મુંબઈની આ હોસ્પીટલમાં કોરોનાથી બીમાર ૧૧ દર્દીઓએ પોલીસને આ રીતે દોડતી કરી – વાંચીને ડરી જશો

ભારત માં કોરોના વાઈરસ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આ વાઈરસ થી પીડાયેલા દર્દીઓ ની સંખ્યા ૧૦૮ સુધી પહોચી ગઈ છે.જયારે અત્યાર સુધી ૨ લોકો ના મૃત્યુ આ વાઈરસ ને કારણે થઇ ગયા છે. કોરોના વાઈરસ ને ફેલાવાથી રોકવા માટે સરકાર ખુબ જ મહેનત કરી રહી છે. 

પરંતુ ઘણા એવા લોકો પણ છે કે આ વાઈરસ ની અસર હોવા છતાં તેઓ સારવાર કરવા ને લીધે તેઓ હોસ્પિટલ માંથી ભાગી રહ્યા છે. હા સાચેજ કોરોના વાઈરસ ના કેટલાક દર્દીઓ હોસ્પિટલ થી ભાગી ગયા છે.

આ હોસ્પિટલ માંથી ભાગ્યા દર્દીઓ :

સમાચાર મુજબ નવી મુંબઈ ના પનવેલ માં સ્થિત એક સરકારી હોસ્પિટલ માંથી કોરોના ના ૧૧ દર્દીઓ ભાગી ગયા છે. કે જે એક ચિંતા નો વિષય છે. કેમકે આ વાઈરસ ખુબ જ સહેલાઈથી ફેલાઈ શકે છે અને આ દર્દીઓ જે લોકો ના સંપર્ક માં આવશે તેને પણ આ વાઈરસ નો ચેપ લાગવાનો ભય છે.

આ પહેલી વખત નથી કે જયારે વાઈરસ ની અસર વાળા દર્દીઓ હોસ્પિટલ છોડી ને ભાગી ગયા હોય. આનાથી પહેલા પણ એવું બની ગયું છે કે મહારાષ્ટ્ર ના નાગપુર માં કોરોના વાઈરસ ના ૫ શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલ થી ભાગી ગયા હતા.આ પાંચેય દર્દીઓ માં કોરોના વાઈરસ ના લક્ષણ જોવા મળ્યા હતા અને તેઓ ને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પાંચ માંથી એક ની રીપોર્ટ નેગેટીવ આવી હતી, જયારે બાકી ચાર ની રીપોર્ટ આવવા ની બાકી હતી. એવામાં તેઓ નાસ્તો કરવાનું કહી ને હોસ્પિટલ માંથી ભાગી ગયા હતા.જોકે થોડા દિવસો પછી આ દર્દીઓ પાછા હોસ્પિટલ એ આવી ગયા હતા. આ દર્દીઓ નું કહેવું હતું કે તેઓ ને કોરોના વાઈરસ ના દર્દીઓ ની સાથે રાખવા નહિ.

બેન્ગ્લુરું માંથી ભાગી હતી દર્દી :

આનાથી પહેલા પણ બેન્ગ્લુરું માં એક હોસ્પિટલ માંથી પણ કોરોના વાઈરસ ના અસર વાળી એક મહિલા ભાગી ગઈ હતી. આ મહિલા બેન્ગ્લુરું થી ભાગી ને આગ્રા પહોચી ગઈ હતી.જેના પછી આ મહિલા ને આગ્રા માંથી પકડી પાડવામાં આવી હતી અને અહી તેનો એક હોસ્પિટલ માં ઈલાજ કરવામાં આવી રહ્યો છે. આ મહિલા પોતાના પતિ ની સાથે ફેબ્રુવારી માં ઇટલી અને જર્મની ની યાત્રા માં ગઈ હતી અને ત્યાંથી પાછા ફર્યા બાદ તેના અને તેના પતિ માં કોરોના ની અસર જોવા મળી હતી.આ મહિલા ના પતિ નો ઈલાજ બેન્ગ્લુરું ના હોસ્પિટલ માં ચાલી રહ્યો છે.પરંતુ તે મહિલા બેન્ગ્લુરું થી ભાગી ને આગ્રા આવી ગઈ અને આ દરમિયાન તે મહિલા હજારો લોકો ના સંપર્ક માં આવી હતી.

મહારાષ્ટ્ર માં ઝડપથી ફેલાઈ રહ્યો છે આ વાઈરસ :

કોરોના વાઈરસ ના કેસ મહારાષ્ટ્ર રાજ્ય માં ઝડપ થી વધી રહ્યા છે અને આ રાજ્ય માં કોરોના વાઈરસ ની અસર ૩૩ લોકો માં જોવા મળી છે. રવિવારે ઓરંગાબાદ ની એક ૫૯ વર્ષ ની મહિલા માં વાઈરસ ની અસર જોવા મળી હતી. જયારે શનિવાર ના રાત્રે ૫ નવા કેસ સામે આવ્યા હતા.જેમાં થી એક વ્યક્તિ હાલ માં જ દુબઈ અને જાપાન થી પરત ફર્યો હતો.

ઘોષિત કરવા માં આવી વૈશ્વિક મહામારી :

હાલ માં જ કોરોના ને વૈશ્વિક મહામારી ઘોષિત કરી દેવા માં આવી છે અને આ વાઈરસ ની અસર માં આવી ને ઘણા બધા લોકો ના મૃત્યુ થઇ ગયા છે, જયારે લાખો ની સંખ્યા માં લોકો ને આ વાઈરસ ની અસર થઇ ગઈ છે.

ભારત માં આ વાઈરસ ના ફેલાવા ને રોકવા માટે ઘણા બધા રાજ્યો ની સરકાર એ પોતાના રાજ્ય માં સિનેમા ઘર, સ્કુલ, ક્લબ વગેરે જેવી જાહેર જગ્યાઓ ને ૩૧ માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપી દીધો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!