કિયારા અડવાણીને બોલીવુડ માં આવતા પહેલા આ ડર સતત હેરાન કરતો હતો – પોતે ખુલાસો કર્યો

બોલીવૂડ માં કિયારા અડવાણી આજે એક જાણીતું નામ બની ગયું છે.તે એક પછી એક સફળતા ના સ્ટેપ પર ચઢી રહી છે.અત્યાર સુધી કિયારા અડવાણી એ ખુબ જ ઓછી ફિલ્મો માં કામ કર્યું છે, પરંતુ આ બધી ફિલ્મો માં તેમનું પ્રદર્શન એવું છે કે તેમની લોકપ્રિયતા નો જાદુ લોકો ની ઉપર ચઢી ગયો છે. 

કિયારા અડવાણી એ હાલ માં જ એક ઈન્ટરવ્યું માં જણાવ્યું હતું કે બોલીવૂડ માં આવ્યા પહેલા થી તેને ડર લાગતો હતો કે તે બોલીવૂડ માં એક સ્ટીરીયો ટાઈપ બની ને રહી જશે.

શાનદાર રહી બંને ફિલ્મો :

ગયા વર્ષે બોક્સ ઓફીસ પર કિયારા અડવાણી ની બે ફિલ્મો રીલીઝ થઇ હતી, એમાંથી પહેલી હતી કબીર સિંહ અને બીજી હતી ગુડ ન્યુઝ. બંને ફિલ્મો માં તેમની ભૂમિકા એકદમ અલગ જ હતી. ફિલ્મ કબીર સિંહ માં જ્યાં કિયારા અડવાણી એ એક મેડીકલ સ્ટુડન્ટ ની સહત શહીદ કપૂર ની ગર્લફ્રેન્ડ નું પાત્ર ભજવ્યું હતું.

ગુડ ન્યુઝ ફિલ્મ માં દિલજીત દોસાંજ ની સાથે પણ તેમની જોડી ખુબ જ જામી અને લોકો ને તેમનું આ પાત્ર ખુબ જ ગમ્યું હતું.આ બંને ફિલ્મો બોક્સ ઓફીસ માં સફળ રહી હતી.

અલગ અલગ રોલ મળ્યા તે ખુબ જ ગમ્યું :

કિયારા અડવાણી એ કહ્યું હતું કે બોલીવૂડ માં આવતા પહેલા તેને એ જ વાત નો ડર લાગતો હતો કે તે બાકી હિરોહીનો ની જેમ એન્ટ્રી કરી ને સ્ટીરીયોટાઈપ ના બની જાય.કેમકે તેઓએ ઘણી બધી અભિનેત્રીઓ ને જોયું છે કે એક જ પ્રકાર ના રોલ હમેશા જ કરતી જોવા મળે છે.

કિયારા અડવાણી મુજબ તે ખુબ જ નસીબદાર છે કે તેને અલગ અલગ પ્રકાર ના રોલ કરવા મળ્યા છે.

ક્યારેય ન કર્યો આવો પ્રયત્ન :

કિયારા અડવાણી એ કહ્યું હતું કે મને લિમિટેડ માનવામાં નથી આવી અને જેટલી પણ ભૂમિકાઓ હજી સુધી મળી છે, કે જે બધી એક બીજાથી અલગ અલગ રહી છે. મેં ક્યારેય મારી બાજુ થી આના માટે કોઈ પ્રકાર નો પ્રયાસ કર્યો ન હતો.આ કદાચ મારા નસીબ માં છે કે મને અલગ અલગ પ્રકાર ના રોલ મળી શકે.

મળ્યો વધુ સારો રિસ્પોન્સ :

કિયારા નુ કહેવું છે કે જયારે મેં કબીર સિંહ ફિલ્મ માં પ્રીતિ ની ભૂમિકા ભજવી હતી ત્યારે લોકો એ મને ખુબ જ પસંદ કરી હતી.કોઈએ વિચાર્યું જ નહિ હોય કે હું પંજાબી છોકરી નું પાત્ર પણ સારી રીતે ભજવી શકીશ.ગુડ ન્યુઝ માં પણ મેં ભજવેલું પાત્ર લોકો ને ખુબ જ પસંદ આવ્યું હતું.હવે ફિલ્મ ગિલ્ટી માં જે મારું પાત્ર છે, તેને પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.જેનાથી હું ખુબ જ ખુશ છું.

આવવાની છે આ ફિલ્મો :

કિયારા અડવાણી અત્યારે અક્ષય કુમાર ની સાથે લક્ષ્મી બમ ફિલ્મ માં કામ કરી રહી છે, એના સિવાય તે કાર્તિક આર્યન ની આવનારી ફિલ્મ ભૂલ ભુલૈયા ૨ માં પણ નજર આવવાની છે. એક મહિલા પર આધારિત એક ફિલ્મ માં પણ કિયારા અડવાણી કામ કરવાની કે,જેનું નામ ઇન્દુ કી જવાની છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!