મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠકમાં અત્યારે જ લેવાયા આ મહત્વના નિર્ણયો – બસસેવાઓ માટે આવ્યો આ નિર્ણય

કોરોના વાઈરસ એ આખા વિશ્વ માં હાહાકાર મચાવી દીધો છે. ચીન પછી હવે ઘણા બધા જ દેશો માં આ વાઈરસ ની અસર જોવા મળી રહી છે. ભારત માં પણ અત્યાર સુધી માં કોરોના વાઈરસ ના ઘણા બધા કેસો જોવા મળ્યા છે. આ વાઈરસ ને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર બની શકે એટલા પ્રયત્નો કરી રહી છે. હાલ માં જ ગુજરાત ના મુખ્યમંત્રી એ આખા ગુજરાત ની શાળાઓ બંધ હોવા ને લીધે બાળકો ના બગડતા અભ્યાસ ને અટકાવવા માટે ગુજરાતી ચેનલો પર બાળકો માટે લાઈવ શિક્ષણ આપવાનો નિર્ણય લીધો હતો. 

હવે કોરોના વાઈરસ ને ફેલાતો અટકાવવા માટે હમણાં જ મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાણી હતી. અહી કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અતિ મહત્વના નિર્ણયો લેવાયા. 

આ મહત્વ ના નિર્ણયો લેવાયા :

  • અંબાજી-ડાકોર-સોમનાથ-દ્વારકા અને પાવગઢના મંદિરો તા.ર૦મી માર્ચથી દર્શાનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ.
  • આ મંદિરોમાં નિયમીત થતી સેવા-પૂજા ચાલુ રહેશે – દર્શનાર્થીઓ માટે મંદિર દર્શન સંપૂર્ણ બંધ.
  • રાજ્ય સરકારના વિવિધ સંવર્ગોમાં ભરતી માટે તા.૩૧ માર્ચ-ર૦ર૦ સુધીમાં યોજાનારી બધી ભરતી પરિક્ષાઓ મોકૂફ–તા. ૧૪ એપ્રિલ-ર૦ર૦ પછી આ પરિક્ષાઓ લેવાશે.
  • ગુજકેટની તા.૩૦ માર્ચે લેવાનારી પરિક્ષા મોકૂફ–હવે તા. ૧૪ એપ્રિલ-ર૦ર૦ પછી આ પરિક્ષા લેવામાં આવશે.
  • મહારાષ્ટ્ર તરફ જતી રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની બસ સેવાઓ બંધ.
  • અન્ય રાજ્યોમાંથી આવતી ખાનગી પેસેન્જર ટ્રાન્સપોર્ટ બસ સેવાઓના પેસેન્જરોનું રાજ્યની ચેકપોસ્ટ પર સ્ક્રિનીંગ કરવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અતિ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

પાંચ યાત્રા ધામો ને કરાયા સંપૂર્ણ પણે બંધ :

મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજ્યના પાંચ મુખ્ય યાત્રાધામો આવતીકાલ તા.ર૦ માર્ચ-ર૦ર૦થી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ યાત્રાધામોમાં અંબાજી, દ્વારકા, સોમનાથ, ડાકોર અને પાવાગઢના મંદિરોમાં માત્ર નિયમીત થતી સેવા-પૂજા ચાલુ રાખવામાં આવશે પરંતુ દર્શનાર્થીઓ માટે આ મંદિરોમાં દર્શન સંપૂર્ણ બંધ રહેશે.

સ્પર્ધાત્મક પરીક્ષા અંગે લેવાયો આ નિર્ણય :

મુખ્ય સચિવ શ્રી ડૉ. અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ તેમજ સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ શ્રી કમલ દયાની અને મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિની કુમારની ઉપસ્થિતીમાં યોજાયેલી આ બેઠકમાં લેવાયેલા અન્ય મહત્વના નિર્ણયો અનુસાર રાજ્ય સરકારની સેવાઓમાં વિવિધ સંવર્ગમાં ભરતી માટેની તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓ જે તા. ૩૧ માર્ચ-ર૦ર૦ સુધીમાં લેવાનારી હતી તે બધી જ પરિક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.

આ પરિક્ષાઓ આગામી તા. ૧૪ મી એપ્રિલ-ર૦ર૦ પછી લેવામાં આવશે :

ગુજકેટની જે પરિક્ષાઓ તા.૩૦મી માર્ચે-ર૦ર૦ લેવાનું જાહેર કરવામાં આવેલું તે પરિક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે અને તે પરિક્ષા તા.૧૪ એપ્રિલ-૨૦૨૦ પછી લેવામાં આવશે.

બસ સેવા ને લઈને આવ્યો આવો નિર્ણય :

ગુજરાતમાં કોરોના વાયરસનો ફેલાવો કે વ્યાપ અન્ય રાજ્યોમાંથી આવતા વ્યકિત-મુસાફરો મારફત ન ફેલાય તેની કાળજી રાખીને રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની મહારાષ્ટ્ર તરફ જતી બસ સેવાઓ બંધ કરવામાં આવી છે. અન્ય રાજ્યોમાંથી આવતી ખાનગી પેસેન્જર ટ્રાન્સપોર્ટ બસ સેવાઓના પેસેન્જરોનું રાજ્યની ૧૬ ચેકપોસ્ટ પર સ્કીનીંગ કરવામાં આવશે તેવો મહત્વનો નિર્ણય પણ બેઠકમાં લેવામાં આવ્યો છે.મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં આગોતરા આરોગ્ય તકેદારીના પગલાંઓને પરિણામે કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં સફળતા મળી છે પરંતુ હજી જનસહયોગથી વધુ ચોકસાઇ રાખીને ગુજરાતમાં કોરોના વાયરસનો પગપેસારો ન થાય તેની પુરતી કાળજી રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ રાખી રહ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!