નક્ક્લબાજ ચીને બનાવી દીધો ડુપ્લીકેટ એફિલ ટાવર – આ ફોટો ઝૂમ કરીને જોશો તો પણ ઓળખી નહિ શકો

ચાઈના ને દુનિયા નું સૌથી મોટું નક્કલબાઝ માનવામાં આવે છે. દુનિયા માં એવી કોઈ વસ્તુ નથી કે જેનું ડુપ્લીકેટ ચીન ના બનાવી શકે. અત્યાર સુધી ચાઈના માત્ર ડુપ્લીકેટ ગેજેટ્સ, ઈલેકટ્રોનીક આઈટમ, રમકડા અને રક્ષા થી જોડાયેલા હથિયારો કે ઉપકરણો ના ડુપ્લીકેટ બનાવતું હતું, પરંતુ આ વખતે તો ચાઈના એ હદ જ કરી દીધી છે.

ચાઈના એ આ દુનિયા ના બીજા બધા દેશો ના મોટા મોટા સ્મારકો અને બિલ્ડીંગ ના પણ ડુપ્લીકેટ બનાવવા નું શરુ કરી દીધું છે.હાલ માં જ ચાઈના એ વાઈટ હાઉસ અને એફિલ ટાવર ના પણ ડુપ્લીકેટ બનાવી દીધા છે. બધા જ લોકો આ ડુપ્લીકેટ ઈમારતો ને જોઇને આશ્ચર્ય ચકિત થઇ ગયા છે.

વિકાસ ને લીધે સામેલ થઇ ગયું તાકાતવર દેશો માં :

ઘણા વર્ષો માં ચાઈના એ ખુબ જ ઝડપ થી વિકાસ કરી લીધો છે અને તે પોતાના આ વિકાસ ને લીધે દુનિયા ના તાકાતવર દેશો માં સામેલ થઇ ગયો છે. પરંતુ જો આખી દુનિયા માં નકલ કરવા માટે કોઈ દેશ નું નામ પહેલા સ્થાન પર હોય તો તે ચીન જ છે.

ચાઈના એ અત્યાર સુધી માં રમકડા, ગેજેટ્સ અને ઈલેકટ્રોનીક આઈટમ ના ડુપ્લીકેટ બનાવ્યા હતા. ત્યાં સુધી સામાન્ય હતું પરંતુ હવે આ નકલબાઝ ચીન એ એક આખા શહેર નું ડુપ્લીકેટ શહેર બનાવી દીધું છે.જે પણ વ્યક્તિ ચાઈના ના આ શહેર ને જુએ છે તે આશ્ચર્ય ચકિત થઇ જાય છે, કેમકે ચાઈના એ બિલ્ડીંગ થી લઈને રસ્તાઓ સુધી બધું જ ડુપ્લીકેટ બનાવી દીધું છે.

આ શહેર નું બનાવ્યું ડુપ્લીકેટ શહેર :

થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર કેટલીક તસ્વીરો વાયરલ થઇ હતી, આ તસ્વીરો માં જોવા મળતા શહેર ને ચાઈના એ ફ્રાંસ ના એક આખા શહેર નું એકદમ ડુપ્લીકેટ બનાવી દીધું છે.

અહી અમે વાત ફ્રાંસ ની રાજધાની પેરીસ ની કરીએ છીએ. ચાઈના એ પેરીસ ના ખુબ જ સુંદર એફિલ ટાવર થી લઈને ત્યાની બિલ્ડીંગો અને રસ્તાઓ સુધી બધાનું ડુપ્લીકેટ બનાવ્યું છે. તમે નીચે ની તસ્વીરો માં પેરીસ ની ઓરીજનલ ઈમારતો અને બિલ્ડીંગો ની તસ્વીર જોઈ શકો છો અને બીજી બાજુ તેજ બધી ઈમારતો ના ડુપ્લીકેટ કે જેને ચીન દ્વારા બનાવવામાં આવ્યા છે તે પણ જોઈ શકો છો.

સોશિયલ મીડિયા પર થઇ તસ્વીરો વાયરલ :

થોડા સમય પહેલા જ આ બધી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. એક પર્શિયન ફોટોગ્રાફર એ ચાઈના ના તીઆંદુચેંગ (Tianducheng) ની મુલાકાત લીધી હતી અને ત્યાં ઘણા બધા ફોટાઓ પાડ્યા હતા.

આ ફોટોગ્રાફર એ જણાવ્યું હતું કે ચાઈના નું તીઆંદુચેંગ (Tianducheng) એ ફ્રાંસ ના પેરીસ શહેર નું જીવંત રેપ્લિકા છે. 

ઉપર ની તસ્વીરો પર થી તમે પણ જોયું હશે કે ચાઈના એ બનાવેલી આ બધી ઈમારતો એકદમ ઓરીજનલ જેવી જ લાગે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!