માં ની પૂરી અણસાર આવી ગઈ છે કમલ હસનની લાડલી અક્ષરામાં – ફોટા જોઇને અલગ નહિ પાડી શકો

શ્રુતિ હસન બોલીવૂડ ની જાણીતી અભિનેત્રી છે. શ્રુતિ હસન એ હિન્દી ની સાથે દક્ષીણ ની ફિલ્મો માં પણ કામ કર્યું છે. તેઓએ પોતાના ફિલ્મી કરિયર માં એક થી એક ચડિયાતી ફિલ્મો કરી છે. શ્રુતિ હસન એ કમળ હસન ની પુત્રી છે. કમલ પણ તેમના જમાના ના સુપર સ્ટાર રહી ચુક્યા છે.પરંતુ આજે અમે શ્રુતિ હસન ની બહેન અક્ષરા હસન વિશે વાત કરવાના છીએ.

શ્રુતિ હસન ની નાની બહેન અક્ષરા હસન એકદમ તેની માં જેવી જ દેખાય છે. આજે અમે તમને અક્ષર ની કેટલીક એવી તસ્વીરો દેખાડવાના છીએ કે જેમાં તે એકદમ તેની માં સારિકા જેવી જ દેખાય છે.

મદ્રાસ માં થયો હતો જન્મ :

અક્ષર નો જન્મ મદ્રાસ માં થયો હતો. લોકો તેને પ્રેમ થી અક્ષુ કહી ને પણ બોલાવે છે. અક્ષરા હસન એ ફિલ્મ “શ્મીતાભ” થી બોલીવૂડ માં એન્ટ્રી કરી હતી.આ ફિલ્મ ને લીધે જ અક્ષર ની ખુબ જ ચર્ચા થઇ હતી. જોકે તે સમય અક્ષરા રતિ અગ્નિહોત્રી ના પુત્ર તનુજ ની સાથે પોતાની મિત્રતા ને લઈને ચર્ચા માં હતી.

અક્ષરા ની માં સારિકા ને પોતાની દીકરી ની આ મિત્રતા પસંદ ન હતી એટલા માટે તેણે તેની દીકરી ને સલાહ પણ આપી હતી. અક્ષર ની માં સારિકા નું કહેવું હતું કે તેને પહેલા પોતાના કરિયર પર ધ્યાન આપવું જોઈએ કેમકે કામ કરવા નો તે જ સમય છે.

૧૯૮૮ માં થયો હતો સારિકા નો તલાક :

જણાવી દઈએ કે જયારે ૧૯૮૮ માં સારિકા વાણી નો તલાક થઇ ગયો હતો ત્યારે કમલ હસન સારિકા ની સાથે રહેવા લાગ્યા હતા. જયારે તેમનું અને સારિકા નું એક બાળક થયું ત્યારે તેઓ એ લગ્ન કરી લીધા હતા. સારિકા અને કમલ હસન ની બે દીકરીઓ છે. જેમનું નામ શ્રુતિ હસન અને અક્ષરા હસન છે.

થોડા દિવસો પહેલા જ અક્ષરા એ પોતાની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જે ખુબ જ વાયરલ થઇ ગઈ હતી.આ તસ્વીરો ને લીધે એ ખુબ જ ચર્ચા માં રહી હતી.આમ તો અક્ષરા આ વાત ની નાં પાડી દીધી અને કહ્યું કે આ તસ્વીરો તેની નથી. એક સમય એવો આવ્યો કે કમલ હસન અને સારિકા ના સંબંધો તુટવા લાગ્યા અને છેલ્લે વર્ષ ૨૦૦૪ માં કમલ હસન અને સારિકા એક બીજા થી અલગ થઇ ગયા હતા.

અક્ષર એ કર્યો ધર્મ પરિવર્તન :

અક્ષરા એ પોતાનો ધર્મ પરિવર્તન કરાવી ને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો. તેનું કહેવું હતું કે તે બૌદ્ધ ધર્મ મુજબ પોતાનું જીવન જીવવા ની રીત અને અંગત રસ્તાઓ માં વિશ્વાસ રાખે છે. જયારે કમલ હસન ને આ વાત ની જાણકારી મળી કે તેની દીકરી એ બૌદ્ધ ધર્મ અપનાવી લીધો ત્યારે તેઓએ ટ્વીટ કરીને અક્ષર ને આ વિશે પૂછ્યું હતું.

કમલ હસન એ ટ્વીટ કરતા લખ્યું કે “હાય અક્ષુ, શું તે તારો ધરમ પરિવર્તન કરી લીધો છે. જો તે એવું કર્યું હોય તો તને મારા તરફથી ખુબ ખુબ પ્રેમ.. ધર્મ થી પ્રેમ માં કોઈ શરત નથી હોતી.તું તારા જીવન નો આનંદ લે. તને ખુબ જ પ્રેમ.” અક્ષરા હસન ફિલ્મ “શમિતાભ” ની સાથે સાથે “લલ્લી કી શાદી મેં લડડુ દીવાના” માં પણ કામ કર્યું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!