પતિની મૌત પછી હાર માનવાને બદલે આ રીતે ગાડીઓના પંચર કરી કરીને બંને દીકરીઓને સારી જીંદગી આપી

મૈના સોલંકી નું જીવન કરોડો લોકો માટે પ્રેરણાદાયક છે અને આમના જીવન વિશે જાણીને લોકો ને ખુબ જ હિંમત મળે છે.જેવી રીતે મૈના સોલંકી એ મહેનત કરીને પોતાની ત્રણ દીકરીઓ ને સારી શિક્ષા આપી તે એક ખુબ જ સારું ઉદાહરણ છે.

૪૫ વર્ષ ની મૈના સોલંકી નું જીવન શરૂઆત થી જ સંઘર્ષો થી ભરેલું હતું. પરંતુ તેઓએ ક્યારેય પણ હાર ન માની અને જીવન માં આવેલી દરરેક સમસ્યા નો સામનો કર્યો.

મધ્યપ્રદેશ ના મંદસૌર માં રહે છે મૈના :

મૈના સોલંકી એ મધ્યપ્રદેશ ના મંદસૌર માં રહે છે અને તેમની એક ટાયર પંચર ની દુકાન છે. મૈના સોલંકી ના પિતા પ્રેમચંદ ટાયર પંચર ને સાંધવાનું કામ કરતા હતા અને જયારે મૈના નાની હતી ત્યારે તે પણ પોતાના પિતા ની દુકાન પર મદદ કરતી હતી.

મૈના મુજબ તેમના પિતા ની મદદ તેઓ અને તેમની માતા કરતા હતા.જયારે તે નાની હતી ત્યારે તેના પિતાની પંચર ની દુકાન ના નાના – મોટા કામ તે કરી દેતી હતી.

લગ્ન પછી શરુ થયો સાચો સંઘર્ષ :

મૈના સોલંકી એ ઘણા વર્ષો સુધી તેના પિતાની દુકાન પર કામ કર્યું.પછી જયારે તે મોટી થઇ હતી ત્યારે તેના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. જોકે લગ્ન પછી જ તેનો સાચો સંઘર્ષ શરુ થયો હતો.મૈના સોલંકી ના લગ્ન મુંશી નામના એક વ્યક્તિ ની સાથે થયા હતા કે જે એક મજુર હતી અને તેમના લગ્ન પછી તેઓને ઘેર ત્રણ દીકરીઓ નો જન્મ થયો.

લગ્ન પછી પણ મૈના ના પિતા તેના આર્થિક મદદ કરતા હતા. પરંતુ થોડા સમય પછી મૈના ના પિતા નું મૃત્યુ થઇ ગયું હતું. પિતા ના મૃત્યુ ના એક વર્ષ પછી તેના પતિ નું પણ મૃત્યુ થઇ ગયું હતું અને ઘર ની બધીજ જવાબદારી મૈના પર આવી ગઈ હતી.

મૈના મુજબ તે પોતાની ત્રણેય દીકરીઓ ને લઈને તેના પિયર ગઈ હતી. પરંતુ ત્યાં તેની માતા સાથે ઝઘડો થવા ને લીધે તેણે પોતાનું પિયર પણ છોડી દીધું હતું અને તે રસ્તા પર આવી ગઈ હતી.પોતાની ત્રણેય દીકરીઓ ની જવાબદારી સારી રીતે સાંભળવા માટે એક ટાયર પંચર નું કામ શરુ કરવાનું નક્કી કર્યું હતું.

અહી બનાવી દીધી એક દુકાન :

મૈના એ મંદસૌર નવા ખેડા ના રસ્તા ના કિનારે બનેલી પોતાના પિતા ની ટાયર પંચર ની દુકાન ને ફરી શરુ કરી દીધી અને ત્યાં કામ કરવા લાગી. મૈના ના જણાવ્યા મુજબ તેશરૂઆર માં માત્ર મોટરસાઈકલ અને સાઈકલ ના જ ટાયર પંચર ને સાંધતી હતી. પરંતુ એ પછી તેણે ગાડીઓના ટાયર પંચર પણ સાંધવાનું શરુ કરી દીધું હતું.

૨૫ વર્ષ થી ચલાવી રહી છે આ દુકાન :

સતત ૨૫ વર્ષ થી રાત દિવસ ખુબ જ મહેનત કરી ને મૈના એ તેની ત્રણેય દીકરીઓને ખુબ જ સારી શિક્ષા અપાવી. જેમાંથી તેણે બે દીકરીઓ ના લગ્ન પણ કરાવી દીધા છે અને જલ્દી જ ત્રીજી દીકરી ના લગ્ન પણ કરાવવા ના છે.

મૈના ના જીવન નો સંઘર્ષ જાણીને તમને પણ થયું હશે ને કે તેના પાસેથી ઘણું શીખવા જેવું છે?

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!