શિલ્પા શેટ્ટીની લાડલી ૧ મહિનાની થઇ – પોસ્ટમાં જે લખ્યું એ વાંચીને શિલ્પાની મમતાની અનુભૂતિ થશે

બોલીવૂડ જગત ની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના દમદાર અંદાઝ ને લીધે ખુબ જ પ્રખ્યાત છે, શિલ્પા એક ભારતીય અભિનેત્રી છે, તેણે ભારતીય સિનેમાજગત માં ઘણી બધી સારી સારી ફિલ્મો કરી છે.શિલ્પા એ પોતાના ફિલ્મ ના કરિયર ની શરૂઆત “બાઝીગર” થી કરી હતી, આ ફિલ્મ માં શિલ્પા શેટ્ટી એ ખુબ જ સારી એક્ટિંગ કરી હતી. આ ફિલ્મ માં તેણે કાજોલ ની બહેન નું પાત્ર ભજવ્યું હતું.

વર્ષ ૨૦૦૯ માં કર્યા હતા લગ્ન :

આપણે બધા જાણીએ છીએ કે શિલ્પા શેટ્ટી એ વર્ષ ૨૦૦૯ માં એક બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કરી લીધા હતા અને બે વર્ષ પછી ૨૦૧૨ માં તેમના ઘરે તેમના પુત્ર વિયાન નો જન્મ થયો હતો અને હવે ૨૦૨૦ માં તેમના ઘરે એક દીકરી નો જન્મ થયો છે.

સરોગેસી દ્વારા બની માતા :

બોલીવૂડ જગત ની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી એ સરોગેસી દ્વારા માતા બની છે અને તેમના ઘરે એક દીકરી નો જન્મ થયો છે, આ વાત વિશે ની જાણકારી તેઓએ સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી ને પોતાના ચાહકો ને આપી હતી, તમને જણાવી દઈએ કે હાલ માં જ શિલ્પા શેટ્ટી ની દીકરી સમિશા ૧ મહિના ની થઇ ચુકી છે અને તેઓએ પોતાના ઇન્સ્ટાગ્રામ માં તેની એક સુંદર તસ્વીર શેર કરી છે.

આ તારીખે થયો હતો જન્મ :

શિલ્પા શેટ્ટી એ ૨૧ ફેબૃવારીએ પોતાના ઘરે દીકરી ના જન્મ વિશે ની માહિતી આપી હતી ત્યારે લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા.

૧૫ ફેબ્રુવારી ૨૦૨૦ ના દિવસે શિલ્પા શેટ્ટી અને રાજ ની દીકરી નો જન્મ થયો હતી. તેઓએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની દીકરી ના હાથ ની તસ્વીર મોકલી હતી અને કહ્યું હતું કે તેનું નામ સમિશા છે અને હવે તે ૧ મહિના ની થઇ ચુકી છે.

દીકરી માટે લખ્યું હતું આવું :

શિલ્પા શેટ્ટી એ પોતાની દીકરી ના ૧ મહિના ની થયા બાદ તેની એક સુંદર તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, “તારો પહેલો પડાવ, મારી રાજકુમારી સમિશા, એક મહિનો પૂરો કરવા માટે શુભકામનાઓ, હું તને ખુબજ પ્રેમ કરું છું.” તેમની આ પોસ્ટ ને સોશિયલ મીડિયા પર લોકોએ ખુબ જ પસંદ કરી છે.

તેણે શેર કરેલી આ તસ્વીર માં શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા ની સાથે સાથે તેના દીકરા વિયાન નો પણ હાથ અને તેમની દીકરી સમિશા નો પણ હાથ જોવા મળી રહ્યો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!