સ્મશાન ઘાટથી પરત ફરો ત્યારે આ કામ જરૂર કરશો – જીવનની ઘણી મુશ્કેલીઓ દુર થઇ જશે

લાલ પુસ્તક માં ઘણા બધા ઉપાયો જણાવવા માં આવ્યા હતા કે જે જીવન માં ઘણી બધી સમસ્યાઓ ને મીનીટો માં જ દુર કરી દે છે. લાલ પુસ્તક માં સ્મશાન થી જોડાયેલા કેટલાક ઉપાયો વિશે વાત કરવામાં આવી છે. લાલ પુસ્તક મુજબ જો સ્મશાન માં જઈને આ ઉપાયો કરવામાં આવે તો જીવન માં આવેલી બધી જ સમસ્યાઓ દુર થઇ જાય છે અને બધા જ પ્રકાર ના સંકટો દુર થાય છે.

એટલા માટે જયારે તમે સ્મશાન થી જોડાયેલા આ ઉપાયો ને જીવન માં એક વાર જરૂર કરી ને જોવા જોઈએ. આ ઉપાયો ખુબ જ અસરદાર છે.

સમસ્યાઓ થઈ દુર :

જીવન માં કોઈ પણ પ્રકાર નું સંકટ આવે ત્યારે તમે આ ઉપાય કરજો.આ ઉપાય કરવા માટે કોઈ ની સ્મશાન યાત્રા માં જઈ ને પરત ફરતી વખતે કેટલાક સિક્કા ફેકી દેવા. યાદ રાખવું કે સિક્કા ફેક્તી વખતે પાછળ ફરી ને ન જોવું અને સીધું જ તમારા ઘરે ચાલ્યું જવું.

ઘરે આવ્યા પછી સૌથી પહેલા સ્નાન કરવું. લાલ પુસ્તક મુજબ આ ઉપાય કરવાથી અષ્ટમ ના ગ્રહો શાંત થઇ જાય છે અને બધી જ સમસ્યાઓ દુર થઇ જાય છે.

રોગ થઇ જાય દુર :

ઘર માં જો કોઈ વ્યક્તિ બીમાર હોય અને તેની તબિયત સારી ન થતી હોય તો આ ઉપાય કરવો. આ ઉપાય મુજબ તમારે બિમાર વ્યક્તિ ના સિરહાના ની નીચે એક તાંબા નો સિક્કો રાખી દેવો. બીજા દિવસે સવારે આ સિક્કા ને સ્મશાન માં ફેંકી દેવો અને પાછળ ફરી ને ન જોવું.આ ઉપાય કરવાથી બિમાર વ્યક્તિ ની તબિયત સારી થઇ જશે.

આર્થિક તંગી થશે દુર :

આર્થિક તંગી દુર કરવા માટે બે પ્રકાર ના ઉપાયો કરી શકાય છે.

પહેલો ઉપાય :

આર્થિક તંગી હોય તો સ્મશાને જઈ ને ત્યાની જમીન માં એક સિક્કો દાબી દેવો.સ્મશાન માં આ સિક્કો દબાવી દેવા થી આર્થિક તંગી દુર થઇ જશે અને ધન લાભ થશે. તમારે આ ઉપાય ને રવિવાર ના દિવસે કરવો અને આ વાત નું ધ્યાન રાખવું કે કોઈ તમને આ સિક્કા ને દબાવતા જુએ નહિ.

બીજો ઉપાય :

બીજો ઉપાય એ છે કે માટી ના વાસણ માં સ્મશાન નું પાણી ભરી દેવું અને તેની અંદર ચાંદી નો એક ચોરસ ટુકડો રાખી દેવો. આ માટી ના વાસણ ને ઘર ની પૂર્વ દિશા માં રાખી દેવું. સાત દિવસ સુધી તેને ત્યાં જ રહેવા દેવું અને પછી આ પાણી ને કોઈ વૃક્ષ ને પધરાવી દેવું. આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓ દુર થઇ જશે.

ખરાબ નજર થી બચવા :

જો તમારા ઘર માં અવાર નવાર ઝઘડાઓ થતા હોય કે તમારા ઘર ને કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો આ ઉપાય કરવાથી તે નજર ની અસર દુર થાય છે. આ ઉપાય માટે સ્મશાન જઈ ને ત્યાંથી માટી લઇ આવવી અને આ માટી ને તેના ઘર ના મેઈન ગેટ ની બહાર ફેકી દેવી.આ ઉપાય કરવા થી ખારબ નજર ની અસર દુર થાય છે. આ ઉપાય શનિવાર ના દિવસે કરવો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!