સિંધિયા રાજવંશની રાજકુમારી ‘અનન્યા’ – એમને નાની જ ઉમરમાં આટલું મોટું કામ કરેલું

જ્યોતિરાદિત્ય સિંધિયા ના કોંગ્રેસ છોડ્યા બાદ તેમની ચર્ચા બધી જ બાજુ થઇ રહી છે, તેઓ ૧૮ વર્ષ સુધી કોંગ્રેસ ની સાથે રહ્યા હતા, હવે તેઓ કોંગ્રેસ છોડી ને બિજેપી માં સામેલ થઇ ગયા છે, જેના વિશે વાતો બધીજ જગ્યાએ થઇ રહી છે.જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા લેવાયેલા આ નિર્ણય ને તેમના પુત્ર મહાર્યમાન સિંધિયા એ એકદમ સાચું કહ્યું છે.એટલું જ નહિ પરંતુ આખો સિંધિયા પરિવાર આ નિર્ણય ના પક્ષ માં છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા ના કોંગ્રેસ છોડવા અને ભારતીય જનતા પાર્ટી માં જોડાયા બાદ વાતાવરણ ખુબજ ગરમ થઇ ગયું છે, ખબરો મુજબ એવું જાણવા મળ્યું છે કે જયારે જ્યોતિરાદિત્ય સિંધિયા એ કોંગ્રેસ છોડી ને બિજેપી ની સાથે જોડાયેલ છે ત્યારે તેઓએ કહ્યું હતું કે હવે કોંગ્રેસ પહેલા જેવી નથી રહી, તેઓએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી ના હાથ માં દેશ નો ભવિષ્ય સુરક્ષિત છે.

જ્યોતિરાદિત્ય સંબંધ રાખે છે એક રજવાડાની સાથે :

જેવું કે આપણે જાણીએ છીએ કે જયારે ભારત આઝાદ થયો હતો તેના પછી રાજાશાહી નો અંત આવી ગયો હતો પરંતુ આજે પણ કેટલાક રજવાડાઓ ના લોકો છે.આવા લોકો એવા રજવાડાઓ સાથે સંબંધ ધરાવે છે કે જેમના પૂર્વજો રાજા હતા. આ બધા જ રજવાડાઓ માં એક સિંધિયા રજવાડા છે, જ્યોતિરાદિત્ય સિંધિયા પણ એક રજવાડા થી સંબંધ રાખે છે અને તેમની રહેણી કરણી જોઇને એવું લાગે પણ છે કે તેઓ એક રજવાડાઓ થી સંબંધિત છે.

તેમને જોઇને તેમની અમીરી જોવા મળે જ છે,જ્યોતિરાદિત્ય સિંધિયા રાજનીતિ ની સાથે તો જોડાયેલા જ છે પરંતુ તેઓ પોતાના અંગત જીવન ને લઈને પણ ખુબજ ચર્ચા માં બની રહે છે.આજે અમે તમને સિંધિયા રજવાડા ની રાજકુમારી એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયા ની દીકરી વિશે જણાવવા ના છીએ.

આ છે નામ રાજકુમારી નું :

તમને જણાવી દઈએ કે સિંધિયા રજવાડા ની રાજકુમારી નું નામ “અનન્યા રાજે સિંધિયા” છે એમનો જન્મ વર્ષ ૨૦૦૨ માં થયો હતો, વર્તમાન સમય માં તેમની ઉમર ૧૭ વર્ષ છે,સિંધિયા રજવાડા ની રાજકુમારી દેખાવા માં ખુબ જ સુંદર છે.અત્યારે તેઓ દિલ્લી માં જ પોતાનો અભ્યાસ પૂરો કરી રહ્યા છે, તેઓ પોતાની માતા પ્રિયદર્શીની ની સાથે દિલ્લી માં રહે છે અને તેમનો એક પુત્ર પણ છે જેનું નામ મહા આર્યમાન સિંધિયા છે.

રજવાડાઓ જેવા શોખ છે :

જ્યોતિરાદિત્ય સિંધિયા ની દીકરી રઅનન્યા રાજે દિલ્લી ના બ્રિટીસ સ્કુલ માં અભ્યાસ કરે છે. જો તેમના શોખ વિશે ની વાત કરીએ તો તેમના શોખ રજવાડાઓ જેવા છે, જે ઉમર માં લોકોને ઘોડેસવારી થી ખુબ જ બીક લગતી હોય તે ઉમર માં અનન્યા ને ઘોડેસવારી નો શોખ છે.તેઓ એટલી ઓછી ઉમર માં પણ આ શોખ ને પૂરો કરી રહી છે.

આ રાજકુમારી પાસે તેમનો પોતાનો એક ઘોડો પણ છે, જેનું નામ ગિગી રાખેલું છે, આમ જ્યોતિરાદિત્ય સિંધિયા ની પુત્રી અનન્યા રાજે લાઈમલાઈટ થી દુર રહે છે પરતું ક્યારેક ક્યારેક તે કોઈક કાર્યક્રમ માં તેમની માતા ની સાથે જોવા મળે છે.

રાજનીતિ માં પણ છે રસ :

અનન્યા રાજે ને ઘોડેસવારી નો તો ખુબ જ શોખ છે જ પરંતુ આના સિવાય તેમનો રસ રાજનીતિ માં પણ છે, તેઓ ઘણી વાર તેમના પિતા જ્યોતિરાદિત્ય ની સાથે રાજનીતિ ની બેઠકો માં સામેલ હોય છે, અનન્યા રાજે ને ઈતિહાસ માં પણ ખુબ જ રસ છે અને તેઓ અભ્યાસ માં પણ ખુબ જ સારા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!