હિંદુ ધર્મ દ્વારા ‘નમસ્તે’ ની શરૂઆત થયેલી – એના ફાયદા વાંચીને દરેકને આપની સંસ્કૃતિ પર ગર્વ થશે

“નમસ્તે” આ શબ્દ નો ઉપયોગ આપણે ભારતીય અવાર નવાર કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે નમસ્તે બોલતા ની સાથે જ હાથ પણ જોડતા હોઈએ છીએ.જેવું કે તમે બધા જ જાણો છો કે અત્યારે દુનિયાભર માં કોરોના વાઈરસ ફેલાઈ રહ્યો છે.

આ વાઈરસ એક બીજાને અડવાથી પણ ફેલાઈ શકે છે. આ કારણે ઘણા બધા લોકો અભિવાદન માટે આપણી સંસ્કૃતિ ની રીત અપનાવવા પર ભાર આપી રહ્યા છે.પ્રાચીન સમય માં તો આ “નમસ્કાર” નો ઉપયોગ ખુબ જ વધુ જોવા મળતો હતો.હવે આ નમસ્તે ની રીત ધીરે ધીરે અદ્રશ્ય થઇ ગયું છે.આની જગ્યાએ વિદેશી લોકો ની રીત (હાથ મિલાવવાનું) શરુ થઇ ગયું છે.આમ તો બહુ ઓછા લોકો આ વાત વિશે જાણે છે કે આ નમસ્તે નો સાચો મતલબ શું છે ? આજે અમે તમને આના વિશે જ જાણકારી દેવાના છીએ.

નમસ્કાર શબ્દ નો અર્થ :

શાસ્ત્રો મુજબ નમસ્તે ના પણ ૫ પ્રકાર હોય છે. જેમાંથી એક ટાઈપ “નમસ્તે” અને “નમસ્કાર” છે. આ શબ્દ નો અર્થ એ થાય છે કે મારું અભિમાન થી ભરેલું માથું તમારી સામે જુકાવું છું.  નમ: નો એક અર્થ ન + મેં થાય છે. જેનો મતલબ છે કે મારું નહિ. બધુજ તમારું. આ એક સાંકેતિક ક્રિયા છે, જેમાં વ્યક્તિ એ જણાવે છે કે પોતાના અહંકાર ને બીજાની સામે ઓછું કરવું. જેવું કે તમે બધા જ જાણો છો કે નમસ્તે હમેશા બંને ના હાથ જોડી ને કરવામાં આવે છે.

આ એક સંકેત છે કે આપણા બધા ના મગજ એક બીજા થી જોડાયેલ છે અને આપણે એક સકારાત્મક દિશા તરફ આગળ વધી રહ્યા છીએ.

શાસ્ત્રો મુજબ અભિવાદન નો પ્રકાર :

આપણા શાસ્ત્રો માં કુલ પાંચ પ્રકાર ના અભીવાદાનો ની વાત કરવામાં આવી છે. જેમાં થી પહેલું અભિવાદન પ્ર્ત્યુથાન છે. જેમાં કોઈ નું સ્વાગત કરવા માટે ઉભા થઇ ને કરવામાં આવે છે. બીજું નમસ્કાર છે, જેમાં આપણે હાથ જોડી ને સામે વાળા નો સત્કાર કરીએ છીએ. ત્રીજો ઉપસંગ્રહણ છે, જેમાં વડીલો અને ગુરુઓ ને પગે લાગવાનું હોય છે.

ચોથો પ્રકાર છે, સાષ્ટાંગ કે જેમાં પગ, ઘુટણ, પેટ, માથું અને હાથ જમીન પર રાખી ને જમીન પર સુઈ ને સમ્માન આપવાનું હોય છે. પાંચમો અને છેલ્લો પ્રકાર છે પ્રત્યાભીવાદન જેમાં કોઈ અભિનંદન નો જવાબ અભિનંદન દ્વારા આપવામાં આવે છે.

નમસ્કાર કરવાનો લાભ :

નમસ્કાર કરવા નું પાછળ એક વૈજ્ઞાનિક લાભ પણ છે. નમસ્તે કરવા થી હ્રદયચક્ર અને આજ્ઞાચક્ર સક્રિય થાય છે. જેને લીધે શરીર માં સકારાત્મક ઉર્જા નો સંચાર થાય છે.

આ સકારાત્મક ઉર્જા તમારા મગજ ને શાંતિ આપે છે. જેના થી તમારો આત્મવિશ્વાસ પણ વધી જાય છે.એટલું જ નહિ નમસ્કાર કરવા થી વ્યક્તિ ને ગુસ્સો પણ ઓછો આવે છે. જેનાથી વ્યક્તિ નો વ્યવહાર પણ વિનમ્ર બની જાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!