પહેલી પત્નીને તલાક આપીને ૧૦ વર્ષ મોટી છોકરી સાથે અફેર હતો – આજે ટીવીનો સુપર સ્ટાર બની ગયો છે

સ્ટાર પ્લસ પર સૌથી પ્રખ્યાત થનાર શો “ક્યુકી સાસ ભી કભી બહુ થી” ફેમ અને ટેલીવિઝન ના જાણીતા અભિનેતા હિતેન તેજવાની એ હમણા જ પોતાનો ૪૫ મો જન્મદિવસ મનાવ્યો હતો. હિતેન તેજવાની એ પોતાના અભિનય ના કરિયર માં “ક્યુકી સાસ ભી કભી બહુ થી” ની સાથે સાથે “કસોટી જીંદગી કી” , “કુસુમ” અને “પવિત્ર રિશ્તા” જેવા શો માં પણ અભિનય કર્યો હતો.

હિતેન જેટલા પોતાના અભિનય ને લીધે ચર્ચા માં હોય છે તેટલા જ તે પોતાના ગૌરી પ્રધાન સાથે ના લગ્ન ને લીધે પણ ચર્ચિત રહે છે.આજના સમય માં હિતેન અને ગૌરી ને ટેલીવિઝન જગત નું સૌથી ક્યુટ કપલ માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ગૌરી એ હિતેન ની બીજી પત્ની છે.આ બંને ની પ્રેમ કહાની ખુબ જ રસપ્રદ છે.આજે અમે તમને હિતેન થી જોડાયેલ ખાસ વાતો વિશે જણાવીશું.

પહેલા લગ્ન હતા સમસ્યા થી ભરેલા :

હિતેન તેજવાની પોતાના જીવન માં ખુબ જ સારા માણસ છે, પરંતુ તેમના પહેલા લગ્ન માં ઘણી બધી સમસ્યાઓ આવી હતી. હિતેન તેજવાની એ તેમના ઘર ના સભ્યો ના દબાવ માં આવી ને લગ્ન કર્યા હતા, પરંતુ તેમના આ લગ્ન વધુ સમય સુધી ચાલી ન શક્યા અને માત્ર ૧ વર્ષ પછી જ તેમનો તલાક થઇ ગયો હતો.

વર્ષ ૨૦૦૧ માં તેઓએ પોતાની પહેલી પત્ની ની સાથે સહમતી થી જ તલાક લીધો હતો. આમ તો હિતેન તેજવાની એ આ તલાક માટે પોતાને જ કારણ ગણાવ્યા હતા.

૧૯૯૯ માં થઇ હતી પહેલી મુલાકાત :

ગૌરી પ્રધાન ની સાથે હિતેન ની પહેલી મુલાકાત્ત વર્ષ ૧૯૯૯ માં મુંબઈ એરપોર્ટ માં થઇ હતી. આ બંને એક એડ ના શુટિંગ માટે બેન્ગ્લુરું જઈ રહ્યા હતા, પરંતુ આ બન્ને ને એ જાણકારી ન હતી કે તેઓ બંને એક જ એડ ના શુટિંગ માટે જઈ રહ્યા હતા.

૬ મહિના પછી હતી એડ ની શુટિંગ :

એડ ની શુટિંગ પણ લગભગ ૬ મહિના પછી એકતા કપૂર ના શો ના સેટ પર આ બંને ની બીજી મુલાકાત થઇ હતી, પરંતુ તેમની વચ્ચે માત્ર હાય હેલ્લો કરી ને તબિયત પૂછી હતી. ગૌરી થોડી રિજર્વ સ્વભાવ ની હતી એટલે તે વધુ વાત કરતી ન હતી. જયારે પણ બ્રેક હોય છે ત્યારે તે વાતો કરવા ને બદલે પુસ્તકો વાંચવા ને પસંદ કરતી હતી.

આ બંને ની જોડી ને લોકો એ ખુબ જ પસંદ કરી હતી. જેને લીધે એકતા કપૂર એ પોતાની ઘણી બધી સીરીયલ માં આ બંને ને એક સાથે લીધા હતા.

વર્ષ ૨૦૦૪ માં કર્યા લગ્ન :

વારંવાર એક સાથે કામ કરતા કરતા આ બંને એ એક બીજા ની નજીક આવી ગયા હતા અને એક બીજા ને પ્રેમ કરવા લાગ્યા હતા. હિતેન અને ગૌરી લગભગ ૨ વર્ષ સુધી એક બીજાને ડેટ કરતા હતા. પછી વર્ષ ૨૦૦૪ માં બંને એ લગ્ન કરી લીધા હતા.આજના દિવસે હિતેન અને ગૌરી એ એક બીજાની સાથે ખુશહાલ જીવન જીવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગૌરી પ્રધાન પોતાના પતિ હિતેન થી ૧૦ વર્ષ મોટી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!