પૂજા કરતા હો ત્યારે જો આવુ બને તો સમજો ઈશ્વર સાક્ષાત તમારી સામે જ છે – આ સંકેતો નોટીસ કરો

અત્યારના જમાના માં કેટલાક લોકો સિવાય મોટા ભાગના લોકો ભગવાન ને માને જ છે. ભલે તેઓ અલગ અલગ ભગવાન ને માનતા હોય છે. મોટા ભાગના લોકો પાસે જયારે ખરાબ પરિસ્થિતિ પર થી નીકળવાનો કોઈ રસ્તો નથી સુજતો ત્યારે પણ તેઓએ ભગવાન ની પૂજા અને પ્રાર્થના કરે છે. જો કોઈ પણ વ્યક્તિ સાચા દિલ થી ભગવાન ને પ્રાર્થના કરે તો તેની સમસ્યા ભગવાન દુર કોઈ ને કોઈ રીતે આવીને દુર થાય જ છે. 

ઘણા લોકોની એવી માન્યતાઓ હોય છે કે જયારે આપણે સાચા દિલ થી ભગવાન ને પ્રાર્થના કરીએ છીએ ત્યારે અમુક સંકેતો પરથી સમજી શકાય છે કે ભગવાન ખરેખર પ્રસન્ન થયા છે. આપણે આજે એવા જ કેટલાક સંકેતો વિશે વાત કરવાના છીએ. તો ચાલો જાણીએ ક્યાં ક્યાં છે આ સંકેતો.

આ છે પહેલો સંકેત : 

જૂની માન્યતા મુજબ જયારે આપણે ભગવાન ની પૂજા કરતા હોઈએ તે સમયે જો આપણા આંગણે કોઈ ભિક્ષુક આવી ને ઉભો રહે તો આને એક સંકેત માનવામાં આવે છે કે ભગવાન પ્રસન્ન થયા છે. એટલા માટે હવે જયારે પૂજા કરતી વખતે તમારા દરવાજા પર કોઈ પણ ભિક્ષુક આવે તો તેને અચૂક ભોજન આપવું.

બીજો સંકેત છે આવો :

ઘણા લોકો ની માન્યતા મુજબ જયારે આપણે ભગવાન ની પૂજા કરતા હોઈએ ત્યારે જો ભગવાન ની સામે પ્રગટાવેલા દીવા ની જ્યોત નું તેજ અચાનક જ વધી જાય તો આ બીજો એક સંકેત છે કે ભગવાન આપણી પૂજા કે પ્રાર્થના થી પ્રસન્ન થયા છે.

આ છે ત્રીજો સંકેત :

જયારે આપણે ભગવાન ની સામે કોઈ અગરબતી કરી હોય અને તેમાંથી નીકળતો ધુમાડો હવામાં ઓમ ની આકૃતિ સર્જે તો એ પણ એક સંકેત છે કે ભગવાન એ આપણી પ્રાર્થના સાંભળી લીધી છે.

ચોથો સંકેત આ પ્રમાણે છે :

ઘણા લોકો ભગવાન ની પૂજા કરતી વખતે ફૂલો ચઢાવે છે. જયારે ભગવાન ને ફૂલો ચઢાવી દેવામાં આવે અને જો તે સમયે ફૂલ પાછા આવી ને તમારી પાસે પડે ત્યારે પણ સમજવું કે તમને તે ભગવાન નો આશીર્વાદ મળ્યો છે.

આ તો માત્ર ચાર જ સંકેતો વિશે અમે તમને વાત કરી છે, આવી તો ઘણી બધી માન્યતાઓ વિશે અલગ અલગ ધર્મો માં માનવામાં આવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!