જ્યોતિરાદીત્ય સિંધિયા નો ૪૦૦ રૂમ વાળો મહેલ જુવો – અમુલ્ય રત્નોથી શણગારેલ મહેલના ફોટા જોવો

જ્યોતિરાદિત્ય સિંધિયા એ સિંધિયા રજવાડા ના સંબંધ રાખવાવાળા અને જયવીલાસ પેલેસ ના માલિક છે.જયવીલાસ મહેલ એ ખુબ જ મોટો છે અને આ મહેલ ને વર્ષ ૧૮૭૪ માં શ્રીમંત જયાજી રાવ સિંધિયા બનાવડાવ્યો હતો. આ મહેલ કેટલો ભવ્ય હશે તેનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે તે ૪૦ એકડ માં ફેલાયેલ છે અને આ મહેલ ની દીવાલો ને સોના ચાંદી થી સજાવવા માં આવેલી છે.

ગ્વાલિયર માં છે સ્થિત આ મહેલ :

ગ્વાલિયર માં સ્થિત આ મહેલ સિંધિયા રજવાડા નો રાજમહેલ છે.આ મહેલ માં જીવાજીરાવ સિંધિયા મ્યુઝીયમ પણ છેકે જે લોકો માટે ખોલવામાં આવેલું છે. આ મ્યુઝીયમ માં સિંધિયા કુટુંબ ના ઈતિહાસ થી જોડાયેલી વસ્તુઓ રાખવામાં આવી છે.આ મ્યુઝીયમ ને વર્ષ ૧૯૬૪ માં લોકો માટે ખોલવામાં આવ્યું હતું.

આ મહેલ માં આજે પણ સિંધીયા રાજ પરિવાર રહે છે અને આ મહેલ ને જોવા માટે દેશ વિદેશ ના પ્રવાસીઓ ગ્વાલિયર માં આવે છે. આ મહેલ માં સિંધિયા પરિવાર ના વંશજ જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના પરિવાર ની સાથે રહે છે.

મહેલ ની છે આ બધી વિશેષતાઓ :

  • જયવિલાસ મહેલ નું નિર્માણ સર માઈકલ ફીલોસે એ કર્યું હતું,આ મહેલ ની કીમત વર્ષ ૧૮૭૪ માં ૨૦૦ મિલિયન ડોલર જેટલી હતી.
  • ખુબ જ ભવ્ય રીતે બનાવવા માં આવેલા આ મંદિર ની વાસ્તુકલા ખુબ જ સુંદર છે.
  • આ મહેલ ના પહેલા માળ ને ટસ્ક્ન સ્ટાઈલ માં બનાવવા માં આવ્યો છે.
  • આ મહેલ ને ઇટાલિયન – ડોરિક અને કોરીન્થીયન સ્ટાઈલ માં સજાવવા માં આવેલું છે.
  • એવું કહેવામાં આવે છે કે આ મહેલ ને બનાવવા માટે વિદેશી કારીગરો ની મદદ પણ લેવામાં આવી હતી.

૪૦૦ રૂમ છે આ મહેલ માં :

  • જયવિલાસ મહેલ માં કુલ ૪૦૦ રૂમ બનાવેલા છે અને બધા જ રૂમ માંથી જ્યોતિરાદિત્ય ના રૂમ ને સોના ચાંદી અને અમુલ્ય રાતનો થી સજાવેલ છે.
  • જયવિલાસ મહેલ ની ઘણી બધી દીવાલો પર સોના નો કલર કરેલ છે.
  • આ મહેલ માં ૩૫૦૦ કિલો નું  ઝુમર લગાવવા માં આવ્યું છે કે જે દેખાવા માં ખુબ જ ભવ્ય અને સુંદર છે.આ ઝુમર જયવિલાસ પેલેસ ના દરબાર ના હોલ માં લગાવેલ છે.આ ઝુમર ની સાથે એક અન્ય ઝુમર પણ લગાવવા માં આવ્યું છે.
  • હોલ માં આ ઝુમર ને ટીંગાળવા માટે હાથીઓ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.માનવામાં આવે છે કે અંદાજે ૧૦ હાથીઓ ને લાકડા ના રૈપ દ્વારા છત પર ચઢાવવા માં આવ્યા હતા.
  • આ ઝુમર ને લગાવવા માટે નું કામ સાત દિવસ સુધી ચાલ્યું હતી.આ ઝુમર ૪૮ ફૂટ ઉંચી છત પર લગાવેલું છે.

ડાઈનીંગ ટેબલ પર લગાવેલ છે ચાંદી ની ટ્રેન :

જયવિલાસ પેલેસ નો ડાઈનીંગ હોલ ખુબ જ મોટો અને સુંદર છે.આ ડાઈનીંગ હોલ માં ઘણા બધા ટેબલ પણ રાખવામાં આવ્યા છે અને આ ટેબલ પર ચાંદી ની ટ્રેન લગાવેલી છે કે જેનો ઉપયોગ જમવાનું પીરસવા માટે થાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!