જયારે એક દીકરીના લાચાર બાપને વેવાઈએ ‘સંબંધ તોડી દેવાની ધમકી આપી’ – ત્યારે પિતાનો જવાબ વાંચવા જેવો હતો

દીકરી ના લગ્ન એ કોઈ પણ પિતા માટે ખુબ જ મહત્વ નો અને તેનું દિલ દુખાડી દે તેવો પ્રસંગ હોય છે. એક દીકરી નો બાપ દીકરી નાની હોય ત્યારથી જ તેના લગ્ન માટે ના સપના જોતો હોય છે, અને ઘણા લોકો તો તેના લગ્ન માટે અગાઉ થી પૈસા એકઠા કરવાની તૈયારી પણ કરી દે છે. જોકે બધા જ લોકો આવું કરી શકતા નથી. જેને લીધે ઘણા બધા ગરીબ બાપ માટે દીકરી ના લગ્ન કરવા થોડા અઘરા બની જાય છે, આમ છતાં તે પોતે થઇ શકે એટલા પ્રયત્નો કરી ને પોતાની દીકરી ને ખુશી થી સાસરે વળાવી જ છે. 

આજે અમે તમને એક દીકરીના બાપ અને તેના મિત્ર વિશે નો એક પ્રસંગ વિશે જણાવવા ના છીએ. કહેવાય છે કે સાચા મિત્રો બે પ્રકાર ના હોય છે, એક કૃષ્ણ જેવો હોય છે કે જે તમારી સાથે લડાઈ માં ભાગ ન લે આમ છતાં તમને જીતાડી દે છે અને બીજો એક કર્ણ જેવો હોય છે કે જે તમે હારવાના હોવ આમ છતાં તમારો સાથ આપે છે.આજે અમે જે પ્રસંગ વિશે વાતકરવાના છીએ એ પ્રસંગ વિશે જાણીને તમને પણ સાચા મિત્ર ની કદર થઇ જશે.

આ છે આખી ઘટના :

એક ખુબ જ ગરીબ વ્યક્તિ હતા કે જેમના ઘરે માત્ર એક દીકરી જ હતી. આ માણસે વર્ષો સુધી પોતાની દીકરી ને ઉછેરી અને તેના લગ્ન કરાવવા નો સમય આવી ગયો. આ સમયે તેણે દીકરી માટે સારું ઠેકાણું ગોતવા નું ચાલુ રાખ્યું. થોડા સમય માં એક સારું ઠેકાણું મળી ગયું અને છોકરી ની સગાઇ પણ નક્કી કરી દીધી. આ પછી છોકરા ના પક્ષ ના લોકો એ દીકરી ના ઘરે લગ્ન સમજવા માટે આવ્યા હતા ત્યારે દીકરી નો બાપ તેમને ખુબ જ સારી રીતે જમાડે છે અને તેમની આગતા સ્વાગતા કરે છે.

આ સમયે દીકરી નો બાપ દીકરા ના પક્ષ ને વિનંતી કરે છે કે સગાઇ તો નક્કી કરી દીધી છે પરંતુ હમણાં થોડી પરિસ્થિતિ સારી નથી એટલા માટે એક વર્ષ સુધી લગ્ન ને મોકૂફ રાખો.

સામા પક્ષ વાળા એ આપ્યો આ જવાબ :

દીકરી ના બાપ ની લગ્ન મોકૂફ રાખવાની વાત સાંભળી ને સામાપક્ષ વાળા સમજી ગયા હતા અને તેઓએ કહ્યું હતું કે જો તમને કોઈ જરૂર હોય તો અમે તમને ટેકો કરીશું. આ વાત સાંભળી ને દીકરી ના બાપે કહ્યું કે જો હું દીકરી ના પૈસા લવ તો નર્ક માં પણ મને જગ્યા ના મળે એટલા માટે હું તમારી પાસે થી તો કોઈ પણ જાત નો ટેકો ન લઇ શકું.

પછી થયું આવું :

લગ્ન લેવા માટે આવેલા મહેમાનો એ કહ્યું કે જો તમે લગ્ન મોકૂફ રાખવા નું ઇચ્છતા હોવ તો આપણે લગ્ન ને રદ જ કરી દઈએ મોકૂફ શુકામ રાખવા જોઈએ. આવી રીતે દીકરી ના બાપ ને કહી ને તેઓ એ લગ્ન ને નક્કી કરાવી દીધા.

