સવારે ઉઠતા વેત અરીસામાં મોઢું જોવાથી આ પ્રભાવ પડી શકે છે – જાણો શું કરવું જોઈએ

સવારે ઉઠી ને ઘણા બધા લોકો અરીસા માં પોતાનું મોઢું જોતા હોય છે. પોતાનો ચહેરો જોયા પછી જ આવા લોકો તેમના દિવસ ની શરૂઆત કરે છે. જોકે વાસ્તુ શાસ્ત્ર મુજબ સવારે ઉઠીને સૌથી પહેલા પોતાનો ચહેરો જોવો એ શુભ માનવામાં નથી આવતું અને આમ કરવાથી જીવન માં નકારાત્મક ઉર્જા નો વધારો થાય છે.

એટલા માટે જો તમને પણ સવારે ઉઠી ને સૌથી પહેલા અરીસા માં પોતાનું મોઢું જોવા ની આદત હોય તો આ આદત ને બદલી દેજો.અમે આજે તમને તેનાથી થતી ખરાબ અસર વિશે જ જણાવવા ના છીએ,

નકારાત્મક ઉર્જા નો પ્રભાવ વધે છે :

વાસ્તુ શાસ્ત્ર મુજબ સવારે આપણે જયારે સુઈ ને ઉઠ્યા હોઈએ એ તો આપના શરીર માં નકારાત્મક ઉર્જા નો પ્રભાવ હોય છે અને આ જ કારણ ને લીધે સવારે ઉઠી ને સૌથી પહેલા અરીસા માં પોતાનું મોઢું જોવા ને શુભ માનવામાં નથી આવતું,એવું માનવામાં આવે છે કે નકારાત્મક ઉર્જા નો વધુ પ્રભાવ ચહેરા પર જ જોવા મળે છે. જયારે આપણે પોતાનો ચહેરો જોઈએ છે તો નકારાત્મક ઉર્જા નો પ્રભાવ વધી જાય છે.

દિવસ પસાર થાય છે ખરાબ :

આવું પણ માનવામાં આવે છે કે જે લોકો સવારે સૌથી પહેલા પોતાના ચહેરા ને અરીસા માં જુએ તો તેમનો દિવસ સારો પસાર થતો નથી અને તેઓને આખા દિવસ સમસ્યાઓ નો સામનો કરવો પડે છે.

નથી મળતી કોઈ કાર્ય માં સફળતા :

જે લોકો સવારે ઉઠી ને સૌથી પહેલા પોતાનો ચહેરો જુએ છે, તે લોકો ને કાર્ય માં સફળતા મળતી નથી. એટલા માટે જે લોકો ને સવારે ઉઠી ને સૌથી પહેલા અરીસા માં ચહેરો જોવા ની આદત હોય તો તેઓ ને બદલી નાખવી જોઈએ.

ક્યારે જોવું અરીસા માં મોઢું :

અરીસા માં મોઢું જોતા પહેલા હમેશા પોતાના મોઢા ને સારી રીતે ધોઈ નાખવું. જેનાથી ચહેરા પર ની બધી જ નકારાત્મક ઉર્જા ઓ દુર થાય છે અને સકારાત્મક ઉર્જા નો સંચાર થાય છે.

સવારે ઉઠી ને કરો આ કામ :

સવારે ઉઠી ને તમે જો નીચે જણાવેલા કામો કરશો તો તમારો દિવસ સારો જશે અને બધાજ કાર્યો માં સફળતા મળશે.

સવારે ઉઠી ને સૌથી પહેલા ધરતી માતા ને અડકવું અને તેને નમન કરવું અને તેનો આશીર્વાદ લેવો. જેના પછી તમારા બંને હાથને ભેગા કરી ને તેની રેખાઓ ને જોવું. એવું માનવામાં આવે છે કે હાથો ની રેખાઓ ને જોઈ ને દિવસ ની શરૂઆત કરવા થી દિવસ સારો જાય છે.

  • મોઢા ને ઠંડા પાણી થી ધોવું અને સ્નાન કરવું.
  • સ્નાન કર્યા બાદ પૂજા કરવી અને સૂર્ય દેવના દર્શન કરવા, થઇ શકે તો તુલસી માતા ની સામે દીવો પણ કરવો.
  • રોજ સવારે ઓછામાં ઓછી ૧૫ મિનીટ સુધી કસરત કરવી કે ચાલવા જવું.
  • સવારે નાસ્તા માં માત્ર હેલ્ધી ખોરાક જ લેવો.

રાત્રે સુતા પહેલા કરવા આ કામ ઊંઘ આવશે ખુબ જ સારી :

  • રાત્રે સુતા પહેલા ભગવાન ને યાદ કરવા અને ભગવાન પાસે પોતાની બધીજ ભૂલ ની ક્ષમા માંગી લેવી.
  • સુતા પહેલા ધ્યાન પણ જરૂર કરવું. ધ્યાન લગાવવા થી દિવસ આખા નો તણાવ દુર થાય છે. સાથેજ નીંદર સારી આવે છે.
  • સુતા પહેલા ગરમ દૂધ પીવું. દૂધ પીવા થી શરીર નો થાક દુર થાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!