લગ્ન પછી નીતા અંબાણીમાં આટલો બદલાવ આવેલો – દુર્લભ ફોટામાં બંનેના પ્રેમની ગહેરાઈ દેખાઈ જશે

દેશ ના સૌથી પૈસાદાર વ્યક્તિ મુકેશ અંબાણી ને તો બધાજ લોકો ઓળખતા જ હોય છે. મુકેશ ની સાથે જ તેમનો આખો પરિવાર પણ પ્રખ્યાત છે. ખાસકરીને મુકેશ ના પત્ની નીતા અંબાણી સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થતી રહે છે. મુકેશ અને નીતા ના લગ્ન ૮ માર્ચ ૧૯૮૫ માં થયા હતા.

તેઓ એ હમણાં જ પોતાના લગ્ન ની ૩૫ મી વર્ષગાઠ મનાવી હતી, મુકેશ અને નીતા ની લવસ્ટોરી પણ ખુબ જ રસપ્રદ છે. જોકે આમ તો તેઓના લગ્ન અરેંજ મેરેજ હતા પરંતુ મુકેશજી ના માતાજી કોકિલા બહેન એ નીતા ને એક ફંક્શન માં કથ્થક ડાન્સ કરતા જોયા હતા. નીતા ત્યારે જ તેમને પોતાના પુત્ર એટલે કે મુકેશ જી માટે પસંદ આવી ગયા હતા.

નીતાજી આટલા રૂપિયા ના પગાર માં કામ કરતા હતા :

જયારે કોકીલાજી એ નીતાજી ને જોયા તે વખતે તો તેમનો પરિવાર એક મધ્યમ વર્ગનો હતો અને નીતા જી પોતે એક સ્કુલ માં ૮૦૦ રૂપિયા મહિના ના પગાર પર એક શિક્ષક નું કામ કરતા હતા. બાળકો ને તેઓ અભ્યાસ સિવાય ડાંસ અને સંગીત પણ શીખવાડતા હતા.

એ સમયે નીતાજી જયારે ૨૦ વર્ષ ના હતા ત્યારે તેઓ મુંબઈ ના બિરલા માતોશ્રી માં કલ્ચરલ પ્રોગ્રામ માં પોતાનું પરફોર્મન્સ આપવા ગયા હતા. અને તે જ જગ્યાએ મુકેશ જી ના માતા પિતા એટલે કે કોકીલાબહેન અને ધીરુભાઈ આવ્યા હતા.

ધીરુભાઈ નો ફોન કોલ કટ કરી દીધો હતો નીતા એ :

નીતા ના ડાંસ પરફોર્મન્સ ને જોઇને જ ધીરુભાઈ અને કોકિલા બહેન એ મનમાં જ નીતા ને પોતાની વહુ માની લીધી હતી. જેના પછી બીજા દિવસે ધીરુભાઈ એ નીતા ના ઘરે કોલ કર્યો અને કહ્યું કે “હું ધીરુભાઈ અંબાણી બોલી રહ્યો છું” આ સાંભળી ને નીતા એ તેમનો કોલ કટ કરી દીધો હતો.

જેના પછી ધીરુભાઈ એ બીજી વખત કોલ કર્યો હતો અને કહ્યું કે “હું ધીરુભાઈ અંબાણી બોલી રહ્યો છું. શું હું નીતા સાથે વાત કરી શકું છું ?” આના પર નીતા એ જવાબ આપ્યો કે “જો તમે ધીરુભાઈ અંબાણી વાત કરી રહ્યા છો તો હું એલીઝાબેથ ટેલર” એવું કહીને નીતા એ ફરી પાછો કોલ કટ કરી દીધો હતો.

ત્રીજી વાર ખરેખર કરી વાત :

બે વખત કોલ કટ કરી નાખવા થી નીતા ની સાથે વાત ના થઇ આમ છતાં ધીરુભાઈ એ ત્રીજી વખત કોલ કર્યો પરંતુ આ વખતે આ કોલ નીતા ના પિતાજી એ ઉપાડ્યો અને જયારે તેમને સાચી વાત ની જાણ થઇ ત્યારે તેઓ એ નીતા ને ફોન આપ્યો અને તેમની સાથે વિનમ્રતા થી વાત કરવા કહ્યું.

જેના પછી નીતા એ ધીરુભાઈ ને જાય શ્રી કૃષ્ણ કહ્યું. એના પછી ધીરુભાઈ એ કહ્યું કે તમને હું અમારી ઓફીસ પર આવવા નું આમંત્રણ આપુ છું. આવું કહીને તેઓએ કોલ કટ કરી દીધો હતો.

મુકેશજી એ કર્યું હતું આ રીતે પ્રપોઝ :

આ બધું થયા પછી મુકેશજી એ નીતા ને પ્રપોઝ કરી હતી. વાત એમ છે કે નીતા અને મુકેશ બંને મુંબઈ ના પેડર રોડ પર કાર ડ્રાઈવ પર નીકળ્યા હતા. ત્યાં એક સિગ્નલ પર તેમની ગાડી ઉભી રહી. ત્યારે મુકેશ એ નીતા ની આંખ માં જોઇને કહ્યું કે “શું તું મારી સાથે લગ્ન કરીશ ?” આના પર નીતા શરમાઈ ગઈ અને મોઢું નીચે કરી દીધું હતું.

તેમણે મુકેશ ને કહ્યું કે તમે ગાડી આગળ ચલાવો, કેમકે પાછળ ઘણી બધી ગાડીઓ ઉભી હતી અને હોર્ન વગાડી રહી હતી. મુકેશ એ કહ્યું હતું કે જ્યાં સુધી તું જવાબ નહિ આપે ત્યાં સુધી હું ગાડી આગળ નહિ ચલાવું. થોડી વાર માં જ ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ થઇ ગઈ હતી. એવા માં નીતા એ કહ્યું કે “હા હું કરીશ.. હું કરીશ..”

લગ્ન પહેલા આ શરત રાખી હતી નીતા એ :

એક વિચિત્ર વાત એ છે કે નીતા એ લગ્ન માટે એક શરત રાખી હતી કે તે લગ્ન પછી પણ પોતાની સ્કુલ ની નોકરી નહિ છોડે. જે શરત મુકેશ એ સ્વીકારી લીધી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!