દીકરી ના બાપ ને થઇ ખુબ જ ચિંતા : 

લગ્ન નક્કી થઇ ગયા પરંતુ પોતાની પાસે લગ્ન કરવા માટે ના પૈસા નથી એટલા માટે દીકરી ના બાપ ને ખુબ જ ટેન્શન રહેવા લાગ્યું અને તેને ઘણા બધા પ્રયત્નો કાર્ય પરંતુ તે કોઈ પણ રીતે લગ્ન માટે પૈસા ની સગવડતા ન કરી શક્યા. આ પછી તેને તેના એક મિત્ર ની યાદ આવી કે આમ તો અમે બંને મિત્રો છીએ તો એ કદાચ મારી મદદ કરશે. પરંતુ દીકરી ના બાપ ને પોતના મિત્ર પાસે થી પૈસા માંગવા જવા માં ખુબ જ શરમ આવતી હતી તેને લાગ્યું કે જો તેઓ તેમની પાસે થી પૈસા માંગશે તો તેમની મિત્રતા તૂટી જશે.

આખરે કઈ પણ કરીને દીકરી નો બાપ એક દિવસ રાતના ૧૨ વાગ્યે તેના મિત્ર ને ત્યાં ગયો. મિત્ર ને ત્યાં ગયા બાદ પણ તે પોતાનું માથું નીચે જ રાખી ને રળી રહ્યો હતો. આ જોઈ ને તેમના મિત્ર એ તેમને ઘણી વાર સમસ્યા વિશે પૂછ્યું પરંતુ ઘણી બધી વાર પૂછ્યા બાદ આખરે તેણે પોતાના મિત્ર ને કહ્યું કે જો તું મારા પર વિશ્વાસ કરતો હોય તો મને મારી દીકરી ના લગ્ન માટે ૧ લાખ રૂપિયા ઘટે છે, જો તું મદદ કરીશ તો હું થોડા જ સમય માં કઈ પણ કરી ને તને બધા જ પૈસા પાછા આપી દઈશ.

મિત્ર એ કહ્યું આવું :

દીકરી ના બાપ અને પોતાના મિત્ર ની વાત સાંભળી ને તરત જ દીકરી ના બાપ ના મિત્ર એ તેને જવાબ આપ્યો કે માત્ર તારે પૈસા ની જરૂર છે એટલા માટે જ તું આવું કહી રહ્યો છે. આટલું કહેતા તેણે પોતાની પત્ની ને પૈસા લઇ આવવા લહ્યું અને પોતાના મિત્ર ના હાથ માં એક લાખ રૂપિયા આપી દીધા.

આ સાથે જ કહ્યું કે લે આ ૧ લાખ રૂપિયા અને હજુ વધારે જરૂર હોય તો તને આપણી મિત્રતા ના સમ છે તું મને જરૂર કહેજે. અને જયારે તારી પાસે સગવડ થાય ત્યારે આપજે અને જો ના થાય તો ના આપતો હું એમ સમજી લઈશ કે મેં મારી દીકરી ના લગ્ન કરાવ્યા હતા.

મિત્ર ની પત્ની એ કહ્યું આવું :

જયારે દીકરી નો બાપ પૈસા લઈને તેના મિત્ર ના ઘરે થી ચાલ્યો ગયો અને તેઓ બધા જ અંદર ગયા ત્યારે તેના પત્ની એ તેમને પૂછ્યું કે શા માટે તમે એમને પૈસા ની મદદ કરી જો પૈસા પાછા નઈ આવે તો ? એનો જવાબ આપતા તેણે કહ્યું કે અમે બંને મિત્રો છીએ તો એની દીકરી ના લગ્ન નક્કી થયા અને તેની પરિસ્થિતિ ની ખબર હોવા છતાં મેં તેને સામેથી પૈસા વિશે કઈ પૂછ્યું જ નહિ અને તેને આપણા ઘરે પૈસા લેવા આવવું પડ્યું હતું જે એક સાચા મિત્ર તરીકે બરાબર ના કહેવાય.આ વાત સાંભળી ને એ મિત્ર ની પત્ની ને તેના પતિ ની સાચી મિત્રતા પર ગર્વ થયું.

આ પ્રસંગ પરથી જ તમે જાણીજ ગયા હશો સાચા મિત્ર નું આપણા જીવનમાં શું મહત્વ છે. 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!