ઈશા અંબાણીએ એમની સાસરીમાં રાખેલ હોળી પાર્ટીમાં તૈયાર થઈને બોલીવુડના આ સિતારાઓ પહોંચ્યા.

દેશના સૌથી પૈસાદાર પરિવાર એટલે કે અંબાણી પરિવાર ના સદસ્યો અવાર નવાર તહેવારો પર શાનદાર પાર્ટી દેવા માટે પણ જાણીતા છે.જયારે પણ અંબાણી ના ઘર માં કોઈ પણ ફંક્શન હોય છે ત્યારે તે બોલીવૂડ ના તમામ સ્ટાર્સ ને આમંત્રણ આપે છે.

હવે આ જ રીવાજ ને અંબાણી પરિવાર ની પુત્રી ઈશા અંબાણી પણ આગળ વધારી રહી છે. જેવું કે આપને બધા જ જાણીએ છીએ કે ૧૦ માર્ચ એટલે ગઈ કાલે ધૂળેટી નો તહેવાર હતો. એ નિમિતે ઈશા અંબાણી એ પોતાના સાસરિયા માં એક પાર્ટી નું આયોજન કર્યું હતું. આ પાર્ટી માં બોલીવૂડ ના ઘણા બધા પ્રખ્યાત લોકો આવ્યા હતા.

આ એક્ટ્રેસ પણ આવી હતી પોતાના પતિ ની સાથે :

ઈશા અંબાણીએ રાખેલી આ પાર્ટી માં તેની ખાસ મિત્ર પ્રિયંકા ચોપડા પણ પોતાના પતિ ની સાથે આવી હતી. કેટરીના કૈફ અને જૈક્લીન ફર્નાન્ડીસ પણ ખુબ જ સુદર અવતાર માં પધારી હતી.

બોલીવૂડ સ્ટાર્સ સિવાય પાર્ટી માં ઈશા ના પિયર ના લોકો પણ આવ્યા હતા. જેમાં ઈશા ની માતા નીતા અંબાણી ચમકતા રંગનો ડ્રેસ પહેરી ને આવ્યા હતા. સાથે જ ઈશા ની ભાભી શ્લોકા મેહતા પણ આવી હતી.

ઈશા ના આ ભાઈ પણ આવ્યા હતા પાર્ટી માં :

ઈશા દ્વારા આયોજિત કરવામાં આવેલી આ પાર્ટી માં તેના ભાઈ આકાશ અંબાણી પણ આવ્યા હતા.તેઓ એ રંગબિરંગી ટીશર્ટ પહેર્યું હતું સાથે જ તેની પત્ની શ્લોકા એ મલ્ટી કલર નું ટોપ અને સાથે લાંબુ ફ્રોક પહેર્યું હતું.

આવા લુક માં હતી ઇશા :

પોતાની પાર્ટી માં ઈશા ના લુક ની વાત કરીએ તો ઈશા એ ગુલાબી, સફેદ અને નારંગી રંગના કોમ્બિનેશન વાળો એક ખુબ જ સુંદર ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

આ સિવાય પણ આવ્યા હતા ઘણા બધા લોકો :

પાર્ટી માં આ બધા સિવાય બોલીવૂડ ના એક ખુબ જ સારા અભિનેતા રાજકુમાર રાવ એ પોતાની પ્રેમિકા ની સાથે આવ્યા હતા.હાલ માં જ લગ્ન કરનારા અનીસા મલ્હોત્રા અને કરીના કપૂર ના ભાઈ અરમાન જૈન પણ આવ્યા હતા.

આ પાર્ટી માં દેશભક્તિ વાળી ફિલ્મો થી પ્રખ્યાત થયેલા વિક્કી કૌશલ પણ આવ્યા હતા.તેઓ એ સફેદ શર્ટ અને બ્લુ જીન્સ પહેરી રાખ્યું હતું. સાથે જ પ્રિયંકા ચોપડા ના ભાઈ સિદ્ધાર્થ ચોપડા પણ પોતાની મંગેતર ની સાથે આવ્યા હતા.

સોશિયલ મીડિયા પર ઈશા અંબાણી ની હોળી ની આ પાર્ટી ની તસ્વીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. અને આમેય અંબાણી પરિવાર જો આમંત્રણ આપે તો તેમ ને ના કોણ કહી શકે ?

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!