મંદિરમાં પ્રવેશ કરતા પહેલા બુટ-ચપ્પલ બહાર મુકવાનું આ કારણ હોય છે – આજની પેઢીને સમજવું ખુબ જરૂરી છે

મંદિર માં જઈને લોકો ભગવાન ની સામે માથું નમાવે છે અને તેમની પૂજા કરે છે. આપણા દેશ માં ખૂણે ખૂણે મંદિર બનાવેલા છે અને બધા જ મંદિર કોઈ ને કોઈ ભગવાન ને સમર્પિત છે.મંદિરો માં જવા ના કેટલાક નિયમો પણ છે અને જે લોકો પણ મંદિર માં જતા હોય છે તેઓ ને આ નિયમો ને માનવું જરૂરી છે.

આ બધા જ નિયમો માંથી એક નિયમ છે મંદિર ની બહાર જ બુટ-ચપ્પલ ઉતારી દેવા એ પણ છે. બુટ-ચપ્પલ ઉતારી ને પછી જ મંદિર માં પ્રવેશવા માટે ની રજા મળે છે.શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે મંદિર માં હમેશા ખુલ્લા પગે જ પ્રવેશ કરવાનો હોય છે અને બુટ-ચપ્પલ ને બહાર જ ઉતારવાના હોય છે.

આ બધા છે કારણો :

૧) મંદિર હોય છે પવિત્ર :

મંદિર એક પવિત્ર સ્થળ હોય છે, જેથી બુટ-ચપ્પલ ને મંદિર માં લઇ જવાની મનાઈ હોય છે. બુટ ચપ્પલ પહેરીને જો મંદિર માં પ્રવેશ કરવામાં આવે તો મંદિર ની પવિત્રતા ખરાબ થઇ જાય છે.

૨) હોય છે નકારાત્મક ઉર્જા :

બુટ અને નકારાત્મક ઉર્જા જોડાયેલી હોય છે અને તેમનો સંબંધ પાતાળ લોક ની સાથે જોડાયેલ માનવામાં આવે છે. બુટ અને ચપ્પલ બનાવવા માં રજ અને તમ ધાતુ નો ઉપયોગ કરવામાં આવે છે અને આ બંને ધાતુઓ પાતાળ લોક માંથી આવનારી નકારાત્મક ઉર્જા ને ધરતી ની સાથે જોડવાનું કામ કરે છે.

૩) મંદિર નું વાતાવરણ હોય છે સાફ :

મંદિર નું વાતાવરણ એકદમ શુદ્ધ હોય છે. જયારે આપને બુટ ચપ્પલ પહેરીને મંદિર માં પ્રવેશ કરીએ તો તેમાં રહેલી ધૂળ મંદિર ના વાતાવરણ માં ભળી જાય છે અને વાતાવરણ ને દુષિત બનાવે છે.એટલા માટે પણ મંદિર માં બુટ ચપ્પલ પહેરી ને જવાની મનાઈ હોય છે.

૪) ભગવાન નો આદર કરવો :

મંદિર માં પ્રવેશતા સમયે પોતાના બુટ ચપ્પલ બહાર ઉતારવા અને શુદ્ધ શરીર ની સાથે ભગવાન ની સામે જઈને પૂજા કરવા થી આપણે ભગવાન નો આદર કરીએ છીએ. 

૫) સાચા મન થી થાય છે પૂજા :

હમેશા શુદ્ધ શરીર ની સાથે જ મંદિર માં પૂજા કરવી જોઈએ. જયારે આપણે ખુલ્લા પગે મંદિર માં પ્રવેશીએ છીએ ત્યારે સકારાત્મક ઉર્જા પગ ના માધ્યમ થી શરીર માં પ્રવેશ કરે છે અને આપણા મગજ માંથી ખરાબ વિચારો ને દુર કરે છે અને આપણું મન ભગવાન ને સમર્પિત થાય છે.

૬) શાસ્ત્રો કરી છે મનાઈ :

શાસ્ત્રો માં ચોખી રીતે લખેલું છે કે જયારે પણ આપણે મંદિર માં કે ભગવાન ની સામે પ્રવેશ કરીએ તો ખુલ્લા પગે જ જવું જોઈએ અને બુટ ચપ્પલ ભગવાન થી દુર જ ઉતારી ને જવું જોઈએ. જેને લીધે અશુદ્ધ વસ્તુઓ ભગવાન ની પાસે પહોચી ને મંદિર નું વાતાવરણ દુષિત ન થાય.

આ બધા છે અન્ય નિયમો :

બુટ અને ચપ્પલ સિવાય જયારે પણ આપણે મંદિર માં જઈએ છીએ તો આપણું માથું કપડા થી ઢકાયેલ રાખવું જોઈએ. આની સાથે મંદિર માં જતા પહેલા બુટ ચપ્પલ ઉતારી ને હાથ પગ ને સાફ પાણી થી ધોઈને જ જવું જોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!