડ્રામેટિક લિટરેચર” થી પોતાનું ગ્રેજુએશન પૂરું કર્યું હતું. આ પછી તે ફિલ્મ પ્રોડક્શન માં એન્ટ્રી કરી લીધી. બોલીવૂડ માં રિયા એ વર્ષ ૨૦૧૦ માં પોતાની પહેલી ફિલ્મ “આયેશા” પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મ માં રિયા એ પોતાની મોટી બહેન સોનમ ને લીડ એક્ટ્રેસ તરીકે રાખી હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફીસ માં કઈ ખાસ કામ કરી ચુકી ન હતી.

આ ફિલ્મ નું ગીત થયું ખુબ જ હીટ :

રિયા એ વર્ષ ૨૦૧૪ માં રિયા એ “ખુબસુરત” નામની ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી જેમાં પણ તેણે સોનમ કપૂર ને જ મુખ્ય ભૂમિકા માં રાખી હતી. આ ફિલ્મ પણ બોવ ખાસ કામ કરી ન શકી પરંતુ આ ફિલ્મ નું એક ગીત “અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ” ખુબ જ પ્રખ્યાત થઇ ગયું હતું.

આ ફિલ્મ ખુબ જ સારી ચાલી બોક્ષ ઓફીસ પર :

રિયા એ વર્ષ ૨૦૧૮ માં “વિરે દી વેડિંગ” નામની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ માં પણ તેઓ એ સોનમ ને મુખ્ય ભૂમિકા માં રાખી હતી. આની સાથે તેણે કરીના કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયા ને પણ ઘણી મહત્વની ભૂમિકા માં લીધી હતી.

બે ફ્લોપ ફિલ્મો પછી રિયા ની આ ફિલ્મ બોક્ષ ઓફીસ પર ખુબ જ સારી રીતે ચાલી હતી. જોકે ફિલ્મ માં ઘણા બદહ બોલ્ડ કન્ટેન્ટ પણ હતા જેને લીધે આ ફિલ્મ વિવાદો માં ફસાઈ ગઈ હતી.

બોયફ્રેન્ડ ની સાથે છે સંબંધ માં :

રિયા ના અંગત જીવન ની વાત કરીએ તો આ દિવસો માં તે પોતાના કહેવાતા બોયફ્રેન્ડ કરણ બુલાની ની સાથે સંબંધ માં છે. સુત્રો નું માનીએ તો બંને લવ બર્ડ છે. જલ્દી જ આ બંને લગ્ન ગ્રંથી થી જોડાઈ શકે છે.રિયા સોશિયલ મીડિયા પર પણ એક્ટીવ હોય છે અને પોતાના બોયફ્રેન્ડ ની સાથે ઘણી બધી તસ્વીરો શેર કરતી રહે છે.

આ બ્રાંડ ની ફાઉન્ડર પણ છે :

ફિલ્મો પ્રોડુસ કરવાની સાથે સાથે રિયા “રેસન” ક્લોથીંગ બ્રાંડ ની ફાઉન્ડર પણ છે. તેઓએ આ બ્રાંડ પોતાની બહેન સોનમ કપૂર ની સાથે મળી ને લોન્ચ કરી છે.બસ આજ કારણ છે કે રિયા ની પાસે કરોડો રૂપિયા છે અને તે એક ખુબ જ સારું જીવન જીવી રહી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!