શાહરૂખ ખાનના દુબઈ સ્થિત બંગલાની અંદરની તસ્વીરો જોઇને હલી જશો – આટલો ખર્ચ કરીને બનાવ્યો છે આ વિલા

બોલીવૂડ ના સૌથી પૈસાદાર એકતર માંથી એક શાહરૂખ ખાન નું નામ દુનિયા ના સૌથી પૈસાદાર વ્યક્તિઓ ના લીસ્ટ માં પણ આવે છે.મુંબઈ માં સ્થિત તેમનો બંગલો “મન્નત” પ્રવાસીઓ માટે પ્રવાસ નું એક સ્થળ બની ગયું છે અને તેમના ચાહકો જયારે પણ મુંબઈ આવે છે ત્યારે તેમના બંગલા ની બહાર એક ફોટો જરૂર પડાવે છે.

શાહરૂખ ખાન નું જીવન કોઈ રાજા મહારાજા થી ઓછું નથી અને શાહરૂખ ખાન એ તેમની આ સિયાસત તેમની પોતાની મહેનત થી બનાવી છે.આવી જ રીતે શાહરૂખ નું દુબઈ વાળું ઘર પણ ખુબ જ સુંદર છે. તમે આ ઘર ની અંદર ની તસ્વીરો જોઈને એક વાર હલી તો જશો જ.આજે અમે તમને આ દુબઈ માં સ્થિત બંગલા ની આ તસ્વીરો બતાવવા ના છીએ.

આ છે શાહરૂખ ખાન નું દુબઈ માં સ્થીત ઘર :

બોલીવૂડ ના કિંગ ખાન પોતાના સાચા જીવન માં પણ એક રાજા ની જેમ જીવે છે અને મુંબઈ માં સ્થિત તેમનો મન્નત નામનો બંગલો દુનિયાભર માં પ્રખ્યાત છે.આની કિમત ઓછા માં ઓછી ૨૦૦ કરોડ થી વધુ હશે.આ સિવાય દુબઈ માં ઝુમેરાહ માં તેમનો એક વિલા પણ છે, જેનું નામ “સિગ્નેચર” છે અને આ કોઈ જન્નત થી નબળું નથી.

આટલી છે દુબઈ ની આ વિલા ની કિમત :

સુત્રો ના જણાવ્યા મુજબ દુબઈ ની પાસે ઝુમેરાહ માં સ્થિત શાહરૂખ ખાન ના આ વિલા ની કીમત અંદાજે ૨.૮ મિલિયન ડોલર છે. આ વિલા ૮૫૦૦ સ્ક્વેર ફૂટ માં ફેલાયેલ છે અને સમુદ્ર તટ પર સ્થિત આ બંગલો એક આર્ટીફીશીયલ આઈલેન્ડ છે.

ગીફ્ટ ના સ્વરૂપ માં આપ્યું હતો આ બંગલો :

આ બંગલા ને સપ્ટેમબર ૨૦૦૭ માં દુબઈ ના એક પ્રોપર્ટી ડેવલપર એ શાહરૂખ ખાન ને ગીફ્ટ ના સ્વરૂપ માં આપ્યો હતો. આ શાનદાર વિલા માં ૬ સુંદર બેડરૂમ છે અને બે રીમોટ કંટ્રોલ ગેરેજ બનેલા છે.

આ સાથે જ ખુબ જ સુંદર પુલ અને પ્રાઈવેટ બીચ પણ છે. અહી સમુદ્ર કિનારે રમી શકાય તેવી બધી જ રમત રમવા નો આનંદ લઇ શકાય છે.શાહરૂખ અવારનવાર પોતાના પરિવાર ની સાથે અહી આવે છે.

પત્ની એ ડીઝાઈન કર્યું છે ઇન્ટીરીયર :

શાહરૂખ ના આ વિલા નું ઇન્ટીરીયર શાહરૂખ ખાન ની પત્ની ગૌરી એ ડીઝાઈન કરેલું છે.વર્ષ ૨૦૧૬ માં એક ઈન્ટરવ્યું દરમિયાન ગૌરી એ આ વિલા વિશે જણાવ્યું હતું કે તેમના દુબઈ ના આ વિલા નો બહાર થી લુક તો ખુબ જ સુંદર છે અને તેમને તે ખુબ જ પસંદ પણ છે.

આ વિશે ગૌરી એ કહ્યું હતું કે, “અમને દુબઈ જવું ખુબજ ગમે છે અને ઘણી વાર અમે પરિવાર ની સાથે ત્યાં જઈએ છીએ અને ત્યાં ખુબ જ મજા કરીએ છીએ” 

છેલ્લી ફિલ્મ ગઈ હતી ફ્લોપ :

અત્યારે શાહરૂખ ખાન નું પોતાનું ફિલ્મી કરિયર તો અત્યારે ખરાબ ચાલી રહ્યું છે, તેમની છેલ્લી ફિલ્મ કે જે વર્ષ ૨૦૧૮ ના ડિસેમ્બર માં આવી હતી જેનું નામ “જીરો” હતું તે ફ્લોપ થઇ ગઈ હતી.

આનાથી પહેલા પણ શાહરૂખ ખાન ની પાછળ ની કેટલીક ફિલ્મો કોઈ ખાસ કામ કરી શકી નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!