ગરુડ પુરાણમાં દર્શાવેલી આ ભૂલોને લીધે ઘર પરિવાર સાથે બરબાદી આવે છે – ઘર માંથી શાંતિ નો નાશ થાય છે

ગરુડ પુરાણ માં કેટલીક એવી વસ્તુઓ વિશે લખવામાં આવ્યું છે કે જને લીધે વ્યક્તિ નું જીવન ખરાબ થઈ જાય છે અને ઘર પરિવાર નું સુખ નથી મળી શકતું.ગરુડ પુરાણ પ્રમુખ ૧૮ પુરાણો માંથી એક છે અને આ પુરાણ માં જણાવવા માં આવેલી વસ્તુઓ નું ધ્યાન રાખવાથી માણસ નું જીવન સુખી થઇ જાય છે.તો ચાલો જાણીએ ગરુડ પુરાણ માં જણાવેલી કેટલીક વાતો વિશે.

સંતાન નો ઉછેર સારી રીતે કરવો :

ગરુડ પુરાણ ના પહેલા નિયમ મુજબ જે લોકો પોતાના સંતાન નું ધ્યાન નથી રાખતા અને તેમનો ઉછેર સારી રીતે નથી કરતા તેવા લોકો નો પરિવાર અલગ થઇ જાય છે અને આવો વ્યક્તિ હમેશા દુખી થઇ જાય છે.

સંતાન નો ઉછેર સારી રીતે ના કરવા થી તે આગળ જઈને માતા પિતા નું સમ્માન કરતા નથી.સાથે જ પરિવાર માં અશાંતિ ફેલાઈ જાય છે.

લાલચ ના કરવી :

લાલચ માં આવી ને માણસ ને હમેશા નુકસાન જ થાય છે.લાલચ માં ફસાઈ ને માણસ તેના માટે સમસ્યાઓ જ ઉભી કરી દે છે. એટલા માટે લાલચ માં ક્યારેય આવવું નહિ.પૈસા નું લાલચ કરવું એ ગરુડ પુરાણ માં સૌથી ઘાતક માનવામાં આવે છે.પૈસા ની લાલચ ને લીધે હમેશા નુકસાન જ થાય છે.

આવક થી વધુ ખર્ચા :

વ્યક્તિ એ ક્યારેય પોતાની આવક કરતા વધુ ખર્ચ ના કરવો જોઈએ. માણસ જેટલું કમાય છે તે અનુસાર જ તેણે ખર્ચો કરવો જોઈએ. જે લોકો પોતાની આવક થી વધુ ખર્ચ કરે એક દાન કરે છે તેવા લોકો જલ્દી જ ગરીબ થઇ જાય છે અને પોતાની જરૂરત પણ પૂરી કરી નથી સકતા. એટલા માટે જ પોતાની આવક મુજબ જ ખર્ચ કરવા જોઈએ.

ખરાબ લોકો ની સંગત થી રહો દુર :

હમેશા ખરાબ વ્યક્તિઓ થી દુર જ રહેવું જોઈએ. ખરાબ લોકો ની સંગત માં રહેવા થી આપણા જીવન માં ખરાબ અસર પડે છે.ખરાબ વિચાર વાળા લોકો નું જીવન દુખો થી ભરેલું હોય છે.એવા લોકો ના વિચાર આપણા પર હાવી થઇ જાય છે અને આવા લોકો ની સાથે રહી ને આપણે પણ ખરાબ કામ કરવા લાગીએ છીએ.

એટલા માટે જ હમેશા ખરાબ લોકો ની સંગત થી દુર જ રહેવું જોઈએ જેમની સંગત સારી હોય તેવા જ લોકો ના વિચારો ને પોતાના જીવન માં ઉતારવા જોઈએ.

ખરાબ ન વિચારવું :

જે લોકો અન્ય લોકો માટે માત્ર ખરાબ જ વિચારે છે. તે લોકો નું પણ ક્યારેય ભલું થતું નથી.આવા લોકો ના વિચારો તેમના જીવન ને ખરાબ કરી દે છે.માણસ ના વિચારો જેવા હોય છે તેમનું જીવન પણ એવું જ હોય છે.

સારા વિચારો વાળા લોકો હમેશા ખુશ જ રહે છે.જયારે ખરાબ વિચારવા વાળા લોકો નું જીવન દુખ થી ભરાયેલું હોય છે.એટલા માટે આપણા વિચારો ને ક્યારેય ખરાબ ન થવા દેવા.

નકારાત્મક વિચારો રાખો દુર :

નકારાત્મક વિચાર જીવન માં સમસ્યાઓ ઉભી કરી દે છે.એટલા માટે પોતાના વિચારો ને નકારાત્મક ના થવા દેવા. હમેશા સકારાત્મક વિચાર જ પોતાના મગજ માં લાવવા અને સારું જ વિચારવું. સકારાત્મક વિચાર વાળા લોકો ના જીવન માં સકારાત્મક ઉર્જા રહે છે અને તેમની સાથે ખરાબ થતું નથી.સાથે જ તેમની આજુબાજુ નું વાતાવરણ સારું હોય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!