કપિલના શો ની તૈયારીઓનો વિડીયો લીક થયો – આ રીતે શો પહેલા પ્રાથમિક રીહર્સલ થાય છે

“ધ કપિલ શર્મા શો” હમણાં ફરી પાછો ખુબ જ પ્રખ્યાત થઇ રહ્યો છે. આ શો એવો છે કે આખો પરિવાર સાથે મળી ને જુએ છે. શો ની ટીઆરપી પણ હમેશા ટોપ ૧૦ માં હોય છે. અંદાજે એક કલાક ના આ શો માં લોકો ખુબ જ હસતા હોય છે.કપિલ નો આ શો મોટા ભાગે ફિલ્મો સિતારાઓ ને પોતાની ફિલ્મ ના પ્રમોશન માટે નો અડ્ડો બનાવી રહ્યો છે.

આ શો ની સફળતા ની પાછળ કપિલ સિવાય ઘણા બધા લોકો ની મહેનત છુપાયેલ હોય છે.શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ શો ને બનાવવા માટે પડદા ની પાછળ કેવી રીતે કામ થતું હોય છે? આજે અમે તમને કપિલ ના આ શો ની પાછળ ની તૈયારીઓ કેવી રીતે થાય છે.

સોની ટીવી એ કર્યો એક વિડીયો શેર :

હમણા જ સોની ટીવી એ પોતાના સોશિયલ મીડિયા પર આ શો ની પાછળ ની તૈયારીઓ નો એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયો માં શો ની જજ બનેલી અર્ચના પુરન સિંહ જણાવે છે કે કપિલ ના શો ની શરૂઆત ની પહેલા સેટ પર શું શું થતું હોય છે.

સૌથી પહેલા કરે છે ગણપતિ જી ના દર્શન :

આ વિડીયો માં અર્ચના જી જેવી કપિલ ના શો માં આવે છે તો સૌથી પહેલા તો તે ગણપતિ જીની સામે માથું નમાવે છે.આના પછી તે ખુબ જ પાતળી ગલી માંથી થઇ ને સેટ પર જાય છે.અર્ચના બધાને એ પણ જણાવે છે કે તેને દરરોજ આટલી જ પાતળી ગલી એ થી થઇ ને નીકળવું પડે છે. તમારી જાણકારી માટે જણાવી દઈ એ કે આ વિડીયો ગયા રવિવાર ના એપિસોડે નો છે. આ એપીશોડ માં અભિનેત્રી કાજોલ અને અન્ય કલાકાર “દેવી” નામની શોર્ટ ફિલ્મ ના પ્રમોશન માટે આવ્યા હતા. જયારે અર્ચના ખુરસી પર બેસે છે તેનાથી પહેલા ત્યાં રહેલા લોકો ના હાલ ચાલ પણ પૂછી લે છે.

આ અભિનેત્રીઓ છે આ શોર્ટ ફિલ્મ માં :

દેવી નામ ની આ શોર્ટ ફિલ્મ માં કામ કરનાર અભિનેત્રીઓ કાજોલ, નીના કુલકર્ણી, શિવાની રઘુવંશી, શ્રુતિ હસન અને યશસ્વિની દાયમા એ કામ કર્યું છે.અર્ચના એ જણાવ્યું કે કાજોલ સવાર ના ૧૦ વાગ્યા ની સેટ પર આવી ગઈ છે અને બાકી ના કલાકારો ની રાહ જોઈ રહી છે.

શો માં અર્ચના અને કપિલ સિવાય આ લોકો પણ છે :

કપિલ શર્મા ના આ શો માં કપિલ અને અર્ચના સિવાય કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, ચંદન પ્રભાકર, ભારતી સિંહ અને સુમોના ચક્રવર્તી પણ કોમેડી કરતી જોવા મળે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!