શ્રદ્ધા કપૂરની માં પણ એક સમયે ફિલ્મોમાં કામ કરતી – ઘરેથી ભાગીને શક્તિ કપૂર સાથે લગ્ન કરેલા

બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અત્યારે પોતાની આવનારી ફિલ્મ બાઘી- ૩ ના પ્રમોશન માં વ્યસ્ત છે. ઘણા બધા ઇવેન્ટ, રીયાલીટી શો અને મીડિયા ની મુલાકાત કરે છે આના સિવાય તેઓ પોતાના પ્રોજેક્ટ્સ પર પણ ધ્યાન આપી રહી છે. શ્રદ્ધા કપૂર એ ફેમીલી બેક્ગ્રૌન્ડ થી બોલીવૂડ ની છે, તેના પિતા શક્તિ કપૂર બોલીવૂડ માં પ્રખ્યાત એક્ટર, વિલેન, કોમેડિયન છે, જયારે શ્રદ્ધા કપૂર ની માં શિવાંગી કપૂર પણ ફિલ્મો માં કામ કરી ચુકી છે.

શિવાંગીજી એ શક્તિ કપૂર સાથે ઘરેથી ભાગી ને લગ્ન કર્યા હતા, આજે તેમની હસતી રમતી ફેમીલી છે. ચાલો જાણીએ તેમના વિશે.

એક સમયે શ્રદ્ધા કપૂર ની માતા પણ કામ કરતા હતા ફિલ્મો માં :

૩૩ વર્ષ ની થઇ ગઈ છે શ્રદ્ધા કપૂર હાલ માં જ પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો. તેમના ચાહકો એ તેમને વધામણી આપી હતી અને ૭ માર્ચ તેની ફિલ્મ બાઘી-૩ પણ રીલીઝ થવા જઈ રહી છે.શ્રદ્ધા એ પોતાના કરિયર ની શરૂઆત વર્ષ ૨૦૧૩ માં કરી હતી. તેની પહેલી ફિલ્મ આશિકી – ૩ હતી અને તેના પછી તેણે એક વિલેન, બાગી, સાહો, છીછોરે અને એબીસીડી સીરીઝ માં કામ કર્યું છે.

તેની બોલીવૂડ માં એક અલગ જ ઓળખ છે અને લોકો તેમને તેની સુંદરતા માટે પસંદ કરે છે.ખુબ જ ઓછા લોકો જાણે છે કે વર્ષ ૨૦૧૦ માં રીલીઝ થયેલી ફિલ્મ તીન પટ્ટી શ્રદ્ધા કપૂર ની પહેલી ફિલ્મ હતી પરંતુ આ ફિલ્મ માં તેણે ખુબ જ નાનો રોલ મળ્યો હતો અને કોઈ એ તેને ખાસ ઓળખી નહિ.

મુંબઈ માં થયો હતો જન્મ :

૩ માર્ચ ૧૯૮૭ માં મુંબઈ માં જન્મેલી શ્રદ્ધા કપૂર ના પિતા શક્તિ કપૂર એ ૮૦ અને ૯૦ ના દશક માં ઘણી બધી સુપરહીટ ફિલ્મો માં કામ કર્યું હતું જેમાં અંદાઝ અપના અપના, રાજા બાબુ, બાપ નંબરી બેટા દસ નંબરી, ચુપ ચુપકે, હંગામાં જેવીં ઘણી બધી ફિલ્મો સામેલ છે.

અત્યારે પણ શક્તિ કપૂર બોલીવૂડ માં સક્રિય છે પરંતુ જેટલી લોકપ્રિયતા તે દિવસે તેમને મળતી હતી એવી લોકપ્રિયતા અત્યારે નથી મળતી.શક્તિ કપૂર એ બોલીવૂડ એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરી ની મોટી બહેન શિવાંગી કપૂર ની સાથે પ્રેમ કર્યો અને લગ્ન પણ તેની સાથે જ કર્યા.

શિવાંગી કપૂર એ કરી હતી આ ફિલ્મ :

ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે શ્રદ્ધા કપૂર ની માતા એટલે કે શિવાંગી કપૂર એ ૮૦ ના દશક માં એક ફિલ્મ માં કામ કર્યું હતું.શિવાંગી એ વર્ષ ૧૯૮૦ માં આવેલી ફિલ્મ કિસ્મત માં કામ કર્યું હતું અને એમાં મિથુન ચક્રવર્તી ની સાથે રંજીતા મુખ્ય ભૂમિકા માં હતા. આ ફિલ્મ માં શક્તિ કપૂર એ પણ કામ કર્યું હતું અને આ ફિલ્મ માં ના સેટ પર જ બંને ની મુલાકાત થઇ હતી અને બંને ને પ્રેમ થયો હતો. આ પછી તેઓ એ લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો હતો.

પરંતુ શિવાંગી ના પિતા આ લગ્ન માટે તૈયાર ન હતા. કેમકે શક્તિ કપૂર પંજાબી હતા અને શિવાંગી મરાઠી હતી. એવા માં શક્તિ કપૂર એ શિવાંગી સાથે ઘરે થી ભાગી ને લગ્ન કર્યા હતા.પિતા ની ના પાડવા છતાં બંને એ વર્ષ ૧૯૮૨ માં એક મંદિર માં લગ્ન કરી લીધા હતા અને તે સમયે શિવાંગી માત્ર ૧૮ જ વર્ષી ની હતી. લગ્ન પછી શિવાંગી એ ફિલ્મો માં કામ કરવાનું બંધ કરી દીધું અને ગૃહિણી બની ગઈ હતી. તેઓના બે બાળકો થયા શ્રદ્ધા અને સિદ્ધાર્થ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!