પિતા ગાડી ચલાવતા અને હવે દીકરી રેલગાડી દોડાવશે – આ છે હિમાચલની પ્રથમ મહિલા ટ્રેન ચાલકની સંઘર્ષ કથા

હિમાચલ પ્રદેશ ની એક દીકરી કિરણ તે રાજ્ય ની પહેલી મહિલા ટ્રેન ડ્રાઈવર બનવા જઈ રહી છે.હિમાચલ પ્રદેશ ના કાંગડા જિલા ના પાલનપુર વિસ્તાર ની નિવાસી કિરણ બાળપણ થી જ ટ્રેન ચલાવવા નું સપનું જોતી હતી અને થોડા જ સમય માં તેનું આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે.

જેની સાથે જ તે પોતાના રાજ્ય ની સૌથી પહેલી મહિલા ટ્રેન ડ્રાઈવર બનવા જઈ રહી છે.તેમના માતા પિતા મુજબ તે બાળપણ થી જ ટ્રેન ચલાવવા નું સપનું હતું અને હવે તે સપનું પૂરું થવા જઈ રહ્યું છે.

કાનપુર માં લઇ રહી છે ટ્રેનીંગ :

કિરણ પાલનપુર ના મસેરના ગામ માં પોતાના પરિવાર ની સાથે રહે છે અને આ સમયે તે રેલગાડી ચલાવવા ની ટ્રેનીંગ લઇ રહી છે. તેમની આ ટ્રેનીંગ ૨૫ માર્ચ એ પૂર્ણ થશે.જેના પછી તે રેલગાડી ચલાવવા વાળી હિમાચલ પ્રદેશ ની પહેલી મહિલા બની જશે.ટ્રેનીંગ પૂરી થયા બાદ તે આસીસ્ટન્ટ લોકો પાઈલેટ ના રૂપ માં રેલ્વે વિભાગ માં સેવા આપશે.

એસડીએમ પાલનપુર ના ચાલક છે પિતા :

કિરણ ના પિતા રાજેન્દ્ર કુમાર એસડીએમ પાલનપુર ના ચાલક ના રૂપ માં કાર્ય કરતા હતા અને હવે રિટાયર થઇ ગયા છે.કિરણ ના પિતા રાજેન્દ્ર કુમાર મુજબ તેમના ત્રણ બાળકો છે. જેમાં થી કિરણ બીજા નંબર પર છે.કિરણ શરૂઆત થી જ ટ્રેન ચલાવવા નું સપનું જોતી હતી.કિરણ ભણવામાં હોશિયાર હતી અને તેમના શિક્ષકો એ તેમને ઇલેક્ટ્રોનીક્સ માં ડિપ્લોમાં કરવાની સલાહ આપી હતી. 

જેના પછી કિરણ એ ત્રણ વર્ષ નો ડિપ્લોમાં નો કોર્ષ કર્યો. આ પછી કિરણ એ આગળ અભ્યાસ કરવાની ઈચ્છા જતાવી.પરંતુ ઘરની પરિસ્થિતિ એવી સારી ન હતી કે તેઓ તેને આગળ અભ્યાસ કરાવી શકે.

ઘરના લોકો ને મનાવી લીધા :

કિરણ ના ઘર ની પરિસ્થિતિ તો ન હતી પરંતુ કિરણ એ ઘર ના લોકો ને મનાવી લીધા અને કિરણ એ બિટેક કરવા માટે પંજાબ ના લોન્ગેવાળા આવી ગઈ.બીટેક નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કિરણ એ રેલ્વે માં નોકરી માટે આવેદન કર્યું.

ખુબ સારા અંકો થી પરીક્ષા પાસ કરી અને કિરણ ને રેલ્વે માં નોકરી લાગી ગઈ.કિરણ નું સિલેકશન થયા પછી તેને ટ્રેનીંગ માટે કાનપુર મોકલવામાં આવી. કાનપુર માં ઘણા સમય થી ટ્રેનીંગ લઇ રહી છે. કિરણ ની ટ્રેનીંગ પૂરી થઇ ગયા બાદ ૨૫ માર્ચ થી કિરણ રેલગાડી ના ડ્રાઈવર ની સેવા આપશે.

વર્ષ ૧૯૮૮ માં સુરેખા બની હતી પહેલી મહિલા રેલગાડી ચાલક :

ભારતીય રેલ્વે ની પ્રથમ મહિલા રેલગાડી ચાલક સુરેખા યાદવ બની હતી.સુરેખા એ વર્ષ ૧૯૮૮ માં રેલ ગાડી ચલાવી હતી અને તેમનું પહેલું પોસ્ટીંગ મહારાષ્ટ્ર ના છત્રપતિ શિવાજી ટર્મિનસ માં થઇ હતી.

હવે કિરણ હિમાચલ પ્રદેશ ની એવી પહેલી મહિલા છે કે જે પહેલી મહિલા ટ્રેન ચાલક બનવા જઈ રહી છે.કિરણ હિમાચલ પ્રદેશ ની બધી જ છોકરીઓ માં એક સારું ઉદાહરણ બની ગઈ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!