સારા અલી ખાને સ્કુલ સમયનો આ કિસ્સો જણાવ્યો – આ કારણથી પ્રિન્સિપાલે સસ્પેન્ડ કરી દીધેલી

બોલીવૂડ અભિનેત્રી સારા અલી ખાન અવાર નવાર કોઈ ને કોઈ કારણે ચર્ચા માં રહે છે.અભિનેત્રી સારા અલી ખાન એ જયારે બોલીવૂડ માં પોતાની એન્ટ્રી કરી હતી ત્યારથી જ તે ચર્ચા નો વિષય બની ગઈ છે.આમ જોઈએ તો તે ફિલ્મો ને લઈને ચર્ચા માં હોય છે પરંતુ પોતાના અંગત જીવન ને લઈને પણ તે ચર્ચા માં રહે છે.

સારા અલી ખાન અત્યારે એક ખુબ જ સારી અભિનેત્રી છે.હાલ માં જ તેણે પોતાની ફિલ્મો સિવાય પોતાના અંગત જીવન થી જોડાયેલી ઘણી બધી વાતો જણાવી હતી.જેમાં તેણે પોતાના સ્કુલ ના દિવસો ની વાત કરતા જણાવ્યું હતું કે તેમની એક હરકત ને લીધે સ્કુલ માંથી તેને સસ્પેન્ડ કરી દેવા માં આવી હતી.

આ કારણે કરી હતી સસ્પેન્ડ :

અભિનેત્રી સારા અલી ખાન એ એવું જણાવ્યું કે મને મારી સ્કુલ નો એક કિસ્સો યાદ છે, જયારે મેં પંખા ની પાંખ પર ગુંદર રાખી દીધું હતું અને જેવો પંખો ચાલુ કરવા માં આવ્યો એવો તરતજ આ ગુંદ આખા ક્લાસ માં ફેલાઈ ગયો હતો, આ કારણ થી જયારે મને પ્રિન્સીપાલ પાસે લઇ જવામાં આવી હતી, ત્યારે પ્રિન્સિપાલે મને પૂછ્યું કે તે આવું કેમ કર્યું ? પરંતુ મારી આ હરકત વિશે મારી પાસે કોઈ જવાબ ન હતો એટલે હું ત્યાં ચુપ ચાપ ઉભી હતી, જેને લીધે પ્રિન્સિપાલે મને સ્કુલ માંથી સસ્પેન્ડ કરી દીધી હતી.

માતા પિતા વિશે જણાવ્યું આવું :

સારા એ જણાવ્યું કે સ્કુલ લાઈફ માં મને ક્યારેય એવું નતુ લાગ્યું કે હું કોઈ કલાકાર ની દીકરી છુ, ભલે મારા માતા પિતા કલાકાર હોય. પરંતુ તેઓ એ મને હમેશા અભ્યાસ કરવા માટે કહ્યું હતું. આ સાથે જ મારી માં ખુબ જ વિનમ્ર છે, તે હમેશા મને વિનમ્ર રહેવા માટે કહેતી હતી.મને સ્કુલ માં ક્યારેય એવું ન લાગ્યું કે હું કોઈ સ્ટાર પરિવાર ની દીકરી છુ. 

આ ફિલ્મ થી કરી બોલીવૂડ માં એન્ટ્રી :

જણાવી દઈએ કે સારા અલી ખાન એ ફિલ્મ કેદારનાથ થી બોલીવૂડ માં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ માં તેની સાથે સુશાંત સિંહ રાજપૂત હતા.આના સિવાય તેણે રણવીર સિંહ ની સાથે ફિલ્મ સિમ્બા માં પણ કામ કર્યું છે.

હાલ માં જ તે ફિલ્મ લવ આજકલ માં પણ નજર આવી હતી, પરંતુ આ ફિલ્મ બહુ ખાસ ન કરી શકી, જલ્દી જ સારા વરુણ ધવન ની સાથે ફિલ્મ “કુલી નંબર ૧” માં જોવા મળશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!