રમકડાને માં પોતાનો ચહેરો આપ્યો આ સિતારાઓએ – બીજા નંબરનો તો ટેડી બેર જેવો જ દેખાય છે

ફિલ્મ જગત માં એવા ઘણા સિતારાઓ છે કે જેમણે પોતાની મહેનત ને લીધે અને ખુબ જ સારા અભિનય ને લીધે પોતાની અલગ જ ઓળખ ઉભી કરી છે. જેને લીધે તેમના લાખો કરોડો ચાહકો છે.ઘણી વાર તેમના મોટા મોટા પોસ્ટર પણ તેના ચાહકો લગાવતા હોય છે. ઘણી વાર તો એવું પણ જોવા મળે છે કે આ સ્ટાર્સ ના ચાહકો એ તેમના મંદિર પણ બંધાવી દીધા હોય છે, અને તે લોકો તેમની પૂજા પણ કરતા હોય છે.

આજે અમે તમને કેટલાક સિતારાઓ વિશે જણાવવા ના છીએ કે જેમના ચાહકો એ તેમના ચહેરા જેવા જ ચહેરા ના રમકડા બનાવી લીધા છે, આ વાત તેમના ચાહકો નો પ્રેમ વ્યક્ત કરે છે.

૧) દીપિકા પાદુકોણ :

બોલીવૂડ અભીનેત્રી દીપિકા પાદુકોણ ને આજે કોણ નથી ઓળખતું. દીપિકા એ જયારે બોલીવૂડ માં એન્ટ્રી કરી હતી, ત્યારે થી અત્યારે સુધી માં તેઓએ ઘણી બધી હિટફિલ્મો આપી છે.

દીપિકા એ પોતાના અભિનય ને લીધે બોલીવૂડ માં પોતાનું એક અલગ જ નામ બનાવી લીધું છે.જેને લીધે તેમના ચાહકો ની સંખ્યા ખુબ જ છે.ફિલ્મ પદ્માવત માં તેઓએ મહારાણી પદ્માવતી નું પાત્ર ભજવ્યું હતું.

તેમના આ પાત્ર ને લોકો એ ખુબ જ પસંદ કર્યું હતું અને તેમના આ પાત્ર ને સમ્માન દેવા માટે લોકો એ આ પાત્ર જેવી જ એક ઢીંગલી બનાવી છે. જેમાં દીપિકા ના ચહેરા જેવો જ ચહેરો આ ઢીંગલી ને આપ્યો છે.

૨) તૈમુર અલી ખાન :

બોલીવૂડ માં સૈફ અલી ખાન અને કરીના કપૂર ની જોડી પણ ખુબ જ સારી જોડી ગણાય છે. જયારે બંને એ લગ્ન કર્યા હતા એ પછી તેમના ઘરે એક બાળક નો જન્મ થયો હતો, જેનું નામ કરીના એ તૈમુર રાખ્યું હતું.

આ તૈમુર પણ સૈફ કે કરીના થી ઓછા લોક પ્રિય નથી. તે પણ સ્ટારકિડ્સ તરીકે ખુબ જ પ્રખ્યાત છે. લોકો એ તેમના ચહેરા જેવા જ ચેહરો ધરાવતું એક ટેડીબીયર બનાવ્યું છે. આ ટેડીબીયર બજાર માં ખુબ જ મોટી સંખ્યા માં વેંચાઈ રહ્યું છે.

૩) શાહરૂખ ખાન :

શાહરૂખ ખાન ને બોલીવૂડ ના કિંગ ખાન પણ કહેવામાં આવે છે.ભલે અત્યારે તે વધુ ફિલ્મો ન કરતા હોય પરંતુ આજે પણ તેમની લોકપ્રિયતા હજી ઓછી નથી થઇ. તેમની એક ઝલક મેળવવા માટે લોકો આતુર હોય છે. 

તેમના ફિલ્મી કરિયર માં તેઓએ પણ એક થી એક ચઢિયાતી ફિલ્મો કરી છે.તેઓએ ઘણા બધા પાત્રો થી પોતાની છાપ છોડી છે. ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાએંગે માં તેઓ એ રાજ નું પાત્ર ભજવ્યું હતું. તેમના આ જ પાત્ર નું ટેડીબીયર પણ બજાર માં આવી ચુક્યું છે. તેમના જન્મદિવસ પર આજ રીત નું ટેડીબીયર તેમને ગીફ્ટ આપવામાં આવ્યું હતું.

૪) કેટરીના કૈફ :

ફિલ્મી સિતારાઓ ના ટેડીબીયર બનાવવા ની વાત આવે ત્યારે કેટરીના કૈફ નું પણ નામ આવે જ છે. કેટરીના કૈફ ને લઈને પણ જે  ડોલ બનાવવા માં આવી છે તે દુનિયાભર માં ખુબ જ વેચાઈ રહી છે અને બાર્બી ડોલ ના નામ થી જાણીતી છે.એક કાર્યક્રમ માં તેના લુક જેવી જ એક બાર્બી ડોલ ને કેટરીના કૈફ પોતે જ બતાવી હતી.

૫) હ્રીતિક રોશન :

આ લીસ્ટ માં બોલીવૂડ ના હેન્ડસમ હંક હ્રીતિક રોશન પણ સામેલ છે. હા સાચે જ હ્રીતિક ના લુક જેવી પણ એક રમકડું  બનાવવા માં આવ્યુ છે કે જે આંતરરાષ્ટ્રીય સ્તર પર દર્શાવવા માં આવ્યું છે. આ રમકડા ને પણ મોટા ભાગના લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!