કેટરીના ને લીધે સલમાનનો દુશ્મન બન્યો આ એક્ટર – પહેલા શાહરૂખ સાથે પણ ઝઘડો થઇ ચુક્યો છે

સલમાન ખાન ના મિત્રો ની લીસ્ટ ખુબ જ લાંબી છે. જેની સાથે તેઓ મિત્રતા કરી લે છે, તેને સાચવે પણ છે, પરંતુ એક વાર જો કોઈ મિત્ર ને પોતાની લીસ્ટ માંથી બહાર કાઢી મુક્યા તો તેને બીજી વાર ક્યારેય મિત્ર બનાવતા નથી.તેમની આવી લીસ્ટ માં આમ તો ઘણા બધા નામ છે. પરંતુ હવે એક નવા નામ ની એન્ટ્રી પણ થઇ ચુકી છે. આ નવું નામ બીજું કોઈ નહિ પરંતુ વિકી કૌશલ નું છે.

વિકી સલમાન ની એ લીસ્ટ માં સામેલ થઇ ગયા છે, જેને સલમાન પસંદ કરતા નથી. કારણ માત્ર એટલું જ હતું કે વિકી એ સલમાન ની મિત્ર કેટરીના ની સાથે મિત્રતા કરવાનો ગુનો કરી દીધો છે. જણાવી દઈએ કે મસ્તી મસ્તી માં થોડા સમય પહેલા જ વીકી કૌશલ એ કેટરીના કેફ ની સામે સલમાન ખાન ની હાજરી માં પોતાના દિલ ની વાત કહી દીધી હતી અને આ બધી વાત દરમિયાન સલમાન માત્ર હસતા જ રહ્યા હતા.

આવનારા સુપરસ્ટાર છે વિકી કૌશલ :

બોલીવૂડ ના સૌથી ઝડપ થી વિકસી રહ્યા સ્ટાર વિકી કૌશલ એ પોતાની અલગ જ ઓળખ થી આગળ વધી રહ્યા છે. તેઓ આવનારા સમય ના સુપરસ્ટાર બની શકે છે એમ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. 

જેટલી વાતો તેમની ફિલ્મ ની થઇ રહી છે એટલી જ ચર્ચા તેમના અને કેટરીના ની મિત્રતા અને વધી રહેલા સંબંધ ની થઇ રહી છે. ખુબ જ ઓછા સમય માં તેઓ એક બીજાની નજીક આવી ગયા છે અને બંને ક્યારેક છુપાઈને તો ક્યારેક બધા ની સામે જ મળી રહ્યા છે એવી ખબર આવી રહી છે.

હવે વિકી કૌશલ સાથે છે કેટરીના :

જે કેટરીના ની સાથે સલમાન ની મિત્રતા ની ખુબ જ ચર્ચા થતી હતી, એ જ કેટરીના હવે સલમાન થી અલગ થઇ ને વિકી ની પાસે જતી રહી છે. જયારે જયારે આ બંને ના મળવા ની ખબર આવે છે ત્યારે ત્યારે સલમાન ના દિલ માં કસક જરૂર થાય છે. જણાવવા માં આવી રહ્યું છે કે છેલ્લે સલમાન એ પોતાના મિત્રો ની લીસ્ટ માંથી વિકી કૌશલ ને બહાર કરી દીધા છે.

આને લીધે પ્રભાવિત થઇ શકે છે કરણ ઝોહર ની ફિલ્મ :

એવી આશંકા લગાવવા માં આવી રહી છે કે કેટરીના કૈફ અને વીકી કૌશલ ની દોસ્તી થી થયેલી સલમાન ની નારાજગી  ને લીધે કરણ ઝોહર ની આવનારી ફિલ્મ તખ્ત પ્રભાવિત થઇ શકે છે, કેમકે આમાં વિકી કૌશલ ઘણી મોટી ભૂમિકા ભજવતા જોવા મળી આવશે. આવતા વર્ષે ૨૪ ડીસેમ્બર ના દિવસે રીલીઝ થશે આ ફિલ્મ. 

એવું થઇ શકે છે કે આ ફિલ્મ ને સલમાન ખાન ની ફિલ્મ કિક – ૨ ની સાથે રીલીઝ થવા ને લીધે નુકસાન થઇ શકે છે.આની પહેલા પણ રણબીર કપૂર, અર્જુન કપૂર અને વિવેક ઓબેરોય સલમાન ની નારાજગી ને સહન કરી ચુક્યા છે. એટલું જ નહિ એક રીપોર્ટ નું માનીએ તો સલમાન ખાન અને શાહરૂખ ખાન ની વચ્ચે પણ કેટરીના ને લીધે ઝઘડો થઇ ચુક્યો છે.કે જે હવે સમાપ્ત થઇ ચુક્યો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!