૧૭ વર્ષ પહેલા કરિશ્માના લગ્નમાં આવી દેખાતી હતી જ્હાનવી – બાળકો સાથે દેખાયેલા બોની-શ્રીદેવી

બોલીવૂડ માં અત્યારે સ્ટારકિડ્સ નો સમય ચાલી રહ્યો છે અને ૯૦ ના દશક માં જેટલા સ્ટાર્સ ફિલ્મો માં ધૂમ મચાવી ચુક્યા છે હવે તેમના બાળકો નો વારો છે.કઈક એવો જ જલવો દેખાડી ચુકી છે બોલીવૂડ ની પહેલો મહિલા સુપરસ્ટાર શ્રીદેવી ની દીકરી એટલે કે જ્હાનવી કપૂર. 

જ્હાનવી તેની ફીટનેશ ને લઈને ખુબ જ વધુ ધ્યાન રાખે છે અને પહેલી જ ફિલ્મ માં તેણે બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી દીધી હતી. પરંતુ ૧૭ વર્ષ પહેલા જ્હાનવી કપૂર ખુબ જ વધુ ક્યુટ દેખાતી હતી અને તે સમયે તે ખુબ જ નાની હતી. હમણા એક તસ્વીર વાયરલ થઇ છે કે જે કરિશ્મા કપૂર ના લગ્ન ની છે જેમાં જ્હાનવી કપૂર તેના માતા પિતા ની સાથે પહોચી હતી.

આવી દેખાતી હતી ૧૭ વર્ષ પહેલા :

અત્યારે સ્ટાર્સ ના બાળપણ ની ઘણી બધી તસ્વીરો વાયરલ થઇ રહી છે. વિકેન્ડ પર સ્ટાર્સ ના બાળપણ ની તસ્વીરો કોઈ ને કોઈ શેર કરતા હોય છે અને તે ખુબ જ વાયરલ પણ થતી હોય છે.

 

View this post on Instagram

 

Almost 17 years ago ❤ Little janhvi in karisma kapoor wedding with her full family ☺☺

A post shared by @ janhvikapoorslays__ on

હવે એવો જ એક વિડીયો બોલીવૂડ અભિનેત્રી જ્હાનવી કપૂર ના બાળપણ નો વાયરલ થયો છે. આ વિડીયો ૧૭ વર્ષ પહેલા થયેલા કરિશ્મા કપૂર ના લગ્ન નો છે કે જેમાં જહાનવી કપૂર ખુબ જ નાની અને ક્યુટ હતી. આ વિડીયો કરિશ્મા કપૂર અને સંજય કપૂર ના લગ્ન નો છે જેમાં શ્રીદેવી, બોની કપૂર અને જ્હાનવી કપૂર પણ છે.

આ રંગના ડ્રેસ માં હતી જ્હાનવી અને શ્રીદેવી :

આ વિડીયો માં જ્હાનવી ઉભી રહી ને ફોટો પડાવતી જોવા મળી રહી છે અને થોડા સમય બાદ શ્રીદેવી જ્હાનવી ને પોતાની પાસે બોલાવી લે છે. આ દરમિયાન જ્હાનવી એ ગુલાબી રંગનો પરંપરાગત ડ્રેસ પહેર્યો હોય છે અને તેની માં શ્રીદેવી એ સફેદ રંગની સાડી પહેરી છે.

આ વિડીયો વર્ષ ૨૦૦૩ નો છે જયારે કરિશ્મા ના લગ્ન બિઝનેસમેન સંજય કપૂર ની સાથે થયા હતા, જોકે ૧૩ વર્ષ પછી જ બંને અલગ થઇ ગયા હતા. અત્યારે કરિશ્મા કપૂર સિંગલ છે અને સંજય કપૂર એ બીજા લગ્ન કરી લીધા છે.

કરિશ્મા કપૂર ના લગ્ન માં બોલીવૂડ ના મોટા ભાગના કલાકારો સામેલ થયા હતા. જેમાંથી એક એક્ટ્રેસ શ્રીદેવી પણ હતી કે જે પોતાના પરિવાર ની સાથે આવી હતી.

૨૦૧૮ માં ફિલ્મ ધડક થી કરી હતી એન્ટ્રી :

વર્ષ ૨૦૧૮ માં ફિલ્મ ધડક થી જ્હાનવી કપૂર એ પોતાના ફિલ્મી કરિયર ની શરૂઆત કરી હતી અને આ ફિલ્મ સુપરહીટ સાબિત થઇ હતી. જ્હાનવી એક બાયોપિક, દોસ્તાના – ૨ સિવાય ઘણી ફિલ્મો સાઈન કરી ચુકી છે. થોડા સમય પહેલા તે નેટફ્લીક્સ ની વેબસીરીઝ ઘોસ્ટ માં પણ નજર આવી હતી.

જહાનવી ની પડે બાયોપિક માં ફિલ્મ ગુંજન સક્સેના કારગિલ ગર્લ છે અને આના સિવાય તે રાજકુમાર રાવ ની સાથે રુહી આફ્ઝા, કરણ ઝોહર ની તખ્ત અને કાર્તિક આર્યન ની સાથે દોસ્તાના – ૨ માં જેવી ફિલ્મો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!