હોળીના દિવસે માં કાલી ની આ રીતે પૂજા કરવાથી ખુબ જ પુણ્ય મળે છે

હોળી ના દિવસે કરવા માં આવેલા ઉપાયો ના ફળ જરૂર થી મળે છે. એટલા માટે જ લોકો હોળી ના દિવસે પોતાના માટે અલગ અલગ પ્રકાર ના ઉપાયો કરતા હોય છે. આ દિવસે માત્ર થોડાક જ ઉપાયો કરવાથી વ્યાપાર ની સમસ્યાઓ  પરિવાર ની સમસ્યાઓ, ધન થી સંબંધિત સમસ્યાઓ વગેરે જેવી સમસ્યાઓ થી છુટકારો મળે છે.તો ચાલો જાણીએ આવા ઉપાયો વિશે.

કરવી કાળી માતા ની પૂજા :

હોળી ના દિવસે કાળી માતા ની પૂજા જરૂર થી કરવી. કાળી માતા ની પૂજા કરવાથી વ્યાપાર માં પ્રગતી થાય છે અને વ્યાપાર થી જોડાયેલી કોઈ પણ સમસ્યાઓ દુર થાય છે. સાથે જ જો ઘર માં કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેની બિમારી પણ દુર થઇ જાય છે.

એટલા માટે જ હોળી ના દિવસે કાળી માતા ની પૂજા જરૂર થી કરવી. કાળી માતા ની પૂજા કર્યા બાદ તેમને ચઢાવેલું ફૂલ પોતાના વેપાર ની જગ્યાઓ પર રાખી દેવું. એવું કરવા થી વેપાર થી જોડાયેલી સમસ્યાઓ દુર થાય છે.

આરીતે કરવી કાળી માતા ની પૂજા :

કાળી માતા ની પૂજા કરવા માટે તમારે ૭ ગોમતી ચક્ર, ૭ કૌડીયા અને ૭ કાળી ગુંજા ની જરૂર પડશે. આ બધી જ વસ્તુઓ ને કાળી માતા ને ચઢાવી દેવી અને તેમની પૂજા કરવી. પૂજા કર્યા બાદ આ બધી જ વસ્તુઓ ને ઉપાડી ને તમારા મંદિર માં રાખી દેવી.

ધન લાભ માટે :

હોળી ના એક દિવસ પહેલા એટલે કે હોળીકા દહન ને દિવસે કાળી હળદર ને મૂળ સહીત તમારા ઘર માં લઈ આવવી.હોલિકા દહન કર્યા બાદ કાળી હળદર ના રોપ માંથી મૂળ કાઢી નાખવા અને તેને સાફ કરી દેવી. જેને લીડે તેમાં રહેલી માટી સાફ થઇ જાય. 

આ પછી આ હળદર ને લાલ રંગના કાપડ માં વીટી લો અને તેને તિજોરી માં રાખી દેવી. સાત દિવસો સુધી આ હળદર ને તિજોરી માં રાખવી અને એ પછી આ હળદર ને પાણી માં પધરાવી દેવી. આ ઉપાય થી ધન લાભ થશે અને તિજોરી પૈસા થી ભરાઈ જશે.

નકારાત્મક ઉર્જા દુર કરવા :

ઘર માં રહેલી નકારાત્મક ઉર્જા ને દુર કરવા માટે પણ એક ઉપાય કરી શકાય છે. આ ઉપાય કરવાથી ઘર ની નકારાત્મક ઉર્જા દુર થઇ જાય છે. આ ઉપાય કરવા માટે ધૂળેટી ના દિવસે તમારા ઘર ના મુખ્ય દરવાજા ની પાસે ઘી નો દીવો કરવો. 

બિમારી થી મુક્તિ મેળવવા માટે :

કોઈ પણ પ્રકાર ની બિમારી થી મુક્તિ મેળવવા માટે હોળી ના દિવસે એક ઉપાય કરી શકાય. આ માટે હોળીના દહન ના દિવસે સાંજે બિમાર વ્યક્તિ ની પથારી પર એક ગ્લાસ દૂધ રાખી દેવું. બીજે દિવસે સવારે આ દૂધ ને પીપળા ના વૃક્ષ ને અર્પિત કરી દેવું. આ ઉપાય કરવાથી બિમાર વ્યક્તિ સારો થવા લાગશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!